________________
૧૪૪
પ્રવચનસારોદ્ધાર બીજે ક્યાંય જતું ન રહે તથા નિયમ પૂરે થશે ત્યારે હું લઈ લઈશ –એમ વિચારી પિતાના સગાવ્હાલાને આપે, તે વ્રત સાપેક્ષપણાની બુદ્ધિ હેવાથી અતિચાર કહેવાય.
૩. ધન-અનાજ વગેરે પોતાના નિયમ ઉપરાંત થાય એટલે બીજાનાં ઘરે પિતાના નિયમના સમય સુધી મૂકી રાખે.
ધન ચાર પ્રકારે છે. ૧. જાયફળ, ફેફળ વગેરે ગણિમ, ૨. કંકુ, ગોળ વગેરે ધરિમ, ૩. ઘી-તેલ વગેરે ચોપડવાનું મેય, ૪. રત્ન-વસ્ત્ર વગેરે પરિછે.
ધાન્ય સત્તર પ્રકારે છે. ત્રિહી, ડાંગર, જવ, મસુર, ઘઉં, મગ, અડદ, તલ, ચણા, કેદરા, મઠ, શાલી, ચોળા, વાલ, શણ, અણુ, પ્રિયંગુ.
પહેલાં લીધેલ ધન ધાન્યનાં નિયમવાળો, કોઈ કોઈની પાસેથી મળેલ ધન-ધાન્ય વગેરેને હાલમાં મારે ત્યાં લઈ જઈશ, તે નિયમ ભંગ થશે માટે જુન માલ વેચાઈ જાય પછી કે નિયમ પૂરો થયા પછી લાવીશ. આમ વિચારી વચનબદ્ધ થવાપૂર્વક કે મૂઢકા વગેરેનાં બંધનપૂર્વક અથવો બાનું વગેરે આપવાપૂર્વક તેના જ ઘરમાં તે મૂકી રાખે તે અતિચાર લાગે.
૪. જેને બે પગ હોય તે દ્વિપદ. જેમકે સ્ત્રી, અંતઃપુર, દાસ-દાસી-કર—સૈનિક વગેરે. તથા હંસ-મયૂર-કૂકડો–પોપટ-સારસ–ચકેર–કબુતર વગેરે. જેને ચાર પગ હોય તે ચતુષ્પદ. જેમકે ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઊંટ, ગધેડા, હાથી, ઘેડા વગેરે તે દ્વિપદ અને ચતુષ્પદને ગર્ભધારણ કરાવે. જેમ કેઈકે દ્વિપદ-ચતુષ્પદ પરિમાણને એક વર્ષ માટે નિયમ કર્યો હોય, તેને વર્ષની અંદર પ્રસૂતિ થવાથી દ્વિપદ વગેરેની વૃદ્ધિ થવાથી વ્રતભંગ થશે–એવી બીકથી કેટલોક ટાઈમ ગયા પછી ગર્ભ ધારણ કરાવે. ગર્ભમાં દ્વિપદ વગેરેનાં સદભાવથી વ્રતભંગ અને બહાર ન હોવાથી વ્રતને અભંગ. એમ ભંગાભંગ રૂપ અતિચાર.
૫. કુખ્ય એટલે સોનુ-રૂપે છેડીને કાંસુ, લેટું, તાંબુ, સીસુ, વાંસ, વિકાર, સાદડી, માચડી, માંચા, મંથાન, ત્રાજવું, રથ, ગાડી, હળ, માટીનાં વાસણો વગેરે ઘર વખરીની. સંખ્યા (પરિમાણ) ને અલ્પધનવાળી હોય તે બહુમૂલ્યવાળી કરે.
જેમકે થાળી વગેરે ઘરવખરી નિયમ ઊપરાંત કંઈક અધિક થાય, ત્યારે અલ્પ. મૂલ્યવાળી થાળી વગેરે બીજી થાળી વગેરે સાથે ભેળવી ઘણું મૂલ્યવાળી કરે જેથી નિયમ ન ભાંગે. એ પ્રમાણે પર્યાયાંતર કરીને નિયમ ઉપરાંત સંખ્યા ન થવા દ્વારા સંખ્યા અખંડ રાખવારૂપ પાંચ અતિચાર. આ પાંચમે વ્રતનાં અતિચારો છે. (૨૭૮-૨૭૯)
પાંચ અણુવ્રતનાં પાંચ પાંચ અતિચારે કહ્યા. હવે ગુણવ્રતનાં અતિચાર કહે. છે. તેમાં પહેલાં દિશાપરિમાણરૂપ ગુણવ્રતનાં અતિચાર કહે છે.