________________
૨૭ યક્ષિણી
૧૭૭ ૧૬. નિર્વાણું, ૧૭. અય્યતા, ૧૮. ધરણી, ૧૯વૈરુટયા ૨૦. અ છુપ્તા, ૨૧. ગાંધારી, ૨૨, અંબા, ૨૩. પદ્માવતી, ૨૪. સિદ્ધાયિકા.
૧. ઋષભદેવની ચકકેશ્વરીદેવી મતાંતરે અપ્રતિચકા દેવી છે. તેને સુવર્ણ વર્ણ, ગરૂડનું વાહન અને આઠ હાથ છે. જમણું ચાર હાથમાં વરદાનમુદ્રા, બાણ, ચક અને પાશ છે તથા ડાબા ચાર હાથમાં ધનુષ, વા, ચક્ર અને અંકુશ છે.
૨. અજિતનાથની અજિતાદેવી અથવા અજિતબલા છે. તેને ગૌર વર્ણ, લેહાસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીરૂ અને અંકુશ છે.
૩. સંભવનાથની દુરિતારિદેવી છે. તેને ગૌર વર્ણ, મેષનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં ફલ અને અભયમુદ્રા છે.
૪. અભિનંદન સ્વામિની કાલી નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ છે.
૫. સુમતિનાથની મહાકાલી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાન મુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીજેરૂ અને અંકુશ છે.
૬. પપ્રભુની અય્યતા નામે દેવી છે. મતાંતરે શ્યામા નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, નરનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને વિષ્ણુ છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને અભયમુદ્રા છે.
૭. સુપાર્શ્વનાથની શાંતા નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષસૂત્ર છે. તથા ડાબા બે હાથમાં ફૂલ અને અભયમુદ્રા છે.
૮. ચંદ્રપ્રભુની જવાલા નામે દેવી છે. મતાંતરે ભકુટિ દેવી છે. તેને પીળો વર્ણ, વાલક નામના પ્રાણીનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખગ અને મુગર છે તથા ડાબા બે હાથમાં ફલક એટલે ઢાલ અને પરશુ છે.
૯ સુવિધિનાથની સુતારાદેવી છે. તેને ગૌર વર્ણ, વૃષભનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે.
૧૦. શીતલનાથની અશેકાદેવી છે. તેને નીલ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે.