________________
•w
બ્રીજ બસ્વામી નામના ચરકેવલીની કથા. (૩૭) પતિ (રાજા) ને ત્યજી દઈ જાર પુરૂષની ઈચ્છા કરી તે તું પણ પતિ અને જાર એ અનેથી ભ્રષ્ટ થઈ છું, તે હવે તું પણ શું જોયા કરે છે.”
શિયાનાં આવાં વચન સાંભલી અત્યંત પશ્ચાતાપ પામેલી તે ૫શ્ચલી પ્રત્યે તે વ્યંતર દેવતાએ પ્રગટ થઈ આ પ્રમાણે કહ્યું. હે પાપિચ્છે ! તેં આવાં પાપકર્મજ કર્યા છે, તે પણ હમણાં પાપરૂપ કાદવને ત્યાગ કરવા માટે જનધર્મને આશ્રય કર. હે મુગ્ધ! જેને તેં મરાવી નાખ્યું હતું તે હું મહાવત છું. હું જૈનધર્મના પ્રભાવથી દેવતા થયો છું. તે તું મને જે.” પછી “હું ચારિત્ર લઈશ” એવા નિશ્ચયવાલી તે સ્ત્રીને સાધ્વી પાસે લઈ જઈ દેવતાએ ચારિત્ર લેવરાવ્યું.
' (પદ્મશ્રી અંબૂકુમારને કહે છે કે, હે નાથ ! મનુષ્યને આવા પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરાવનારાં દ્રષ્ટાંતને અનાદર કરી આપ વિષય સુખ ભેગ.” .
. જંબૂકુમારે કહ્યું. “હું વિન્માલી દેવતાની પેઠે પ્રેમઘેલે થયો નથી. પ્રિયે ! તેનું દ્રષ્ટાંત સાંભળ:
. આ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલે વૈતાઢય નામે પર્વત છે. તેની ઉત્તર શ્રેણિ ઉપર ગગનવલા નામનું નગર છે. ત્યાં પરસ્પર પ્રીતિવાળા અને યુવાન એવા મેઘરથ તથા વિદ્યુમ્માલી નામના બે સગાભાઈઓ રહેતા હતા. - . એકદા તે બન્ને ભાઈઓએ, ઉત્તમ વિદ્યા સાધવાને વિચાર કર્યો કે “આ પણે ભૂગોચર (ચાંડાલ) પાસે જઈએ કે ત્યાં આપણું વિદ્યા નિચે સિદ્ધ થશે. વિદ્યા સિદ્ધ કરવાને એ વિધિ છે કે નીચ કુલમાં ઉત્પન્ન થએલી કન્યાને પરણું એક વર્ષ પર્યત બ્રહ્મચર્ય વ્રત પાલવું.” પછી તેઓ માતાપિતાની રજા લઈ સુખે દક્ષિણ ભરતાદ્ધમાં વસંતપુર નામના નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેઓએ ચંડાલને વેષ ધારણ કરી અને ચંડાલની પાટીમાં જઈ બે ચંડાલ કન્યાઓ સાથે લગ્ન કર્યું. વિદ્યુમ્માલી ચંડાલ કન્યા ઉપર બહુ રાગી થયે તેથી તે વિદ્યા સાધના કરી શકો નહીં. ધિક્કાર છે સ્વાર્થમાં વિન પાડનારા કામને !!
અનુક્રમે વિદ્યુમ્ભાલીની સ્ત્રી સગર્ભા થઈ અને મેઘરથ એક વર્ષ પૂર્ણ થએ વિદ્યાસિદ્ધ થયો. પછી મેઘરથે વિદ્યુમ્ભાલીને કહ્યું. “ભાઈ ! આપણે વિદ્યાસિદ્ધ થયા છીએ, માટે ચાંડાલ કન્યાને ત્યજી દે. આપણે વૈતાઢય પર્વતની સુખ સંપપત્તિને યોગ્ય થયા છીએ, જેથી આપણને ઉત્તમ રૂપવતી ખેચર કન્યાઓ પિતાની મેળે આવીને વરશે.” લજજાથી નીચું મુખ કરી રહેલા વિદ્યમાલીએ મેઘરથને કહ્યું. “હે બધા વિદ્યાથી યુક્ત થએલે તુંજ વૈતાઢય પર્વત ઉપર જા. તું ઉત્તમ વ્રત પાલવાથી વિદ્યાસિદ્ધ થયો છે. અધમ સત્ત્વવાલા મેં વેગથી નિયમરૂપ વૃક્ષને તેડી પાડ્યું છે, તે પછી તે નિયમથીજ ઉત્પન્ન થનારૂં વિદ્યાસિદ્ધિનું કુલ કયાંથી હેય? હે ભાઈ! હું આ ગર્ભવતી સ્ત્રીને શી રીતે ત્યજી દઉં? તેમજ વિદ્યાવંત.