________________
૪. પ્રત્યાખ્યાન દ્વાર :
८७
દૂધ, ભાત, મગ વિગેરે એક, બે દ્રવ્યનાં પરિમાણપૂર્વક બીજા આહારનો ત્યાગ કરાય, -તે પરિમાણકૃતપ્રત્યાખ્યાન કહેવાય છે. (૧૯૭)
सव्वं असणं सव्वं च पाणगं खाइमंपि सव्वंपि ।
वोसिरइ साइमंपि हु सव्वं जे निरवसेसं तं ॥ १९८ ॥
અશ” ધાતુ, ભોજન અર્થ માં છે. તેથી ભાત, લાડુ, ખાજા વિગેરે (દ્વારા પેટ ભરીને) ખવાય તે અશન. જે પીવાય તે પાન કહેવાય,જેમકે ખજુર, દ્રાક્ષના પાણી વિગેરે. જે ખવાય તે ખાદિમ નાળિયેર, ફળ, ગોળધાણ વિગેરે. જે સ્વાદ કરાય તે સ્વાદિમ ઇલાયચી, કપુર, લવિંગ, સોપારી, હરડે, નાગરવેલ વિગેરે. તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને સર્વથા ત્યાગ કરવો તે સર્વ નિરવશેષ-પચ્ચક્ખાણ જાણવું. (૧૯૮)
केयं गिहंति सह तेण जे उ तेसिमिमं तु साकेयं । अहवा केयं चिधं सकेयमेवाहु साकेयं ॥ १९९ ॥ अंगुट्ठी-गठी-मुट्ठी-घरसेयुस्सासथियुग-जोईक्खे ।
पच्चक्खाण विचाले किच्चमिणमभिग्गहेसुवि य ॥२०॥ કેત એટલે ગૃહ (ઘર) તે સહિત જે રહે તે ગૃહસ્થ. તે ગૃહસ્થનું જે પરચકુખાણ, તે સાકેત. અથવા કેત એટલે ચિહ્ન સહિત જે પચ્ચકખાણ તે સાકેત કહ્યું છે. અંગુઠી, ગંઠી, મુઠ્ઠી, ઘર, પરસેવાના ટીપા, શ્વાસોશ્વાસ, પરપોટા, દીપક વિગેરે પશ્ચકખાણ સાથે તેમજ અભિગ્રહરૂપે પણ કરી શકાય છે.
કિત ધાતુ નિવાસ અર્થમાં છે. આથી કેત એટલે ઘર કહેવાય. તે ઘર સહિત જે હોય તે ગૃહસ્થ કહેવાય. તે ગૃહસ્થનું જે પચ્ચકખાણ, તે સાકેત. આ પચ્ચખાણ પ્રાયઃ કરીને ગૃહસ્થને જ હોય અથવા કેત એટલે ચિહ, તે કેત સહિત તે સકેત. સંકેત એજ સાકેત' તેને મુનિઓ સાકેત પચ્ચખાણ કહે છે..
તે સકેત પચ્ચકખાણ આ પ્રમાણે હોય છે. કેઈક શ્રાવક પિરિસિ વિગેરે પચ્ચ“ખાણ કરી ખેતરે ગયે હોય, કે ઘરે રહ્યો હોય, પરસિ આદિ પૂરી થઈ ગઈ હોય પણ રસોઈ ન થઈ હોય, તો તેટલે ટાઈમ પચ્ચખાણ વગર ન જાય માટે અંગુઠા વિગેરેનું ચિહ્ન કરે એટલે કે જ્યાં સુધી અંગુઠો, મુઠી, ગાંઠ છોડું નહીં ત્યાં સુધી, ઘરમાં પ્રવેશ કરું નહીં ત્યાં સુધી, પરસેવો સુકાય નહીં ત્યાં સુધી, આટલા શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધી, પાણીની માંચિ વિગેરે પર રહેલ પાણીના ટીપા સુકાય નહીં ત્યાં સુધી અથવા દીવો બૂઝાય નહીં ત્યાં સુધી ખાઈશ નહીં.
અંગુષ્ટ વિગેરે પચ્ચખાણને એગ્ય જે ક્રિયા હોય, તે તેના સ્થાને યથાયોગ્ય ૧. પ્રજ્ઞાદિત્યાત સ્વાથમાં “માપ્રત્યય લાગવાથી સકેતને સાકેત થયા છે.