________________
૧૭૮
પ્રવચનસારોદ્ધાર ૧૧. શ્રેયાંસનાથની શ્રીવત્સા નામે દેવી છે મતાંતરે માનવીદેવી છે. તેને ગૌર વર્ણ, સિંહનું વાહન તથા ચાર હાથ છે. જમણે બે હાથમાં વરદાનમુદ્રા અને મુદ્દગાર છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે.
૧૨. વાસુપૂજ્યસ્વામિની પ્રવરા નામે દેવી મતાંતરે ચંડાદેવી છે. તેને શ્યામ વર્ણ, ઘડાનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાન મુદ્રા અને શક્તિ છે તથા ડાબા બે હાથમાં ફૂલ અને ગદા છે.
૧૩. વિમલનાથની વિજયાનામે દેવી છે મતાંતરે વિદિતાદેવી છે. તેને હડતાલ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં બાણ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને નાગ છે.
૧૪. અનંતનાથની અંકુશા નામે દેવી છે. તેને ગૌર વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખડ્રગ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ઢાલ અને અંકુશ છે.
૧૫. ધર્મનાથની પન્નગા નામે દેવી છે. મતાંતરે કંદર્પદેવી છે. તેને ગૌર વર્ણ, મસ્યનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં કમળ અને અંકુશ છે તથા ડાબે બે હાથમાં કમળ અને અભયમુદ્રા છે.
૧૬. શાન્તિનાથની નિર્વાણદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમંડળ અને કમળ છે.
૧૭. કુંથુનાથની અગ્રતા નામે દેવી છે મતાંતરે બલાદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, મયુરનુ વાહન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં બીરૂ અને ફૂલ છે તથા ડાબા બે હાથમાં મુષુદ્ધિ અને કમળ છે.
૧૮. અરનાથની ધરણી નામે દેવી છે. તેને નીલવર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતલિંગ અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમળ અને અક્ષમાળા છે.
૧૯. મલ્લિનાથની વૈરૂટ્યા નામે દેવી છે. તેને કૃષ્ણવર્ણ કમલનું આસન, અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાળા છે. તથા ડાબા બે હાથમાં બીરૂ અને શક્તિ છે.
૨૦. મુનિસુવ્રતસ્વામિની અચ્છતા નામે દેવી છે. મતાંતરે નરદત્તાદેવી છે. તેને સુવર્ણવર્ણ, ભદ્રાસનનું આસન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં વરદાન મુદ્રા અને અક્ષમાળા છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને ફૂલ છે. '
૨૧. નમિનાથની ગાંધારી નામે દેવી છે તેને કવેતવર્ણ, હંસનું વાહન અને ચાર