________________
- ૨૫૧
૬૪. આચાર્યને છત્રીસ ગુણ ભાવને જાણનાર, ૧૮. લબ્ધિપ્રતિભાવાન , ૧૯ જુદા–જુદા દેશની ભાષા જાણનાર, ૨૦થી૨૪ પાંચ પ્રકારના આચારવાનું , ૨૫. સૂત્રાર્થ તદુભયની વિધિ જાણનાર, ૨૬–૨૯. ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયમાં નિપુણ, ૩૦. ગ્રાહણુ કુશલ, ૩૧. સ્વસમય–શાસ્ત્ર જાણનાર, ૩ર. પર–શાસ્ત્રના જાણકાર, ૩૩. ગંભીર, ૩૪. દિપ્તમાન, ૩૫. શિવ, ૩૬. સૌમ્ય વગેરે સેંકડે ગુણયુક્ત ગુરુ, પ્રવચનના સારને કહેવા માટે યોગ્ય છે. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે..
૧. દેશયુક્ત એટલે મધ્યદેશમાં અથવા સાડાપચ્ચીસ આર્યદેશમાં ઉત્પન્ન થયેલ હેય તે. દેશયુક્ત જ આદેશમાં કહેલ વસ્તુને જાણે છે. તેથી સુખપૂર્વક બધા શિષ્ય તેની પાસે ભણી શકે.
૨. પિતાના વંશ સંબંધી હોય તે કુલ કહેવાય, લોકમાં પણ વ્યવહાર છે, કે આ ઇવાકુકુલમાં ઉત્પન્ન થયેલ છે, તેથી તે કુલવાનું સ્વીકારેલ અર્થ (કાર્ય)ને પૂર્ણ કરનાર થાય છે.
૩. માતાને વંશ તે જાતિ. જાતિવાન હોય તે વિનયાદિ ગુણ યુક્ત હોય છે.
૪. રૂપવાન, લેકોને ગુણવિષયક બહુમાન પ્રાપ્ત થાય છે. કહ્યું છે, કે જેવી આકૃતિ હેય તેવા ગુણ હોય છે. એ કહેવત મુજબ કુરૂપ વ્યક્તિ આદેય નથી બનતો.
૫. સંઘયણવાન હય, જેથી વિશિષ્ટ શરીરબલ દ્વારા વ્યાખ્યાન કરવામાં થાકે નહીં.
૬. શ્રુતિવાન એટલે વિશિષ્ટ માનસિક સ્થિરતાવાન. તે અતિગહન પદાર્થોમાં પણ ભ્રમ (મુંઝવણ) ન પામે.
૭. અનાશંસી એટલે શ્રોતા વગેરે પાસેથી વસ્ત્ર વગેરેની ઈચ્છા વગરનો.
૮. અવિકલ્થન –અતિ બેલનાર નહીં અથવા કેઈને નાના–ોડા અપરાધમાં વારંવાર બેલે નહિ.
૯. શઠતા રહિત-અમાયાવી.
૧૦. સ્થિર પરિપાટી એટલે સતત અભ્યાસથી અનુયેગની પરિપાટીને એવી સ્થિર કરી હેય, કે જેથી જરાપણ સૂત્રકે અર્થ ભૂલાય નહીં, તે સ્થિરપરિપાટી.
૧૧. ગૃહિત વાક્ય એટલે ઉપાદેય વચની. એમનું થોડું વચન પણ મહાથ જેવું લાગે. ૧૨. જિતપર્ષદ એટલે મોટી સભામાં પણ ભ ન પામે.
૧૩. જિતનિદ્ર એટલે અલ૫ નિદ્રાવાન્ તે રાત્રે સૂત્ર અને અર્થની વિચારણું કરતી વખતે નિદ્રાથી બાધિત ન થાય.
૧૪. મધ્યસ્થ એટલે બધા શિષ્ય પર સમભાવવાળા.
૧૫-૧૬-૧૭–દેશ કાળ અને ભાવને જાણનાર. તે તે લેકાના દેશ, કાળ અને ભાવ જાણને સુખે વિચરી શકે અથવા શિષ્યના ભાવ જાણીને તેને તે રીતે સુખે પ્રવર્તાવે.
૧૮. આસન્નલબ્ધપ્રતિભાવાન એટલે કર્મના ક્ષપશમથી તત્કાલ પરતીથિકના પ્રશ્નોના જવાબ આપવામાં સમર્થ હોય, તે આસપલબ્ધ-પ્રતિભાવંત.