________________
nnnnnnnnnnnnnnnnnnnnnnnnn
(૩૮).
થિી મિડલવૃત્તિ ઉત્તર આભૂષણેથી દેદીપ્યમાન એવી દુલાએ સાક્ષાત મૂર્તિમતી જલદેવતાની પિઠે નદીના તીરને શોભાવ્યું. અંગના વસ્ત્ર અલંકારાદિ પિતાની સખીને આપી પિતે હંસીની પડે ધીમે ધીમે જલમાં પ્રવેશ કર્યો. જાણે કમલ ઉપર બેઠેલી રાજહંસી હાયની ? એવી તે દેવાંગના સમાન મનહર અકૃતિવાળી દુગિલાએ નદીના જલમાં બહુ કાલ કિડા કરી. સમુદ્રમાં દેવાંગનાની પેઠે નદીના જલમાં કીડા કરતી એવી દુર્ગિલાને કેઈ યુવાન અને કુશીલ એવા નાગરિક પુરૂષે દીઠી. સ્પષ્ટ દેખાતા અંગવાળી અને આભૂષણ તથા વસ્ત્રરહિત એવી તે દુર્ગલાને જઈ કામદેવથી ક્ષેભ પામેલા ચિત્તવાળે તે પુરૂષ વારંવાર આ પ્રમાણે બોલવા લાગ્યું. “આ નદી, આ વૃક્ષે અને હારા ચરણકમલમાં પડેલે હું પિતે પણ એમ અમે ત્રણે જણા તને પૂછીએ છીએ કે તે સારી રીતે સ્નાન કર્યું?” સ્ત્રીએ ઉત્તર આપે. “ નદીનું કલ્યાણ થાએ, વૃક્ષો દીર્ઘ કાલ સુધી આનંદમાં રહો અને હારૂં સુખનાન પૂછનારનું હું ઈષ્ટ કાર્ય કરીશ.” મરથ રૂપ લતાના ઉત્પતિ સ્થાનને વિષે અમૃતના સિંચન સમાન તે સ્ત્રીના વચનને સાંભળી કામદેવથી વ્યાકુળ થએલે તે પુરૂષ ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગયો. “આ સ્ત્રી કોણ હશે?” એમ વિચાર કરતા તે પુરૂષે એક પાસેના વૃક્ષની નીચે ફળ પાડવાની ઈચ્છાથી ઉભેલા બે બાલકને જોયાં. પછી તે પુરૂષે પથ્થરના કકડાઓ વૃક્ષની શાખા ઉપર ફેંકીને તત્કાલ બહુ ફલ પાડયાં. ઈષ્ટ ફલ મળવાથી હર્ષ પામેલા બાળકને તે પુરૂષે પૂછ્યું કે “આ નદીમાં ન્હાય છે તે સ્ત્રી કોણ છે અને તેનું ઘર કયાં છે?” બાલકાએ કહ્યું “તે દેવદત્ત સનીના પુત્રની સ્ત્રી છે અને તેનું અહીં નજીક ઘર છે.” દુગિલા પણ એક ચિત્તથી તે યુવાન પુરૂષનું ધ્યાન કરતી જલક્રીડા ત્યજી તુરત પોતાના ઘર પ્રત્યે ગઈ. “કયે દિવસે, કઈ રાત્રીએ; કયે સ્થાનકે અને કયે વખતે અમે મળશું?” એમ તે બન્ને જણાં અહોરાત્ર વિચાર કરવા લાગ્યાં. યુવાન અને વિયોગથી પીડાતાં એવા તે બન્ને જણું ચક્રવાકના યુગલની પેઠે પરસ્પર એક બીજાના સંગને ઈચ્છતાં છતાં ઘણા દિવસ સુધી રહ્યાં.
એકદા તે પુરૂષે કુલટા સ્ત્રીઓની કુલ દેવતા સરખી એક તાપસીને ભેજનાદિકથી સંતોષ પમાડીને કહ્યું. “હે તાપસી ! દેવદિત્તની સ્ત્રી અને હું પરસ્પર આસક્ત છીએ માટે કુલદેવીની પેઠે તું અમારા બન્નેને મેલાપ કર, પ્રથમ મેં પિતેજ દૂત થઈ તેને કહી રાખ્યું છે, અને તેણે મ્હારી સાથે સંગ કરવાની કબુલાત આપી છે. માટે હે શુભે ! હમણાં અમારા બન્નેને સંગ કરી આપો તને સહેલો થઈ પડશે.” પછી તાપસી “હું તારું કાર્ય કરીશ.” એમ કહી તુરત ભિક્ષાના મેષથી દેવદત્ત સનીના ઘર પ્રત્યે ગઈ. આ વખતે દુગિલા પાત્ર છેતી હતી તેને જે તાપસીએ કહ્યું. “હે ચંચલાક્ષી ! કામદેવના સમાન મૂર્તિમાન કોઈ યુવાન પુરૂષ, હારી મારફતે હારી પ્રાર્થના કરે છે, માટે તેને તું નિરાશ કરીશ નહીં.