________________
૫૭. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના
૨૨૧ અલકમાં ધર્માસ્તિકાય વગેરે ન હોવાથી અલકને અડીને સિદ્ધો રહેલા છે. પણ અલકનો સંબંધ થવાથી વિઘાતરૂપ સ્કૂલના નથી, કેમકે સિદ્ધ અપ્રતિઘાતવાળા છે. જે પ્રતિઘાતવાળા હોય તેને સંબંધ થાય એટલે વિઘાત થાય છે, બીજાને નહીં. પંચાસ્તિકાયરૂપ લેકના અગ્રભાગે એટલે મસ્તકે અપુનરાગમન (ફરી ન આવવું તે) પૂર્વક રહેલા છે. અહીં મનુષ્યક્ષેત્રમાં જ શરીર છોડીને ત્યાં લેકને છેડે બીજા સમયને સ્પર્શ કર્યા વગર એક સમયમાં તથા બીજા પ્રદેશને સ્પર્યા વગર જઈને સિદ્ધ થાય છે. (૪૮૫-૪૮૬)
૫૬. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના तिण्णि सया तेत्तीसा धणुत्तिभागो य होइ बोद्धव्यो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिया ॥ ४८७ ॥
૩૩૩ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ એટલે કે પ્રમાણ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. આની ભાવના આ પ્રમાણે છે. સિદ્ધિગમન યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના પાંચસે ઘનુષ્ય છે. તેને ત્રીજો ભાગ એકસો છાસઠ (૧૬૬) ધનુષ્ય અને ચેસઠ (૬૪) આંગળ થાય. તે મેક્ષગમન વખતે સુખ–પેટ વગેરે પિલાણ ભાગને પૂરવાથી આત્મપ્રદેશનો સંકેચ થાય છે. આથી પાંચસે ધનુષ્યમાંથી ત્રીજો ભાગ ઓછો થાય એટલે પાંચસે ધનુષ્યમાંથી એકસે છાસઠ ધનુષ્ય અને ચેસઠ આગળ બાદ કરતાં બાકીને ભાગ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના રૂપે રહે છે.
જે સિદ્ધિગમનાગ્ય મરૂદેવી આદિનું પાંચસો પચીસ ધનુષ્ય પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ ક્યાંક સંભળાય છે. તે મતાંતરે જાણવું. (૪૮૭)
પ૭. સિદ્ધોની મધ્યમ અવગાહના चत्तारि य रयणीओ रयणि तिभागृणिया य बोद्धव्वा । .... एसा खलु सिद्धाण मज्झिमओगाहणा भणिया ॥ ४८८ ॥ ૪૩ હાથે પ્રમાણની સિદ્ધોની મધ્યમ અવગાહનાં કહી છે. '
ચાર હાથ અને એક હાથનો ત્રીજો ભાગ ન્યૂન એવી સિદ્ધોની મધ્યમઅલંગાહના કહેલી છે. મહાવીર ભગવાનને સાત "હાથેનું શરીર હતું. તેમનું સિદ્ધાવસ્થામાં પિલાણ પૂરાવાથી બે હાથ અને આઠ આગળરૂપ ત્રીજો ભાગએ થતાં ચાર હાથ અને સોળ આગળ મધ્યમ અવગાહના થાય છે. આમ મધ્યમઅવગાહના ઉપલક્ષણથી છે. બાકી તો ઉત્કૃષ્ટ અવગાહનાથી લઈ જઘન્ય અવગાહના સુધીની વચ્ચેની બધી મધ્યમઅવગાહના જાણવી. ht પ્રશ્ન આગમમાં જઘન્યશ્રી સાતદહાથની અવગાહનાવાળાને સિદ્ધિ કહી છે. માટે આ તે જઘન્ય અવગાહના છે. મધ્યમ અવગાહના શી રીતે થાય?