________________
૪. પ્રત્યાખ્યાન દ્વારઃ
૧૧૧ બહુબીજ ૧૭. સંધાન, બીજેરા વિગેરેના અથાણું (બર અથાણું) ઉત્પત્તિ થતી હોવાથી. ૧૮. દેલવડા એટલે (દહીંવડા) ઉપલક્ષણથી કાચા ગોરસમાં કઠોળના સંપકંથી કેવલી ગમ્ય સૂક્ષમ જીવોની ઉત્પત્તિને સંભવ હોવાથી ત્યાજ્ય છે. ૧૯. નિદ્રા અને કામોદ્દીપન કરનાર હોવાથી દોષકારક રીંગણ ત્યાજ્ય છે. ૨૦. પિતે અથવા બીજા જેના નામ ન જાણતા હોય તેવા અજાણ્યા નામવાળા ફળ-ફૂલે. છોડવા. અજાણતા નિષિદ્ધ ફળ વાપરવાથી વ્રતભંગને સંભવ અને ઝેરી ફળ વાપરવાથી પ્રાણનાશને સંભવ છે. ૨૧. મહુડા બિલવ વિગેરેના તુચ્છ એટલે નિસ્સાર ફળ. તુચ્છ ફળના ઉપલક્ષણથી કુલ, સરણી, શિશુ વર્ષાઋતુમાં ડાંગર વિગેરેના પાંદડા, ઘણું જીવાથી સંમિશ્ર હોવાથી અથવા તરફળ એટલે અર્ધપક્વ કેમળ ચખા વિગેરેની ફળી. તે ખાવા છતાં પણ જેવી જોઈએ તેવી ભૂખ શમે નહીં. તેથી ઘણું દોષો થાય છે. ૨૨. ચલિત રસ એટલે બગડેલું અન્ન ઉપલક્ષણથી ફણગાવાળું અનાજ વિગેરે અને બે દિવસ વીતી ગયા પછીનું દહીં છોડવું. કેમકે જીવની ઉત્પત્તિ થવાથી પ્રાણાતિપાત વિગેરે દેશોનો સંભવ છે–આ બાવીસ ત્યાજ્ય વસ્તુઓને દયાળુ ચિત્તવાળા હે ભવ્ય જન! તમે ત્યાગ કરે.(૨૪૫-૨૪૬)