________________
૨૦૩
૪૦. ચેત્રીશ અતિશય नियभासाए नरतिरिसुराण धम्मावबोहया वाणी ६ । पुव्वभवा रोगा उवसमंति ७ न य हुंति वेराई ८ ॥४४३॥ दुभिक्ख ९ डमर १० दुम्मारि ११ ईई १२ अइबुढि१३अणभिवुट्ठीओ १४ । हुंति न जियवहुतरणी पसरइ भामंडलुज्जोओ १५ ॥४४४॥ સહજ ચાર અતિશય -
૧. તીર્થકર ભગવંતનો દેહ રજ એટલે મેલ, રોગ, પરસેવા રહિત હોય છે. ઉપલક્ષણથી લોકેત્તર રૂપ, રસ, ગંધથી સુંદર હોય છે.
૨. માંસ અને લેહી, ગાયના દૂધની ધારા જેવું સફેદ અને અબિભત્સ હોય છે.
૩. આહાર એટલે ભેજનવિધિ તથા નિહાર એટલે લઘુનીતિ–વડીનીતિની ક્રિયાને ચર્મચક્ષવાળા જઈ શકે નહીં. અવધિજ્ઞાની જોઈ શકે.
૪. ભગવાનનાં શ્વાસોશ્વાસ ખીલેલા કમલની સુગંધ જેવા હોય છે.
આ ચાર અતિશય તીર્થકરને જન્મથી હોય છે. કમક્ષયથી અગ્યાર અતિશય -
જ્ઞાનાવરણ વગેરે ચાર ઘાતિકર્મોના ક્ષયથી અગિયાર અતિશયે ઉત્પન્ન થાય છે,
તે જણાવે છે.
પ. એક જન પ્રમાણ સમવસરણ ભૂમિમાં કોડાકેડી પ્રમાણ દેવ, મનુષ્ય, તિર્યંચે પણ એકબીજાને પીડા ઉપજાવ્યા વગર સુખપૂર્વક સમાય છે.
૬. અર્ધમાગધી ભાષામાં બેલવા છતાં પણ ભગવાનની વાણુ મનુષ્ય-તિર્યંચ અને દેવોને પિતપોતાની ભાષામાં ધર્મબંધ આપે છે. આને ભાવાર્થ એ છે કે-જન સુધી વ્યાપિને રહેલી ભગવાનની વાણી એક સરખી હોવા છતાં પણ જેમ વાદળામાંથી પડેલું વરસાદનું પાણી, તે તે આશ્રય (સ્થાનરૂપે) પરિણમે છે તેમ અહીં પણ શ્રવણ કરનારના ધરૂપે પરિણમે છે. કહ્યું છે કે,
ભગવાનની વાણીને દેવો દૈવી ભાષારૂપે, મનુષ્ય મનુષ્યની ભાષારૂપે, ભલે ભીલભાષારૂપે અને તિર્ય તિર્યચી ભાષારૂપે સાંભળતા હોય છે.
આવા પ્રકારનો ઉપકાર જગતમાં અદ્દભુત એવા અતિશય વગર એકીસાથે જ ઉપર કર શક્ય નથી.
૭. પહેલા ઉત્પન્ન થયેલા રોગે, તાવ, અરુચી વિગેરે ઉપશમે છે અને નવા ઉત્પન્ન થતા નથી.
૮. પૂર્વમાં બંધાયેલા વૈર અને જાતિવૈરવાળા જેને પરસ્પર વિરોધ થતું નથી. ૯. ભગવાનની હાજરીમાં દુષ્કાળ પડતો નથી.