________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર :
૧૪૩ પુત્ર રક્ષા કરે છે. એટલે સ્ત્રી સ્વતંત્રતાને યોગ્ય નથી.” જો કે યાદવ શિરોમણી કૃષ્ણ મહારાજા, ચેટક મહારાજા વગેરેને પોતાના સંતાનોનાં પણ વિવાહનો નિયમ હતો પણ તે બીજા વિવાહની ચિંતા કરનાર હોવાથી હોઈ શકે એમ જાણવું. આમ થા વ્રતના આ પાંચ અતિચારે છે. (૨૭૭) પાંચમા વ્રતના અતિચાર –
जोएइ खेत्तवत्थूणि १ रुप्पकणयाइ देइ सयणाणं २। धणधन्नाइ परघरे बंधइ जा नियमपजतो ३ ॥२७८।। दुपयाइँ चउप्पयाइँ गभं गाहेइ ४ कुप्पसंख च ।
अप्पधणं बहुमोल्लं ५ करेइ पंचमवए दोसा ॥२७९॥ ૧. ખેતર-ઘર એકઠા કરે, ૨. સેનું-રૂપુ સ્વજનોને આપી દે, ૩. નિયમ ઉપરાંત ધન-ધાન્યને બીજાનાં ઘરે રાખે, ૪, દ્વિપદ-ચતુષ્પદના ગર્ભને ગ્રહણ કરાવે, ૫. કુષ્ય સંખ્યાને અપકિમતવાળીને ઘણી કિંમતવાળી કરે -એપાંચમા વ્રતનાં અતિચારે છે.
ધન-ધાન્યાદિ વતુરૂપ નવપ્રકારનાં પરિગ્રહ પરિમાણરૂપ પાંચમા વ્રતનાં અતિચારે. આ પ્રમાણે જાણવા.
૧. ખેતર-જમીનને ભેગા કરવા. ખેતર એટલે જેમાં અનાજ પાકે તેવી જમીન. તે ત્રણ પ્રકારની છે. સેતુ-કેતુ અને ઉભયરૂપ. જેમાં ઈંટ વગેરે દ્વારા પાણી સીંચાય તે સેતુ. જેમાં વરસાદનાં પાણીથી અનાજ પાકે તે કેતુ. અને જેમાં રંટ વગેરે અને વરસાદના પાણીથી ખેતી થાય તે ઉભય ખેતર કહેવાય.
વાસ્તુ-ઘર-દુકાન-ગામ-નગર વગેરે. ઘર ત્રણ પ્રકારે છે. ભોંયરા વગેરેવાળું ઘર તે ખાત કહેવાય. માળવાળું ઉચ્છિત અને ભયરા અને માળવાળું ઘર તે ખાતેચ્છિત કહેવાય. .
જેમ કેઈ પરિગ્રહ વ્રતધારીએ એક ખેતર પરિગ્રહમાં રાખ્યું છે. હવે બાજુમાં રહેલાએ તેને પોતાનું ખેતર આપ્યું, ત્યારે તે પોતાના નિયમના ભંગની શક્યતા હોવાથી બીજાએ આપેલ ખેતરને પોતાના ખેતર સાથે એવી રીતે જોડી દે, કે જેથી બે ખેતર એક જ ખેતર લાગે-એ પ્રમાણે બીજાએ આપેલ ઘર વગેરેને પણ ભીંત વગેરે દૂર કરી પોતાના ઘર વગેરે સાથે મેળવી એક કરે છે તે અતિચાર છે.
૨. ચાર માસ વગેરે કારણે મર્યાદાપૂર્વક સેનારૂપાનું જે પરિમાણ ગ્રહણ કર્યું હેય, તેનાથી વેપાર વગેરે દ્વારા અધિક થઈ જાય, ત્યારે મારે નિયમ ન ભાંગે અને