________________
માસ્યુલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા (૩૫૭) આવી કહેવા લાગી. “હે પૂજ! નિચે અમારા ભાઈને સિંહે ભક્ષણ કર્યો. કારણ ત્યાં અમારા ભાઈ નથી પણ સિંહ છે.” ગુરૂએ ઉપયોગથી જાણું ફરી સાધ્વીએને કહ્યું. “તમે ત્યાં જાઓ અને સ્થૂલભદ્રને વંદના કરે. કારણ ત્યાં સ્થૂલભદ્ર છે સિંહ નથી.” ફરી યક્ષાદિ સાધ્વીઓએ ત્યાં જઈ પિતાના સ્વરૂપમાં રહેલા સ્થૂલભદ્રને વંદના કરી પોતાની વાત કહી કે -
તમે ચારિત્ર અંગીકાર કર્યા પછી અમારી સાથે શ્રિયકે પણ દીક્ષા લીધી હતી. શ્રિયક બહુ ભુખ્યાલું હોવાથી એકાસણું કરવા સમર્થ થતો નહીં. પજુસણના દિવસે આવ્યા તેથી મેં તેને કહ્યું કે “આજે પજુસણને દિવસ હોવાથી તે પરશી કર.” તેણે તે પચ્ચખાણ લઈ પુરૂં કર્યું, એટલે ફરી મેં કહ્યું. “હે મુનિ ! હવે તું મહાપાપને નાશ કરનારી સાઢ પોરશી કર, તે તેણે કરી પછી મેં તેને પુરીમઢનું પચ્ચખાણ કરાવ્યું, તે પણ તેણે કર્યું. છેવટ મેં તેને કહ્યું. “હમણાં રાત્રી થવાને વખત આવ્યો છે, માટે ઉંઘમાં સુખે રાત્રી ચાલી જાશે; તેથી તું ઉપવાસનું પરચખાણ કર. શ્રિયકે તે પણ સ્વીકાર્યું. પછી મધ્યરાત્રીને વિષે ઉત્પન્ન થએલી મહાસુધાની પીડાથી શ્રિયક, ગુરૂ અને શ્રી અરિહંત પ્રભુનું સ્મરણ કરતો છતો મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયો. નિચે મેં મુનિને ઘાત કર્યો છે. એમ કહી હું તુરત પ્રાયશ્ચિત્ત (કરેલા પાપના નિવારણ) માટે સંઘની પાસે ગઈ. શ્રી સંઘે કહ્યું. “તેં નિર્મલ ભાવથી શ્રિયકને તે કરાવ્યું હતું. માટે તેનું ત્યારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી.” મેં કહ્યું “જે એ વાત સત્ય હોય તો મને સાક્ષાત્ જિનેશ્વર કહે, જેથી મને માનવામાં આવે, અન્યથા નહીં.” પછી શ્રી સંઘે તેના માટે કાર્યોત્સર્ગ કર્યો, જેથી પ્રસન્ન થએલી શાસનદેવીએ આવીને કહ્યું કે “કહે, હું તમારું શું કામ કરું?” શ્રી સંઘે કહ્યું. “આ યક્ષા સાથ્વીને શ્રી જિનેશ્વર પાસે લઈ જાઓ.” દેવીએ કહ્યું. “હારું નિર્વિને ત્યાં જઈ ફરી અહીં આવવું થાય ત્યાં સુધી તમે કાત્સગે રહો.” શ્રી સંઘે તે વાત અંગીકાર કરી એટલે શાસનદેવી મને જિનેશ્વર પ્રભુ પાસે લઈ ગઈ. પછી મેં ત્યાં શ્રી સીમંધરસ્વામીને ભકિતથી વંદના કરી. ” પ્રભુએ કહ્યું. “હે યક્ષા ! તું તે કાર્યમાં નિર્દોષ છે. » પછી જેનો સંશય છિન્ન થઈ ગયો એવી મને શાસનદેવીએ હારા પોતાના સ્થાનકે લાવી મૂકી. શ્રી સીમંધર જિનેશ્વરે સંઘ ઉપર પ્રસન્ન થઈ તેમના માટે ભાવના, વિમુકિત, રતિવાક્ય અને વિવિક્તચર્યા એ નામનાં ચાર અધ્યયને હારી મારફત મોકલ્યાં, તે એવી રીતે કે પિતે વાચનામાં કહેલાં તે ચારે અધ્યયને મેં ધારી રાખ્યાં હતાં, તે મેં શ્રીસંઘને કહ્યાં. શ્રી સંઘે તેમાંથી પેલાં બે અધ્યયન આચારાંગ સૂત્રના અંતે અને બીજાં બે અધ્યયન દશવૈકાલિક સૂત્રને અંતે જેડ્યાં. »
શ્રી યક્ષા સાધ્વી, આ સઘલી પોતાની હકીકત સ્થૂલભદ્રને કહી અને તેમની રજા લઈ પિતાને સ્થાનકે ગઈ. સ્થૂલભદ્ર પણ વાચના લેવા માટે ગુરૂ પાસે આવ્યા.