________________
૪. પ્રત્યાખ્યાન દ્વાર :
ગોળ, મરી, અજમે, જીરૂ, હરડે, બહેડા, આમલા, આમલી, કડવા ભાંડ વિગેરે અનેક પ્રકારે સ્વાદિમ જાણવા. (૨૧૦)
पाणमि सरयविगई खाइम पक्कन्न अंसओ भणिओ ।
सारमि गुलमहु विगई सेसाओ सत्त असणमि ॥ २११ ॥ દસ વિગઈમાંથી કઈ વિગઈ કયા આહારમાં ગણાય છે. કહે છે, પાણી આહારમાં સરક વિગઈ એ આવે છે. બાકીની દૂધ, દહીં, ઘી, તેલ, પકવાન, માખણ, માંસરૂપ સાત વિગઈ એ અશન આહારમાં આવે છે. (૨૧૧) નીચેના કારણોથી કરેલ પચ્ચકખાણ વિશુદ્ધ થાય છે, તે કહે છે.
फासियं पालियं चेव, सोहियं तीरियं तहा ।
कित्तियमाराहियं चेव, जएज्जा एरिसम्मि उ ॥ २१२ ॥ સ્પતિ, પાલિત, શોભિત, તિરિત, કીર્તિત અને આરાધિત–આ કારણે વડે પ્રત્યાખ્યાનમાં વધુ પ્રયત્ન કરે..
ફાસિયું એટલે સ્પર્શિત. જેને સ્પર્શ કરાય તે સ્પર્શિત. એટલે પચ્ચખાણ વિધિપૂર્વક લેવું તે.
પાલિત એટલે વારંવાર ઉપગપૂર્વક (સાવધાનીપૂર્વક) પચ્ચક્ખાણની રક્ષા કરવી તે.
શભિત એટલે ગુરુ વિગેરેએ આપેલ શેષ ભેજન વાપરવાપૂર્વક ભાવવું તે.
તિરિત એટલે પચ્ચકખાણને ટાઈમ પૂરે થવા છતાં પણ કંઈક વધારે ટાઈમ રાહ જોઈને પચ્ચકખાણ પારવું તે.
કીર્તિત એટલે ભેજન વેળાએ મેં અમુક પચ્ચખાણ કર્યું છે, તે પૂરું થયું માટે હવે ખાઉં છું-એમ શબ્દોચ્ચાર કરવો તે.
આ કારણે વડે પચ્ચકખાણને પૂર્ણ કરવું, જેથી અહંદુ આજ્ઞાનું અપ્રમત્તપણે પાલન થાય છે અને નિર્જરાનું કારણ થાય છે. આ રીતે પચ્ચકખાણ આરાધવામાં પ્રયત્ન કરવો જોઈએ. (૨૧૨)
उचिए काले विहिणा पत्तं जं फासियं तयं भणियं ।
तह पालियं च असई सम्म उवओगपडियरियं ॥ २१३ ॥ સ્પષ્ટ-એટલે સ્પર્શ થયેલું. અર્થાત્ ઉચિત સમયે વિધિપૂર્વક જે પચ્ચકખાણ લીધું હોય છે. તે આ પ્રમાણે હોય છે. પચ્ચખાણના સૂત્રને સારી રીતે જાણતે સાધુ અથવા શ્રાવક, સૂર્ય ઉગ્યા પહેલા જ આત્મસાક્ષીએ કે ચૈત્ય, સ્થાપનાચાર્યની સમક્ષ પોતે