________________
( ૩૫૮ )
શ્રી ઋષિમ′ડલવૃત્તિ-ઉત્તરા
સૂરિએ તેમને “ તું અયેાગ્ય છે” એમ કહી વાચના ન આપી. પછી સ્થૂલભદ્ર દીક્ષા લીધાના દિવસથી આરંભી પોતાના અપરાધને વિચાર કરવા લાગ્યા. બહુ વિચાર કરીને તેમણે ગુરૂને કહ્યું. “ મને મ્હારા કાંઈ અપરાધ સાંભરતો નથી. ” ગુરૂએ કહ્યું. “ અરે એકતો તું અપરાધ કરીને પાછે માનતા નથી. ” સ્થૂલભદ્રને પોતાના અપરાધ યાદ આવ્યા તેથી તેણે ગુરૂના ચરણમાં પડી કહ્યુ કે “ હે ભગવન્ ! આ એક મ્હારા અપરાધને ક્ષમા કર. હવે હું તેવા અપરાધ નહિ કરૂં. ” આવી રીતે સ્થૂલભદ્રે બહુ વિન ંતિ કરી પરંતુ ગુરૂએ તેમને વાચના આપી નહીં; તે ઉપરથી શ્રીસંઘ એકઠા થઇ ગુરૂને વિન ંતિ કરવા લાગ્યા. “ હું ભગવન્! જો સ્થૂલભદ્ર વિના ખીજો કાઈ શિષ્ય હાય તા તેને આપ ખાકીના અભ્યાસ કરાવેા.” ગુરૂએ કહ્યું. “ સ્થૂલભદ્ર વિના બીજો કોઇ યોગ્ય શિષ્ય નથી. પરંતુ એ સ્થુલભદ્રને કાલના પ્રભાવથી આવેા પ્રમાદ થયા છે. હવે બાકીના પૂર્વ મ્હારી પાસે રહેા, હું તેને તે નહિં ભણાવું. એ તેના કરેલા અપરાધના દંડ ખીજાની શિખામણ માટે થશે.” પછી શ્રીસ ંઘે બહુ આગ્રહ કર્યો એટલે સૂરિએ ઉપયાગ દઇને જોયું તેા તેમના જાણવામાં આવ્યું કે · ખાકીના ચારે પૂર્વના મ્હારાથી ઉચ્છેદ થવાના નથી.” પછી તેમણે સ્થૂલિભદ્રને ત્હારે આ બાકીના ચાર પૂર્વે કાઈને ન શિખવાડવાં.” એવા અભિગ્રહ આપીને વાચના આપવા માંડી, શ્રી ભદ્રબાહુસૂરિએ સ્થૂલિભદ્રને સર્વ પૂર્વના જાણુ કરી હ`પૂર્વક પેાતાને પદે સ્થાપ્યા. ત્યાર પછી તે પોતે શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી વીરપ્રભુના નિર્વાણુ પછી એકસો ને સિત્તોતેર વર્ષ ગયે છતે સમાધિથી સ્વર્ગ પ્રત્યે ગયા.
**
પછી શ્રી સ્થૂલભદ્રસૂરિ અનેક સાધુના પરિવારસહિત પૃથ્વી ઉપર વિહાર કરતા શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે વખતે શ્રાવસ્તી નગરીમાં રહેનારા સર્વ લેાકેા મનમાં બહુ હર્ષ પામતા છતા તેમને વંદન કરવા આવ્યા. વિશ્વનું કુશલ કરનારા શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરે પણ તેમને અમૃતરસ સમાન નવીન ધદેશના આપી. સ્થૂલભદ્રે દેશનાને અ ંતે વિચાર કર્યા કે “હજી સુધી મ્હારો ધનદેવ નામના !મત્ર મને વંદન કરવા કેમ ન આવ્યેા ? શું તે દેશાંતર ગયા છે કે તેને કાંઈ રાગની પીડા થઈ છે ? ચાલ હું તેના ઘરે જાઉં, કારણ પ્રાણી ઉપર દયા કરવી એ મ્હારા ધમ છે.” આવી રીતે વિચાર કરી અનેક જનાથી વંદન કરાતા સ્થૂલભદ્ર પોતાના મિત્ર ધનદેવને ઘરે આવ્યા. ત્યાં ધનદેવની સ્ત્રી ધનેશ્વરીએ તેમની ભક્તિ કરી. સ્થૂલભદ્રે તે સ્ત્રીને પૂછયું. “હે શુભાનને! મ્હારા મિત્ર ધનદેવ કાં છે ? ” સ્ત્રીએ કહ્યું. “ તમારા મિત્ર દ્રવ્ય કમાવા માટે પરદેશ ગયા છે. પછી સૂરિએ ધર્મોપદેશના મિષથી હાથની સંજ્ઞાવડે સ્તંભની નીચે રહેલું દ્રવ્ય સ્ત્રીને જણાવ્યું તે એવી રીતે કે–આ સ*સારનું સ્વરૂપ કેવું છે ? તેા કે જેવું ત્હારૂં ઘર તેવાજ ત્હારા પતિના વેપાર છે. ” સૂરીશ્વર આવી રીતે વારંવાર ધનેશ્વરીને કહી પાતે ધર્મની પ્રભાવના કરતા છતા ખીજે વિહાર કર્યો.