________________
૨૭૮
પ્રવચનસારોદ્ધાર ૧. ધાત્રી, ૨. દૂતિ, ૩. નિમિત્ત, ૪. આજીવક, ૫. વણિમગ, ૬. ચિકિત્સા, ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા, ૧૦. લોભ, ૧૧. પૂર્વ સંસ્તવપશ્ચાત્ય સંસ્તવ, ૧૨, વિદ્યા, ૧૩, મંત્ર, ૧૪. ચૂર્ણ, ૧૫. ચોગ, ૧૬ મૂળકમ–આ ઉત્પાદના સોળ દોષે છે.
૧. ધાત્રીપિંડ – ધાત્રી એટલે બાળકે જેને ધાવે પીવે તે ધાત્રી. અથવા બાળકોને દૂધ પીવડાવવા માટે જે ધારણ કરે તે ધાત્રી. બાળકને પાળનારી સ્ત્રી. તેના પાંચ પ્રકાર છે. ૧. દૂધધાત્રી, ૨. મજજનધાત્રી, ૩. કીડનધાત્રી, ૪. મંડનધાત્રી, પ. ઉસંગધાત્રી.
અહીં ધાત્રીપણું કરવું કે કરાવવું તે વિવક્ષાથી ધાત્રી શબ્દ કહેવાય છે. માટે ધાત્રીને જે પિંડ (આહાર) તે ધાત્રીપિડ. ધાત્રીપણું કરવા-કરાવવા દ્વારા જે પિંડ પ્રાપ્ત કરાય તે ધાત્રીપિંડ. એ પ્રમાણે દૂતિ વગેરે પિંડમાં પણ વિચારવું.
આની વિચારણા આ પ્રમાણે છે –કેઈક સાધુ ગેચરી માટે પૂર્વ પરિચિત ઘરે ગયા, ત્યાં રડતા છોકરાને જોઈ તેની માતાને કહ્યું કે “હજુ આ બાળક દૂધ પીતે (ધાવણ) છે માટે દૂધ વગર ભૂખ્યો થયેલ, તે રડે છે. તેથી મને જલ્દી ગોચરી વહેરાવ પછી આ બાળકને ધવડાવ. અથવા પહેલા આ બાળકને ધવડાવ પછી મને વહેરાવ. અથવા તે હમણું મારે ગોચરી જોઈતી નથી, બાળકને જ ધવડાવ. હું બીજા ઘરોએ જઈને પાછો અહીં આવીશ, તું શાંતિથી બેસ, હું જ કઈ જગ્યાએથી દૂધ લાવી પીવડાવું. આ પ્રમાણે ધાત્રીપણું કરે.
એમ કહે કે બાળકને ધવડાવવાથી બાળક બુદ્ધિશાળી, દીર્ધાયુ અને નિરોગી થાય અને અપમાનિત કરવાથી આનાથી વિપરીત થાય છે. લેકમાં પુત્ર દર્શન દુર્લભ છે. માટે બીજા બધા કામ છોડી આ બાળકને ધવડાવ.
• આ પ્રમાણે કરવાથી ઘણું દોષ થાય છે. બાળકની મા જે ભદ્રિક હોય તે આકર્ષિત થઈને આધાકર્મ વગેરે કરે. તથા સાધુને ચાટુ કરતા જોઈ બાળકના સગા અને આડેસીપાડોશીઓ બાળકની માતા સાથે સાધુના સંબંધની સંભાવના કરે. જે બાળકની માતા અધમ હોય તે દ્વેષ કરે કે “અહો જુઓ આ સાધુની પારકી પંચાત! તથા વેદનીય કર્મના વશથી કદાચ બાળકને તાવ વગેરે માંદગી થાય, તે બાળકની માતા સાધુ સાથે ઝઘડે કરે કે “તમે મારા બાળકને માંદે પાડયો” આથી શાસનની હલના થાય.
કેઈક શેઠના ઘરે બાળકને ધવડાવનારી ધાત્રીને પોતાની બુદ્ધિના પ્રપંચ વડે દૂર કરાવી, બીજીને સ્થાપન કરવા માટે ધાત્રીપણાના લક્ષણ અને દોષ કહે છે. તે આ પ્રમાણે
ગોચરી ગયેલ કેઈક સાધુ, કોઈક ઘરમાં, કેઈક બાઈને શેક કરતી જોઈને પૂછે કેમ આજે તમને ઉદાસીનતા દેખાય છે? તે બાઈ કહે કે “હે સાધુ મહારાજ ! દુઃખ. તે દુઃખમાં સહાયક થનારને જ કહેવાય. સાધુ કહે “સહાયક કેને કહેવાય?? તે બાઈ