________________
૩૨૨
પ્રવચનસારોદ્ધાર આ બે ભેદ વડે વચનગુપ્તિનું જ જે સ્વરૂપ સર્વથા વચનનિષેધ અને સમ્યગ ભાષણરૂપ છે તે જણાવ્યું. ભાષા સમિતિમાં સમ્યગ પ્રવૃત્તિ જ છે. વચન-ગુપ્તિમાં પ્રવૃત્તિ અને નિરોધ બંને છે. ભાષા સમિતિમાં અને વચનગુણિમાં આ તફાવત છે. કહ્યું છે કે જે આત્મા સમિતિવાળો છે, તે નિયમા ગુપ્તિવાન છે. જ્યારે ગુપ્તિવાળામાં ભજના છે. કેમકે ગુપ્તિવાન સમિતિવાળો હોય પણ ખરો અને ન પણ હોય. કુશળ વચન બોલતા વચનગુપ્તિવાળે ભાષાસમિતિવાળે છે.
૩. કાયગુપ્તિ :- કાયગુપ્તિ બે પ્રકારે છે. ૧. પ્રવૃતિને રોધ, ૨. આગમાનુસારી પ્રવૃત્તિ.
૧. દેવ અને મનુષ્ય વિગેરેનાં ઉપસર્ગો અથવા ભૂખ, તરસ વગેરે પરિસ હોવા છતાં, જે કાર્યોત્સર્ગ કરીને શરીરને નિશ્ચલ કર્યું હોય. તથા સર્વ યોગને નિષેધ અવસ્થામાં સર્વથા કાયપ્રવૃત્તિને રોધ, તે પહેલી કાયગુપ્તિ
૨. ગુરુને પૂછીને સંથારે અને ભૂમિ વગેરેની પડિલેહણ–પ્રમાર્જન વગેરે કરી શાસ્ત્રોક્ત ક્રિયાપૂર્વક સાધુએ શયન કરવું જોઈએ. એટલે શયન-આસન લેવું, મૂકવું, વગેરેમાં સ્વચ્છેદ ચાના ત્યાગપૂર્વક, જે નિયત કાયા તે બીજી કાયગુપ્તિ. (૧૫) અભિગ્રહ दव्वे खित्ते काले भावे य अभिग्गहा विणिहिट्ठा । ते पुण अणेगभेया करणस्स इमं संरूवं तु ॥ ५९६ ॥
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ-એ ચાર પ્રકારે અભિગ્રહ કહ્યા છે. તે ચાર પણ અનેક ભેદવાળા છે.
જિનેશ્વરેએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એમ ચાર પ્રકારે અભિગ્રહ કહ્યા છે. તે ચાર પ્રકારના પણ અનેક ભેદે છે.
જેમ ત્રિલેકસ્વામી શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થ–અવસ્થામાં વિચરતા, કૌશાંબીમાં અભિગ્રહ લીધા હતા કે દ્રવ્યથી-મને જે સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકળા મળશે તે લઈશ. ક્ષેત્રથી–દાતાર બાઈના પગ બેડીથી બંધાયેલા હોય અને એક પગ ઉંબરાની અંદર અને એક પગ બહાર હોય. કાળથી–દિવસના બીજા પ્રહર વીત્યા પછી અને ભાવથી–મુંડાયેલ માથાવાળી, રડતી ભિક્ષા આપશે, તો હું ગ્રહણ કરીશ, નહીં તે નહીં. આવા અભિગ્રહથી ભગવાનને પાંચ દિવસ ન્યૂન છ મહિનાના ઉપવાસને તપ થયે. આ રીતે દ્રવ્ય આદિ અભિગ્રહો જાણવા.
ઉપરોક્ત પ્રકારે કરણસિત્તરીના સીત્તેર ભેદેનું સ્વરૂપ શ્રી ગુરુએ કહ્યું છે. તે આ પ્રમાણે આધાક વગેરે બેતાલીસ દોષ હોવા છતાં પણ પિંડ, શય્યા, વા, પાત્ર,