________________
૨૦૨
પ્રવચનસારોદ્ધાર
તરફ કુસુમવૃષ્ટિ કરે છે. એ પ્રમાણે સાંભળીને પિતાને બુદ્ધિશાળી માનતા કેટલાક કહે છે કે જ્યાં સાધુઓ હોય તે ભાગમાં દેવ ફૂલે વર્ષાવતા નથી. આ પણ ઉત્તરાભાસ છે. કેમકે સાધુઓ ત્યાં લાકડાની જેવી અવસ્થાવાળા થઈને તે એક જ ભાગમાં બેસી રહેતા નથી પણ કાર્ય વિશેષે તેમની અવર જવર થાય છે. માટે અહીં સમસ્ત ગીતાર્થોને સમ્મત એવો જવાબ અપાય છે.
એક યોજન પ્રમાણની સમવસરણ ભૂમિમાં અનેક દેવ દાનવ વગેરે લકથી તેનું મર્દન થતું હોવા છતાં પણ પરસ્પર ફૂલેના જીવને કંઈપણ પીડા થતી નથી. જાનું પ્રમાણ વેરાયેલા ઘણુ મકરંદ-પુષ્પરસરૂપી સમ્પત્તિથી યુક્ત, કલ્પવૃક્ષના ફૂલે, મચકુંદ, કુંદ, કુમુદ, કમલની પાંદડીઓ, મુકુલમાલતી, વિક–વિચકીલ વિગેરે ફૂલેના સમૂહની ઉપર ફરતા અને ઉભા રહેલા મુનિઓના સમુદાય હોય કે વિવિધ લોક સમૂહ હોય છતાં તેઓને પીડા નથી થતી પરંતુ અમૃતથી સિચાતા હોય તેની જેમ તેઓ ઘણું જ ઉલ્લસિત થાય છે. આમાં તીર્થકરના નિરૂપમ પ્રભાવથી ઉત્પન્ન થએલી અચિંત્ય કૃપા જ કારણ રૂપે છે.
પ્રશ્ન-દિવ્ય દવનિના વિષયમાં કેઈકે પ્રશ્ન કરે છે કે “સમસ્ત લોકેને આહાદ આપનાર, જાતિવંત સાકર દ્રાક્ષ વગેરેના રસ મિશ્રિત અને બરાબર ઉકાળેલા, ચીકાશવાળા, દૂઘ સમાન મીઠાશવાળા તીર્થંકરના અવાજનાં વિષયમાં દેવકૃત પ્રાતિહાર્ય કેવી રીતે ઘટે?
ઉત્તર :-આ સુંદર બુદ્ધિશાળીએ કહેલ વાત યંગ્ય છે. જો કે ખરેખર તીર્થકરની વાણું મનોહર પદાર્થના સમૂહથી અતિશય સુંદર શબ્દવાળી સ્વભાવથી જ હોય છે. પરંતુ જ્યારે માલવ કેશીકી વગેરે રોગોથી ભવ્યજનોના ઉપકાર માટે ભગવાન દેશના આપે છે, ત્યારે બંને પડખે રહેલા દેવે અતિ મનોહર વેણુ, વિણા, વાંસળી વગેરેના મનોહર અવાજ કરવા દ્વારા તીર્થંકરના શબ્દને અત્યંત મનોહર કરે છે. જેમ મીઠા અવાજે ગાતા યુવાન ગવૈયાના ગીતના અવાજને વણ વાંસળી વગેરે વગાડનાર માણસે સુંદર કરે છે. તેથી આ અપેક્ષાએ દિવ્ય દવનિ સ્વરૂપ પ્રાતિહાર્ય ઘટે છે એમાં કઈ વિરોધ આવતું નથી. (૪૪૦)
૪૦. ચોત્રીશ અતિશય रयरोयसेयरहिओ देहो १ धवलाई मंसरुहिराई २ । आहारानीहारा अद्दिस्सा ३ सुरहिणो सासा ४ ॥४४१॥ जम्माउ इमे चउरो एक्कारस कम्मखयभवा इहि । खेत्ते जोयणमेत्ते तिजयजणो माइ बहुओवि ५ ॥४४२॥