________________
૧૯૦
પ્રવચનસારદ્વાર સોળમા ખાનામાં મઘવા ચક્રવર્તીનું દેહમાન ૪રા ધનુષ. સત્તરમા ખાનામાં સનતકુમાર ચક્રવર્તીનું દેહમાન ૪૧ ધનુષ. અઢારમા ખાનામાં શાંતિનાથનું દેહમાન ૪૦ ધનુષ. ઓગણીસમા ખાનામાં કુંથુનાથનું દેહમાન ૩૫ ધનુષ. વીસમા ખાનામાં અરનાથનું દેહમાન ૩૦ ધનુષ. એકવીશમા ખાનામાં પુરુષપુંડરિકવાસુદેવનું દેહમાન ૨૯ ધનુષ. બાવીસમા ખાનામાં સુભૂમ ચક્રવર્તીનું દેહમાન ૨૮ ધનુષ. ત્રેવીસમા ખાનામાં દત્ત વાસુદેવનું દેહમાન ૨૬ ધનુષ. ચોવીશમા ખાનામાં મલ્લિનાથનું દેહમાન ૨૫ ધનુષ. પચ્ચીસમા ખાનામાં મુનિસુવ્રતસ્વામી અને મહાપદ્મ ચક્રવર્તીનું દેહમાન ૨૦ ધનુષ. છવીશમા ખાનામાં નારાયણવાસુદેવનું દેહમાન ૧૬ ધનુષ. સત્યાવીશમા ખાનામાં હરિષેણ ચક્રવર્તીનું દેહમાન ૧૫ ધનુષ. અઠ્યાવીશમા ખાનામાં જય ચક્રવર્તીનું દેહમાન બાર ધનુષ. ઓગણત્રીશમા ખાનામાં નેમનાથ અને કૃષ્ણ વાસુદેવનું દેહમાન ૧૦ ધનુષ. ત્રીશમા ખાનામાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દેહમાન ૭ ધનુષ. એકત્રીશમા ખાનામાં પાર્શ્વનાથનું દેહમાન ૯ હાથ. બત્રીશમા ખાનામાં મહાવીરસ્વામીનું દેહમાન ૭ હાથ કહ્યું છે. (૪૧૦-૪૧૮) उसहभरहाण दोण्हवि चुलसीई पुव्वसयसहस्साई । अजियसगराण दोण्हवि बावत्तरि सयसहस्साई ॥४१९॥ पुरओ जहकमेणं सट्ठी पण्णास चत्त तीसा य । वीसा दस दो चेव य लक्खेगो चेव पुव्वाणं ॥४२०॥ सिज्जसतिविठ्ठणं चुलसीई वाससयसहस्साई । पुरओ जिणकेसीण धम्मो ता जाव तुल्लमिणं ॥४२१॥ कमसो बावत्तरि सट्टि तीस दस चेव सयसहस्साई । मघवस्स चक्किणो पुण पंचेव य वासलक्खाई ॥४२२॥ तिनि य सणंकुमारे संतिस्स य वासलक्खमेगं तु । पंचाणउइ सहस्सा कुंथुस्स य आउयं भणियं ॥४२३॥
चुलसीइ सहस्साई तु आउयं होइ अरजिणिदस्स । पणसद्विसहस्साई आऊ सिरिपुंडरीयस्स ॥४२४॥ सद्विसहस्स सुभूमे छप्पन्न सहस्स हुंति दत्तस्स । पणपण्णसहस्साई मल्लिस्सवि आउयं भणियं ॥४२५॥