________________
મીડિલ વૃત્તિ ઉત્તરાર્ધ. એવા હારી સાથે વિદ્યારહિત એ હું આવતાં બહુ લજ્જા પામું છું. તે વિદ્યાસાધન કર્યું છે માટે તું જા. હારું માર્ગને વિષે કુશલ થાઓ. મેં હારી પેઠે વિદ્યા સાલાન કર્યું નથી, એટલે હું ત્યાંના બંધુઓને શી રીતે મુખ દેખાડું? હા મેં પોતે જ પ્રમાદથી પિતાના આત્માને છેતર્યો છે. હવે હું શ્રમ કરી વિદ્યા સાધન કરીશ તુ એક વર્ષને અંતે હારા બંધુને ધ્યાનમાં લાવી પાછે. અહીં તેડવા આવજે તે વખતે હું વિદ્યાસાધન કરી રહેવાથી હારી સાથે આવીશ.”
પછી સ્ત્રીના પ્રેમપાશથી બંધાઈ ગએલા વિન્માલીને લઈ જવા અસમર્થ થએલે મેઘરથ પિતે એકલે વૈતાઢય પર્વત ઉપર ગયે. ત્યાં તેને તેના સંબંધીએએ “તું એકલે કેમ આવ્યું, ત્યારે ભાઈ ક્યાં છે? પૂછવા માંડયું, તેથી તેણે પિતાના ભાઈ વિન્માલીની યથાર્થ વાત કહી. તે હવે અહીં વિદ્યુમ્ભાલીની ચાંડાલી કુરૂપ સ્ત્રીએ એક પુત્રને જન્મ આપે, તેથી વિદ્યુમ્ભાલી જાણે વિદ્યાનિધિ પ્રાપ્ત થયે હાયની ! એમ બહુ હર્ષિત થયે જે કે વિદ્યુમ્માલી ચાંડાલી ઉપર બહુ આસક્ત તે હતો તેથી પણ પુત્ર ઉપર વધારે આસક્તિ થઈ, તેથી તે મૂઢ બુદ્ધિવાલે પોતાના વિદ્યાધરપણાના સર્વ સુખને ભૂલી ગ. વિઘન્માલીની સાથે ક્રિીડા કરતી રમતી એવી તે કુરૂપ ચાંડાલીનીએ ફરી બીજીવાર ગર્ભ ધારણ કર્યો. - અહીં વિદ્યાવંત એવા મેઘરથે એક વર્ષ નિર્ગમન કરી ફરી વિવૃન્માલી પાસે આવીને કહ્યું. તે બધો ! હું દેવાંગના સમાન વિદ્યાધરીઓની સાથે ક્રીડા કરું છું. અને તું આ કુરૂપા ચાંડાલીના સંગ રૂપ નરકને વિષે પડો છું. હું સાત ભૂમિના ઉદ્યાનવાલા મહેલમાં વસુ છું અને તું નિરંતર સ્મશાન સમાન ચાંડાલની ઝુંપડીમાં રહે છે. વલી હું પિતાની વિદ્યાથી સિદ્ધ કરેલા મનચિંતિત ભેગ ભેગવું છું તેમજ ઉત્તમ પદાર્થનું ભેજન કરું અને તું જુના ફાટેલા વસ્ત્ર પહેરે છે તેમજ હલકે ખોરાક થાય છે. માટે ભાઈ! તું હમણાં વૈતાઢય પર્વત ઉપર ચાલ શું ત્યારે વિદ્યાધરોના અનર્ગલ એવા ઐશ્વર્યને અનુભવ નથી કરવો? વિદ્યુમ્માલીએ વિલક્ષ્ય હાસ્ય કરીને કહ્યું. “ આ હારી પુત્રવતી સ્ત્રી ફરી સગર્ભા છે. હું વજસમાન કઠોર હદયવાલા હારી પેઠે, આ જેને બીજા કેઈને આધાર નથી એવી, ભક્તિવાલી, પત્રવાલી અને સગર્ભા એવી પ્રિયાને ત્યજી દેવા ઉત્સાહ પામતો નથી. ભાઈ ! તું અત્યારે જા, વલી અવસરે દર્શન દેજે. તુચ્છ આત્માવાલે હું આ અવસર તે અહીંજ રહિશ.” પછી ખેદ પામેલા મેઘરથે તેને બહુ બહુ સમજાવ્યો, પણ અંતે તે પાછો ગયે. કહ્યું છે કે “માણસ મૂર્ખ હોય તે હિતકારી પુરૂષ તેને શું કરી શકે ? - બીજા પુત્રને જન્મથી મૂઢ બુદ્ધિવાલો વિન્માલી તે ચાંડાલકુલને સ્વર્ગથી પણ અધિક માનવા લાગ્યા. જો કે તેને વસ્ત્ર, ભજન વિગેરે પૂર્ણ મલતું નહીં.