________________
૬૬. ચરણસિત્તરી
૨૭૯ કહે કે “જે કહેવાયેલા દુઃખને દૂર કરે, તે દુખ સહાયક કહેવાય.” સાધુ કહે કે “મારા સિવાય બીજે કે તેવો છે? તે કહે કે “હે ભગવંત! અમુક ઘરમાં બીજી ધાત્રીએ મને ધાત્રીપણાથી દૂર કરાવી, તેથી હું દુખી છું?” ત્યારે સાધુ અભિમાનમાં આવી એમ કહે કે “ જ્યાં સુધી તેને ત્યાં આગળ રખાવું નહીં ત્યાં સુધી તારી ભિક્ષા હું લઈશ નહીં.”
આ પ્રમાણે કહી જેને દૂર કરવાની છે તે ધાત્રીને ન જોઈ હોવાથી તેના સ્વરૂપને ન જાણતે, તે તેના સ્વરૂપને પૂછે કે “તે યુવાન છે, પ્રૌઢા છે કે ઘરડી છે? નાના સ્તનવાળી છે કે મોટા સ્તનવાળી છે. અણીદાર સ્તનવાળી છે? માંસ ભરપૂર છે કે પતલી છે? કાળી છે કે ગોરી છે?” વગેરે પૂછીને તે શેઠને ત્યાં જઈ તે બાળકને જોઈ શેઠની આગળ ધાત્રીના દોષે બેલે કે ઘરડી ધાત્રીના સ્તન નબળા હોય છે, તેને ધાવનારે બાળક પણ નિર્બળ થાય. પતલી ધાત્રીના સ્તન નાના હોય, તેને ધાવનાર બાળક પણ પૂરૂં ધાવણ ન મળવાના કારણે દુઃખી થવાથી પતલો જ રહે. મોટા સ્તનવાળી ધાત્રીને ધાવવાથી બાળક કેમળ અંગવાળો હોવાથી સ્તન દ્વારા નાક દબાવવાના કારણે ચિબડા નાકવાળે થાય છે. કૃપરાકાર સ્તનવાળી ધાત્રીને ધાવવાથી બાળકને હમેંશા સ્તન તરફ મેટું લંબાવવું પડતું હોવાથી સૂચી (સય) ના જેવા મેઢાવાળો થાય.
કહ્યું છે કે ઘરડીને ધાવવાથી નિર્બળ, કૂપર સ્તન ધાવવાથી સૂચીમુખ, મોટા સ્તનવાળીને ધાવવાથી ચીપટા નાકવાળા અને પાતળીને ધાવવાથી પતલ થાય. જાડીને ધાવવાથી જડ થાય અને પતલીને ધાવવાથી નિર્બળ થાય માટે મધ્યમ બળવાળી ધાત્રીનું ધાવણ પુષ્ટિકર થાય છે.
હવે નવી સ્થાપેલ ધાત્રી કાળા વગેરે જે અધિક વર્ણવાળી હોય, તે તેને તે રીતે નિદે જેમકે, કાળી ધાત્રી બાળકના રંગને નાશ કરે છે. ગેરી ધાત્રી બળહીન હોય માટે શ્યામા (ઘઉંવણ) બળ વર્ણ માટે ઉત્તમ છે.
આવી વાતે ઘરના માલિક સાંભળીને વૃદ્ધ વગેરે સ્વરૂપવાળી ચાલુ ધાત્રીને દૂર કરી અને સાધુ સમ્મત ધાત્રીને રાખે. તે ધાત્રી પ્રસન્ન થઈને સાધુને સુંદર ઘણી ગોચરી વહરાવે તે ધાત્રીપિંડ.
આમાં ઘણા દોષો છે, તે આ પ્રમાણે. જે ધાત્રીને દૂર કરાવી તે દ્વેષને ધારણ કરે તથા સાધુને કલંક આપે કે “આ ધાત્રી સાથે સાધુને આડે સંબંધ છે.” અતિ દ્વેષ થાય તે ઝેર વગેરે આપી કયારેક મારી પણ નાંખે. હવે જે જૂનીને દૂર કરી નવી ધાત્રી રાખી હોય તે પણ કયારેક એમ વિચારે કે જેમ આને જૂનીને દૂર કરી મને રખાવી, તેમ બીજી કેઈની વિનંતિથી મને પણ અહીંથી ધાત્રીપણાથી દૂર કરાવશે માટે એવું કરું કે એ સાધુ જ ન રહે. એમ વિચારી ઝેર વગેરેના પ્રયોગથી મારી નાંખે.