________________
૨૫૦
પ્રવચન સારોદ્ધાર ૪. દોષપરિઘાતવિનય
દોષપરિઘાતવિનય એટલે કેધ વગેરે દે નાશ કરવા. તે ચાર પ્રકારે છે. ૧. ધીના કૈધને દેશના વગેરે દ્વારા દૂર કરે. ૨. વિષય-કષાયથી કલુષિત ભાવવાળાના કલુષિતભાવ દૂર કરે.
૩. ભોજન પાણી વિષયક કાંક્ષા એટલે ઈચ્છા અથવા બીજા ધર્મની ઈચ્છારૂપ જે કાંક્ષા, તેને અટકાવે.
૪. અને પોતે ક્રોધ–દેષ અને કાંક્ષા રહિત સુસમાધિપૂર્વક પ્રવર્તે–આ પ્રમાણે ગુરુના બધા મળી છત્રીસ ગુણ થયા. (૫૪૬)
અથવા બીજી રીતે પણ ગુરુના છત્રીસ ગુણે થાય, તે બતાવે છે. सम्मत्त-नाण-चरणा पत्तेयं अट्ठअट्ठभेडल्ला । बारसभेओ य तवो सूरिगुणा हुति छत्तीसं (२)॥५४७।।
નિઃશંકિત વગેરે દર્શનાચારના. આઠ ભેદ, કાળવિનય વગેરે જ્ઞાનાચારના આઠભેદ, સમિતિ વગેરે ચારિત્રાચારના આઠ ભેદ અને બાહ્ય અત્યંતરરૂપ છ–છ પ્રકાર તપના બાર ભેદ મેળવતા છત્રીસ ભેદો થાય છે. તે છત્રીશગુણેને આચરનાર આચાર્ય હોય છે. (૫૪૭)
आयाराई अट्ठ उ तह चेव य दसविहो य ठियकप्पो। बारस तव छावस्सग सूरिगुणा हुति छत्तीसं (३) ॥५४८॥
બીજી રીતે આચાર આદિ આઠ સંપદા તથા દશ પ્રકારની સ્થિતક૫, બાર પ્રકારને તપ અને છ પ્રકારના આવશ્યકએ છત્રીસ આચાર્યના ગુણે છે.
હવે બીજી રીતે પણ ગુરુના છત્રીસ ગુણ કહે છે.
પૂર્વમાં વર્ણવેલ આચારશ્રુતવગેરે પોતાના પેટા ભેદોની વિવેક્ષા વગર આઠગણિ સંપદા, અલક, ઔદેશિક, શય્યાતર રાજપિંડ, કૃતિકર્મ, વૃતજ્યેષ્ઠ, પ્રતિકમણ, માસકલ્પ અને પર્યુષણકલ્પ-એ દશે પ્રકારનો સ્થિતકલ્પ, જેનું સ્વરૂપ આગળ કહેવાશે.
પૂર્વોક્ત બાર પ્રકારનો તપ.
સામાયિક ચતુર્વિશતિસ્તવ,વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પ્રત્યાખ્યાનરૂપ છ આવશ્યકે. આ બધાને ભેગા કરતા ગુરુના છત્રીસ ગુણે થાય અહીં બીજી પણ છત્રીસીઓ થાય છે. તે ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી. કંઈક ઉપયોગી અને પ્રસિદ્ધએવી આ છત્રીસી કહીએ છીએ.
૧. દેશયુક્ત, ૨. કુલયુક્ત, ૩. જાતિયુક્ત, ૪. રૂપયુક્ત, ૫. સંઘયણવાન્ ૬. ધૈર્યવાન, ૭. અનાશંસી, ૮. અવિકલ્થી, ૯. અમાયા, ૧૦. સ્થિરપરિપાટીવાન, ૧૧. ગૃહિત વાયવાન, ૧૨. જિતપર્ષદી, ૧૩. જિતનિદ્રાવાનું , ૧૪. મધ્યસ્થ, ૧૫-૧૬–૧૭ દેશ-કાળ અને