________________
૬૬ ચરણસિત્તરી
૩૦૧ આહાર વિશેષિકેટિન છે. જે તે આહાર વગર ચાલી શકે એમ હોય, તે બધેયે આહાર વિધિપૂર્વક પરઠવે. જે નિર્વાહ થાય તેમ ન હોય, જેટલો વિશેષિકેટિ દેલવાળો આહાર હોય તેટલા આહારને સારી રીતે જાણું પરઠવે. જે જાણુતા સરખા રંગ, ગંધ વગેરે પ્રવાહીથી મિશ્રિત થયેલ હોય, તે તે બધાયે આહારને ત્યાગ કર. બધાને ત્યાગ કર્યા પછી જે આહારના સૂક્ષમ અવયે છતાં પણ ત્યાગ કરેલ આહાર વિશેધિકેટિવાળો હોવાથી તે પાત્રામાં કલ્પ કર્યા વગર બીજે શુદ્ધ આહાર લઈ શકાય છે. (૫૭૦) સમિતિ:इरिया १ भासा २ एसण ३ आयाणाईसु ४ तह परिढवणा ५ । सम्मं जा उ पवित्ती सा समिई पंचहा एवं ॥५७१॥
ઈર્યા, ભાષા, એષણું, આદાન તથા પરિઠાપના. આ પ્રમાણે પાંચ સમિતિ છે. સમ્યગ પ્રકારે જે પ્રવૃત્તિ, તે સમિતિ કહેવાય.
ઈર્યા એટલે ગતિ, બલવું તે ભાષા, એષણ એટલે શેધવું, આદાન એટલે લેવું, દરેક ક્રિયાઓમાં લેવું તે પ્રથમ હોવાથી આદાન શબ્દથી નિક્ષેપ પણ સમજી લેવું, પરિણાપના એટલે છોડવું, ત્યાગવું. તેમાં આગમાનુસારે જે સમ્યગ્ પ્રવૃત્તિ, કિયા તે સમિતિ.
આ પાંચ ક્રિયાની શાસ્ત્રીય જે સંજ્ઞા તે સમિતિ. તેથી ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ, પરિઝાપનાસમિતિ-એ પ્રમાણે પાંચ પ્રકારે સમિતિ છે.
૧. ઇસમિતિ –બસ-સ્થાવર જીવોના સમુદાય પ્રત્યે અભયદાન માટે દીક્ષિત થયેલ સાધુને આવશ્યક પ્રોજન ઉભું થાય, ત્યારે લોકો વડે ખૂંદાયેલ, સૂર્યના કિરણથી તપેલ, અચિત્ત માર્ગમાં જતાં જંતુરક્ષા અને સ્વશરીર રક્ષા માટે પગના આગળના ભાગથી એક યુગ એટલે સાડાત્રણહાથ જેટલા ક્ષેત્રને જોઈને જે ગતિ કરવી, તે ઈસમિતિ. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે
એક યુગ પ્રમાણ ભૂમિને આગળ સારી રીતે જેતે તથા અનેક પ્રકારના બીજ, વનસ્પતિ, બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવેર, સચિત્ત પાણી તથા માટીને ત્યાગ કરતે પૃથ્વી પર ચાલે.
ખાડા, ઊંચી-નીચી જમીન, ઉભા લાકડા, પાણી વગરના કાદવને ત્યાગ કરી બીજે રસ્ત હય, તે પાણી વગેરેમાં વચ્ચે મૂકેલ પાટીયા, કે પથ્થર વગેરે પરથી પણ ન જાય.
આ પ્રમાણે ઉપગપૂર્વક જતાં સાધુથી કદાચ જીવ હિંસા થાય, તો તે હિંસાનું પાપ ન લાગે. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે
‘જવા માટે ઈસમિતિમાં ઉપયેગવંત સાધુ પગ ઉંચે કરે, તે વખતે બેઈન્દ્રિય વગેરે જીવ મરી જાય, તે તે મરી જવાના કારણે સાધુને જીવહિંસા નિમિત્તક સૂક્ષમ પણ કર્મ બંધ સિદ્ધાંતમાં બતાવ્યું નથી. કેમકે ભાવથી સાધુ સર્વથા અનવદ્ય પ્રવેગવાળે એટલે કે નિષ્પાપ ગવાળે છે માટે.”