________________
દ્વાજ બુસ્વામી નામના ચમકેલીની કથા. (૩૦) વય, બુદ્ધિ, રૂપ અને ચાતુર્યાદિ ગુણોથી નિરંતર પિતાને યોગ્ય એવા તે પુરુષને મળી તું ત્યારી દૈવનાવસ્થાને કૃતાર્થ કર. હે ભદ્રે ! જ્યારથી તે પુરૂષે તને નહમાં નાન કરતી દીઠી છે, ત્યારથી હારે વિષે બહજ આસકત થએલે તે પુરૂષ બીજી સ્ત્રીનું નામ પણ લેતો નથી.” પછી બુદ્ધિવાળી દુગિલા પણ પિતાના હૃદયમાં રહેલા ભાવને ગુપ્ત રાખવા માટે તે તાપસીને કઠેર અક્ષરથી તિરસ્કાર કરતી છતી કહેવા લાગી. “હે મુંડા ! શું તે મદ્યપાન કર્યું છે કે જે તું કુલીન માણસને અયોગ્ય વચન લે છે? શું તું કુટ્ટિની છે? અરે પાપીણું, તું હારી દષ્ટિ આગલથી દૂર જા દૂર જા તને જેવાથી પાપ થાય તો પછી હારી સાથે વાત કરવાની તે વાતજ શી કરવી ?” આવાં તિરસ્કારનાં વચન સાંભલી પાછી જતી એવી તે તાપસીની પિીઠ ઉપર દુર્ગિલાએ જાણે ભીંત ઉપર હાયની? એમ મશથી લેપન કરેલ હાથ માર્યો.
પછી તાપસી દુગિલાના આશયને ન જાણવાથી અતિ વિલક્ષ બની ગઈ અને પેલા કુશીલ પુરૂષ પાસે જઈ કડવા વચનથી કહેવા લાગી. “અરે! પિતાને વિષે તે સ્ત્રીનું આસકતપણું દેખાડતા એવા તે મને એવું અસત્ય વચન કહ્યું ? તેણે તે પિતાનું સતીપણું દેખાડતાં છતાં કુતરીની પેઠે વચનથી હારે બહુ તિરસ્કાર કર્યો. હે મૂઢ! તે સ્ત્રીની પાસે હું વૃથા દૂતી તરીકે ગઈ. ચતુર પુરૂષને સારી ભીંત ઉપર ચિત્ર રચના કરવી ઘટે છે. અરે તેણે હારે તિરસ્કાર કર્યો એટલું જ નહીં પણ ઘર કાર્ય કરવામાં મશવાળા કરેલા હાથવડે તેણે ક્રોધ કરી મને વાંસામાં મારી છે. આ પ્રમાણે કહીને તાપસીએ પિતાને પૃષ્ઠ ભાગ કે જેમાં દુગિલાએ મશવાલા હાથવડે પ્રહાર કર્યો હતો તે પેલા ધરૂં કામી પુરૂષને દેખાડશે. કામી પુરૂષે વિચાર્યું કે “એ સ્ત્રીએ આ તાપસીના પૃષ્ઠ ભાગને વિષે પાંચ આંગુલીથી મશી હાથ માર્યો છે, તેથી તેણે મને ખરેખર કૃષ્ણપક્ષની પાંચમને સંકેત કયો છે. અહો ! શી તેની ચતુરાઈ કે, જેણે મને આવા બહાનાથી સંકેતને દિવસ કહ્યો. હે ચિત્ત! હવે તું ધીરજ રાખ! અરે ! તેણે કોઈ કારણને લીધે સંકેતનું સ્થાન તે સૂચવ્યું નથી તેથી હજુ મને તેને સંગ કરવામાં અંતરાય છે.” આમ વિચાર કરી તે કામી પુરૂષે ફરી તે તાપસીને કહ્યું. “તું તેને ભાવ જાણતી નથી, તે નિચે મહારા ઉપર અનુરક્ત છે. તેથી તું ફરી તેની પાસે જઈ પ્રાર્થના કર. હે માતા તું કઈ પણ રીતે હારા કાર્યમાં ખેદ લાવીશ નહીં. તું ફરી તેની પાસે જા. લક્ષમી રૂપ વેલનું મુખ્ય મૂલ ખેદ નહિ કરે તેજ છે.” તાપસીએ કહ્યું “કુલીન એવી તે સ્ત્રી હારું નામ પણ સહન કરતી નથી તો પછી હારું ઈષ્ટકાર્ય કરવું તે તો નિચે ઉંચા સ્થાનમાં જલ રાખવા જેવું છે. જો કે હારા કાર્યની સિદ્ધિને સંદેહ છતાં નિ:સંદેહપણે હારે તે ધિક્કારજ થવાને છે તો પણ હું લજજાને ત્યજી દઈ હમણાં જાઉં છું.”