________________
શ્રીસુપ્રતિષ નામના મહર્ષિની કથા.
( ૭ ) ગેને સહન કરનાર એ હર્ષિ સર્વે સાધુઓમાં વખાણવા ગ્ય કેમ ન હોય ? અનુક્રમે કાલે કરી સર્વ કર્મને ખપાવી કેવલજ્ઞાન પામેલા તે લેહર્ષિ એક્ષપદ પામ્યા. હે ભવ્યપુરૂષ! આ પાપનો નાશ કરનારૂં લહર્ષિનું ચરિત્ર સાંભળી જિનેશ્વર પ્રભુએ કહેલા ધર્મને વિષે ઉદ્યમ કરો.
“શ્રી જો’ નામના ઉપની મા પૂ.
“શ્રીમતિ” નામના પર્વની ચા |
પ્રતિષ્ઠાના એક સ્થાનરૂપ કઈ ધનવંત શ્રેષ્ઠિપુત્ર સુપ્રતિષ્ઠ, શ્રીવીરપ્રભુના મુખથી અરિહંતને શુદ્ધ ધર્મ સાંભળે. તેથી ભેગસુખ ત્યજી દઈ સંવેગ પામેલા તેણે તૃણદિની પેઠે બાહ્ય અને આત્યંતરના સર્વ સંગ ત્યજી દીધા એટલું જ નહિ પણ પિતાનું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રને વિષે વાપરી તેણે શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ક્ષમા અને સરળતાદિ ગુણયુક્ત એવા તે મહા મુનિ, સિદ્ધાંતમાં કહેલા સર્વે તપ કરવા લાગ્યા.
એકદા વિનયવાળા તે સુપ્રતિષ્ટ મુનિએ શ્રી વદ્ધમાન પ્રભુને પ્રણામ કરી હાથ જેડીને પૂછયું. “હે સ્વામિન ! જે આ૫ આજ્ઞા આપે તે હું હર્ષથી કર્મક્ષય માટે ઘોર પાપનો નાશ કરનારું સિંહનિષ્ક્રિડિત તપ કરું.” પ્રભુએ કહ્યું. “હે વત્સ ! હા તું તે ઘોર તપનું આચરણ કર.” પ્રભુએ આજ્ઞા આપી એટલે તે સુપ્રતિષ્ઠ મુનિ હર્ષ પૂર્વક સિંહનિષ્ક્રીડિત તપ કરવા લાગ્યા. પછી વિધિથી તપ પૂર્ણ કરી ઉત્તમ બુદ્ધિવાલા સુપ્રતિષ્ઠ મુનિએ ભક્તિથી શ્રી વદ્ધમાન પ્રભુને નમસ્કાર કર્યો. આ વખતે શ્રી પ્રભુ સુર, અસુર અને મનુષ્યની સભામાં બેઠા હતા. તેથી તેમણે જગના જીવને હિતકારી એવું વચન સુપ્રતિષ્ટને કહ્યું. “હે સુપ્રતિષ્ટ મહા મુનિ ! અહા ! તમે આ અવસર્પિણીમાં સિંહનિષ્ક્રીડિત તપ છેલ્લું કર્યું છે. અર્થાત્ હવે પછી આ તપ કોઈ, કરનાર નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા સર્વે સાધુઓ સુપ્રતિષ્ટ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. અરિહંત પ્રભુથી પ્રશંસા પામેલા સુપ્રતિષ્ઠ મુનિ પણ સંયમને ઉત્તમ પ્રકારે પાળી અક્ષય એવા મોક્ષપદને પામ્યા.
code धणकणगरयणपउरो, जेणं संसारवासभीएण ।
मुक्को कुटुंबबासो, तं सिरसा सुव्वयं वंदे ॥७२॥ સંસારવાસથી ભય પામેલા જે મહામુનિએ દ્રવ્ય, સુવર્ણ રત્નસમાહ અને કુટુંબવાસ ત્યજી દીધો તે સુવ્રતમુનિને હું મસ્તકવડે વંદના કરું છું. છે ૭૨ છે