________________
૩૦૨
- પ્રવચનસારોદ્ધાર
- પ્રવચનસારમાં પણ કહ્યું છે કે
“જીવ મરે કે જીવે પણ અજયણાના આચારવાળાને નિશ્ચયથી હિંસા છે પણ જયણાવાળા સમિત સાધુને હિંસા માત્રથી પણ બંધ નથી.”
ર. ભાષાસમિતિઃ-વાક્યશુદ્ધિ નામના દશવૈકાલિકના સાતમા અધ્યયનમાં કહેલ સાવદ્યભાષા અને ધૂર્ત, કામી, ચેર, દારૂડી, જુગારી, નાસ્તિક વગેરે વડે બેલાયેલા ભાષાને નિભપણે છોડીને બધાને હિતકારી થોડી પણ ઘણા કાર્યને સાધનારી, સ્પષ્ટ, વાણ બેલવી તે ભાષાસમિતિ.
૩. એષણસમિતિ :-ગ્રહણૂષણ, ગ્રામૈષણા–એમ ગવેષણના બે પ્રકાર છે. તે ગવેષણાના દેથી અદૃષિત અન્ન પાણી વિગેરે રજોહરણ, મુહપત્તિ વગેરે ઔધિક ઉપધિ, શય્યા, પાટ, પાછળ અઢલવાનું પાટીયું, ચર્મ, દાંડે વગેરે ઔપગ્રહિક ઉપધિમાં જે નિર્દોષ હોય તે લેવું-તે એષણ સમિતિ છે. : ૪. આદાના-નિક્ષેપસમિતિ -આસન, સંથાર, પીઠનું પાટીયું, વસ્ત્ર, પાત્ર, દાંડે વગેરેને આંખથી જોઈપડીલેહી, સારી રીતે ઉપયેગપૂર્વક ઘાથી પડીલેહીને લે. અને જોયેલી, પડિલેહેલી ભૂમિમાં મૂકે તે આદાનનિક્ષેપસમિતિ. ઉપયોગ વગરનાને તે પડિલેહણ કરીને લે અને મૂકે તે પણ સમિતિ શુદ્ધ નથી. કહ્યું છે કે
પડિલેહણ કરતાં પરસ્પર વાત કરે અથવા દેશકથા કરે, પચ્ચકખાણ આપે, વાચના પિતે લે કે આપે, તે તે પડિલેહણમાં પ્રમાદી ડૂછવનિકાયન વિરાધક કહ્યો છે.
૫. પારિષ્ઠાપનિકાસમિતિ :–વિષ્ટા, પેશાબ, લેટ, કફ, શરીરને મેલ, બિન જરૂરી વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરેને જીવસમૂહ વગરની નિષ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યાગ કરવો–તે પારિપનિકાસમિતિ. (૫૭૧) બારભાવના – पढममणिच्च १ मसरणं २ संसारो ३ एगया य ४ अन्नत्तं ५ । असुइत्तं ६ आसव ७ संवरो ८ य तह निजरा ९ नवमी ॥५७२॥ लोगसहावो १० बोहि य दुलहा. ११ धम्मस्स साहओ अरहा १२ । एयाउ हुति बारस जहक्कम भावणीयाओ ॥५७३॥
૧. અનિત્ય, ૨. અશરણુ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬અશુચિત્વ, છે. આશ્રવ, ૮, સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. બધિદુર્લભ, ૧૨. ધર્મકથક અરિહંત-આ બાર ભાવનાઓ યથાક્રમે હિંમેશા ભાવવા જેવી છે. આ ભાવનાનું યત્કિંચિત સ્વરૂપ કહીએ છીએ...