________________
૧૧૦
પ્રવચનસારોદ્ધાર ઉપર ક્યારામાં સુકી પોપડી થઈ જાય છે. ચીકણી ખડીથી બનાવેલ ચેકના ટુકડા કરવાથી સરખા ભાગ થાય છે અને એવી રીતે જે વનસ્પતિમાં થાય તે અનંતકાય જાણવી...(૨૪૩)
गढसिरागं पत्तं सच्छीरं जं च होइ निच्छीरं ।
जं पि य पयावसंधि अणंतजीवं वियाणाहि ।। २४४ ॥ જેના પાંદડા દૂધવાળા હોય કે દૂધ વિનાના હોય તો પણ જેની સિરા (નસે) જણાય નહીં તે ગૂઢસીર, જેના સાંધા અત્યંત ગરમ હોય તે પ્રતાપસંધિ, પાંદડાના બે અડધા ભાગને જોડનાર સાંધે બિલકુલ જણાય નહીં તે પ્રનષ્ટસંધિ કહેવાય, તે અનંતકાય જાણવું. (૨૪૪) અભક્ષ્યા-ત્યાગવા લાયક વસ્તુઓ
पंचुम्बरि चउविगई हिमं विस करगेय सव्वमट्टी य । रयणी-भोयणगं चिय बहुबीय अणंत संधाणं ॥ २४५ ॥ घोलवडा बायंगण अमुणि अनामाणि फुल्ल-फलयाणि ।
तुच्छफलं चलियरसं वज्जह वज्जाणि बावीसं ॥ २४६ ॥ પાંચ ઉદુમ્બર, ચાર વિગઈ, હિમ, ઝેર, કરા, સર્વ પ્રકારની માટી, રાત્રિ ભેજન, બહુબીજ, અનંતકાય, સંધાન એટલે બરઅથાણું, દહીંવડા, વેંગણ, અજાણ્યા ફળ-ફૂલ, તુચ્છફળ, ચલિતરસ-આ બાવીશ ત્યાજ્ય વસ્તુઓ છે.
૧. વડ, ૨. પીપળો, ૩. ઉદુમ્બર ૪. પ્લેક્ષ, ૫. કાક ઉદુમ્બર–આ પાંચ ઉદુમ્બર કહેવાય. એના મસક આકારના ફળ સૂક્ષ્મ જીવોથી ભરેલ છે, માટે ત્યાજ્ય છે. ૬. દારૂ, ૭. માંસ, ૮. મધ, ૯. માખણ–આ ચાર મહાવિગઈઓ છોડવા યોગ્ય છે. કેમકે એમાં તરત જ એના રંગના અનેક જીવોની ઉત્પત્તિ થયા છે. ૧૦. સફેદ અસંખ્ય અપકાય જીવમય હિમ ૧૧. મંત્ર વડે શક્તિ હણાયેલ હોવા છતાં પણ, પેટમાં રહેલા ગંડેલા વિગેરે જીવોને નાશક, તેમજ મરણ વખતે મહામહ ઉત્પાદક હેવાથી, વિષ ત્યાજ્ય છે. ૧૨. અસંખ્ય અપકાય જીવમય કરા. ૧૩. દેડકાં વિગેરે પંચેન્દ્રિયજીની ઉત્પત્તિનું કારણ હોવાથી સર્વ જાતની માટીએ.
. ૧૪. આ લોક અને પરલોકના દેષથી દુષ્ટ તથા ઘણું સંપાતિત જીના પડવાને સંભવ હોવાથી રાત્રિભેજન ત્યાજ્ય છે. ૧૫. અનંતા જીવોની પરંપરા નાશક અનંતકાય. ૧૬. પંપિટા વિગેરે બહુબીજ તેમાં દરેક બીજના ના નાશને સંભવ હોવાથી
૧ સર્વ શબ્દ ખડી વિગેરે માટી અને એની અંદર રહેલા પેટભેદોના પ્રહણ માટે લીધો છે. તેનું ભક્ષણ કરવાથી આમાશયનાં દોષ. વિગેરે ઉત્પન્ન થાય છે.