________________
પ્રબુદ્ધ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર.
(૫૯) જોઈ વિચારવા લાગ્યો. ખરેખર એ હારા પિતા સમાન દેખાય છે. ખરું છે. “પુત્ર પિતાસમાન થાય” એ શ્રુતિ મિસ્યા હોય નહીં. પછી “હે બંધ! આ જે મેં તને દીઠે એ મહારાં મોટાં ભાગ્ય” એમ વારંવાર કહેતા એવા ભૂપતિએ તે મૂત્તિને આલિંગન કરી, સુઘી અને મસ્તકે તથા છાતિને વિષે ધારણ કરી. એટલું જ નહિં પણ વલ્કલ વસ્ત્રથી આચ્છાદિત એવા પિતાના બંધુ કલચીરિને જોઈ જાણે મોટા પર્વત ઉપરથી ઝરણાં પડતાં હેયની ? એમ તે ભૂપતિના નેત્રમાંથી આંસુ પડવા લાગ્યાં. વળી તેણે કહ્યું કે “વૃદ્ધાવસ્થા વાળા મહારા પિતા તપ કરો પરંતુ બાલ એ તે હાર બંધુ તપ કરવા યોગ્ય નથી. હું અહિ રાજ્યના સુખસ્વાદમાં લીન થયો છતો દેવની પેઠે રહું છું અને તે માટે બંધુ વનમાં પશુની પેઠે દુઃખી થતો છો રહે છે. આવા વિધિને ધિક્કાર થાઓ. અહો ! મહારો બાળ બંધુ જનમાં નિવાસ કરે છે તો પછી હારે આ વિસ્તારવંત રાજ્ય અને મહા સંપત્તિ વડે કરીને પણ શું?” આ પ્રમાણે પિતાના બંધુના વનવાસ કષ્ટને શોક કરતા એવા તે ચતુર પ્રસન્નચંદ્ર રાજાએ વેશ્યા સ્ત્રીઓને બોલાવીને આજ્ઞા કરી. “તમે મુનિઓનું રૂપ ધારણ કરી અને સ્પર્શ, વાણીવિલાસ, નવીન ફળ અને એવી બીજી વસ્તુથી મહારા ન્હાના બંધને ભેળવી અહિં લઈ આવે.” પ્રસન્નચંદ્ર રાજાના આવા આદેશથી મુનિના વેષને ધારણ કરી તે સર્વે વેશ્યાઓ સોમચંદ્ર રાજર્ષિએ ભૂષિત કરેલા તે વનાશ્રમ પ્રત્યે હર્ષથી ગઈ. ત્યાં તેણીઓએ વેલકલ વસ્ત્રથી આચ્છાદિત એવા અને વનમાંથી બિલ્વાદિ ફલ લઈને આવતા એવા વલ્કલચીરીને દીઠે. વલ્કલ ચીરીએ પણ મુગ્ધપણાથી તે મુનિવેષધારી વેશ્યાઓને વંદન કરી પૂછયું કે “તમે કોણ છો ? અને તમારો આશ્રમ કર્યો?” વેશ્યાઓએ કહ્યું. “અમે પિતાના આશ્રમમાં રહેનારા તાપસો છીએ, હે ઉપશમધારી! અમારા અતિથિઓનો તમે શું સત્કાર કરશે ? ”વકલ ચીરીએ કહ્યું. “હે મુનિઓ? હું વનમાંથી આ પાકેલાં મધુર ફલો લાવ્યો છું તે તમે ભક્ષણ કરે. ” વેશ્યાઓએ કહ્યું. “હે તપોધન ! અમારા આશ્રમને વિષે કોઈ આવાં નિરસ ફલ ખાતું નથી. હે મુનીશ્વર ! અમારા આશ્રમોના વૃક્ષોના ફલને વર્ણ જુઓ.” એમ કહીને તે વેશ્યાઓએ તેને મોદક આપ્યા. પછી ફળની બુદ્ધિથી સરસ મોદકનું ભક્ષણ કરતા એવા તે વકલચીરિનું મન મેદકના સ્વાદને લીધે બિલ્વાદિ ફળથી બહુ ઉદ્વેગ પામી ગયું. પછી વેશ્યાઓએ એકાંત સ્થાનમાં બેઠેલા તે વકલચીરીને પોતાના અંગને સ્પર્શ કરાવ્યું એટલું જ નહિ પણ તેણીઓએ પિતાની છાતીને વિષે પુષ્ટ સ્તનો ઉપર તેને હાથ મુકા. વલ્કલગીરીએ કહ્યું કે “ અહો મુનીશ્વર ! તમારું શરીર આવું કેમળ કયાંથી? તેમજ તમારા હૃદયને વિષે આ બે ઊંચાં સ્થળો શેના?” વેશ્યાઓએ પિતાના કોમળ હસ્તથી સ્પર્શ કરતાં છતાં કહ્યું કે “અમારા વનનાં ફળનું ભક્ષણ કરવાથી આવાં કમળ શરીર બને છે. તેમજ તે સરસ ફળના ભક્ષણથી હૃદયમાં આવા કેમલ સ્થલે થાય છે. તમે પણ આ આશ્રમને અને તુચ્છ ફળને