________________
૯૮
અશન
असणं ओयण सत्युगसुग्ग जगाराड़ खज्जगविहि य । खीरा सूरणाई मंडगपभिई य विन्नेयं ॥ २०७॥
પ્રવચનસારાદ્ધાર
ભાત વિગેરે અનાજ, સર્ફ્યુ વિગેરે લાટ, મગ વિગેરે કઢાળ, (જગારી) રાખડી વિગેરે (ખાદ્ય પદાર્થો), ખાજા, માંડા, લાડુ, પુરી, ઘેખર, લાપસી, સ્વચ્યુત વિગેરે પકવાના તથા ખીર વિગેરેથી દહીં, ઘી, છાશ, આસામણુ, શ્રીખંડ વિગેરે, સૂરણ વિગેરેથી આદુ વિગેરે સમસ્ત વનસ્પતિથી બનતા શાકને ગ્રહણ કરવા. મંડક વિગેરેથી ઘઉંના ઠાઠા, કુલેર, ચુરમુ, ઇડરિકા વિગેરે વસ્તુએ અશન આહારરૂપ જાણવી. (૨૦૭)
પાન—
पाणं सोवीरजवोदगाइ चित्तं सुराइयं चेव ।
आउकाओ सव्वो कक्कडग जलाइयं च तदा ॥ २०८ ॥
સાવીર એટલે કાંજી, યવાદક વિગેરે એટલે જવ, ઘઉં, ચાખા, કાદરા વિગેરેના ધાવણુનું પાણી, જુદી–જુદી જાતના દારૂ વિગેરે શબ્દથી સરખત વિગેરે અનેક પ્રવાહીએ ગ્રહણકરવા તથા સરોવર, તળાવ, કૂવા, નદી વિગેરેનું પાણી, કાકડી, ચીભડા, આંખલી વિગેરેનું પાણી, ખજૂર, દ્રાક્ષ, ચિચિણીકા, શેરડીના રસ વિગેરે પાણી આહારરૂપ જાણવુ. (૨૦૮) ખાદિમ
भत्तोसं दंताई खज्जूरगनालिकेर दक्खाई |
कक्कडी अंबग कणसाइ बहुविहं खाइमं नेयं ॥ २०९ ॥ ભક્ત એટલે ભાજન પણ રૂઢીથી તા ભુંજેલા ઘઉં ચણા વિગેરે તે ભક્તોષ કહેવાય. દાંતને જે હિતકારી છે તે દંત્ય કહેવાય. ગુંદા વિગેરે આદિ શબ્દથી, ચારાલી, ખાંડ, શેરડી, સાકર વિગેરે જાણવી. અથવા દેશ વિશેષે પ્રસિદ્ધ ગાળ દ્વારા સંસ્કારિત દંતપચન દંતાદિ કહેવાય છે. તથા ખજૂર, નાળીયેર, દ્રાક્ષ વગેરે આદિ શબ્દથી અખરોટ, બદામ વિગેરેનું ગ્રહણ કરવું તથા કાકડી, કેરી, ફણસ, કેળા વિગેરે ક્ળાને ગ્રહણ કરવા આ પ્રમાણે અનેક પ્રકારના ખાદિમ જાણવા. (૨૦૯)
સ્વાદિમ
दंतवणं तंबोलं चितं तुलसी कुहेडगाईयं ।
महुपिप्पल सुंठाई अणेगहा साइमं नेयं । २१० ॥
જે લાકડીના ટુક્ડાવડે દાંતા પિવત્ર એટલે ચાક્ખા કરાય તે દાંત પાવન એટલે દાતણ કહેવાય. તાંબુલ એટલે નાગરવેલના પાન, સાપારી, જાયફળ, વિગેરે અનેક પ્રકારે છે. તુલસીના પાન, કુહેડક એટલે સૂઠના પિંડ, જીરૂ, હળદર વિગેરે. મધ, પિપળ, સૂંઠ,