________________
૧૬૮
પ્રવચનસારોદ્ધાર જુદા જુદા પ્રકારના વૈક્રિય રૂપે કરવાની શક્તિવાળા વૈક્રિય લબ્ધિવંત મુનિઓ (૧) પ્રથમ જિનના ૨૦,૬૦૦, (૨) અજિતનાથના ૨૦,૪૦૦, (૩) સંભવનાથના ૧૯,૮૦૦,(૪) અભિનંદન સ્વામિના ૧૯૦૦૦, (૫) સુમતિનાથના ૧૮,૪૦૦, (૬) પદ્મપ્રભુના ૧૬,૮૦૦, (૭) સુપાર્શ્વનાથના ૧૫,૩૦૦, લેક–પ્રકાશમાં ૧૫૦૩૦ કહ્યા છે. (૮) ચંદ્રપ્રભના ૧૪,૦૦૦, (૯) સુવિધિનાથના ૧૩૦૦૦, (૧૦) શીતલનાથના ૧૨૦૦૦, (૧૧) શ્રેયાસનાથના ૧૧,૦૦૦, (૧૨) વાસુપૂજ્ય સ્વામિના ૧૦,૦૦૦ (૧૩) વિમલનાથના ૯,૦૦૦ (૧૪) અનંતનાથના ૮,૦૦૦, (૧૫) ઘર્મનાથના ૭,૦૦૦ (૧૬) શાન્તિનાથના ૬,૦૦૦, (૧૭) કુંથુનાથના પ૧,૦૦, (૧૮) અરનારના ૭૩૦૦ (૧૯) મલ્લિનાથના ૨૯૦૦ (૨૦) મુનિસુવ્રતસ્વામિના ૨૦૦૦, (૨૧) નમિનાથના ૫,૦૦૦, (૨૨) નેમનાથના ૧૫૦૦, (૨૩) પાર્શ્વનાથના ૧૧૦૦, (૨૪) મહાવીરસ્વામીના ૭૦૦-એ રીતે કુલ વૈક્રિયલબ્ધિવંત મુનિઓની સંખ્યા, બે લાખ પીસ્તાલીસ હજાર બસ આઠ હતી. (૩૪૦-૩૪૩)
૧૯. વાદિ મુનિઓની સંખ્યા सड्ढछसया दुवालस सहस्स १ बारस य चउसयब्भहिया २। बारे ३ कारस सहसा ४ दससहसा छसयपन्नासा ५ ॥३४४॥ छन्नउई ६ चुलसीई ७ छहत्तरी ८ सट्टि ९ अट्ठवन्ना य १० । पन्नासाइ सयाणं ११ सयसीयालाऽहव बयाला १२॥ ३४५ ॥ बत्तीसा १३ बत्तीसा १४ अट्ठावीसा १५ सयाण चउव्वीसा । १६ बि सहस्स १७ सोलससया १८ चउदस १९ बारस २०दससयाई २१ ॥३४६॥ अट्ठसया २२ छच्च सया २३ चत्तारि तयाई २४ हुंति वीरम्मि । वाइमुणीण पमाणं चउवीसाए जिणवराण ॥३४७।।
(૧) પ્રથમ જિનના વાદિ મુનિએ ૧૨,૬૫૦, (૨) અજિતનાથના ૧૨,૪૦૦, (૩) સંભવનાથના ૧૨,૦૦૦, (૪) અભિનંદન સ્વામીના ૧૧,૦૦૦, (૫) સુમતિનાથના ૧૦,૬૫૦, (૬) પદ્મપ્રભના ૯,૬૦૦, (૭) સુપાર્શ્વનાથના ૮,૪૦૦, સમવાયાંગમાં ૮,૬૦૦ (૮) ચંદ્રપ્રભના ૭,૬૦૦, (૯) સુવિધિનાથના ૬,૦૦૦, (૧૦) શીતલનાથના ૫,૮૦૦, (૧૧) શ્રેયાંસનાથના ૫૦૦૦, (૧૨) વાસુપૂજ્યના ૪,૭૦૦ મતાંતરે ૪,૨૦૦, (૧૩) વિમલનાથના ૩,૨૦૦, લોકપ્રકાશમાં ૩,૬૦૦, (૧૪) અનંતનાથના ૩,૨૦૦, (૧૫) ધર્મનાથના ૨,૮૦૦, (૧૬) શાંતિનાથના ૨,૪૦૦, (૧૭)કુંથુનાથના ૨૦૦૦, (૧૮)અરનાથના ૧૬૦૦,(૧૯)મલ્લિનાથના ૧,૪૦૦, (૨૦) મુનિસુવ્રતસ્વામીના ૧૨૦૦, (૨૧) નમિનાથના ૧,૦૦૦, (૨૨) નેમનાથના ૮૦૦, (૨૩) પાર્શ્વનાથના ૬૦૦, (૨૪) મહાવીર સ્વામીના ૪૦૦, આ મુનિઓ વાદ યુદ્ધમાં દેવ-દાનથી પણ અપરાજિત હોય છે, તે ચોવીસે જિનના સર્વ વાદી મુનિઓની સંખ્યા એક લાખ છવ્વીસ હજાર બસો થાય છે. (૩૪૪-૩૪૭)