________________
પ્રત્યેકબુદ્ધ શ્રીકરકડ મુનિનું ચરિત્ર.
( ૯ ) સાધુએ ઉત્તમ લક્ષણવાળા વાંસને જોઇ પેાતાની સાથેના ખીજા ન્હાના સાધુ પ્રત્યે કહ્યુ કે “જે પુરૂષ આ વંશને મૂળમાંથી ચાર આંશુલ લઇ પેાતાની પાસે રાખશે તે અવશ્ય રાજ્ય પામશે.” મુનિનુ આવું વચન ત્યાં કાઈ ઉભેલા બ્રાહ્મણે અને તે ચડાળપુત્ર કરકડુએ સાંભળ્યું. પછી તે બ્રાહ્મણે ગુપ્ત રીતે મૂળમાંથી ખાદી જેટલામાં તે વંશને ચાર આંશુલ કાપ્યા તેટલામાં કરક ડુએ તેને તુરત છીનવી લીધે. મહુ લેશ કરતા એવા બ્રાહ્મણુ કરક ુને રાજ્યસભામાં લઈ ગયા. ત્યાં કરકડુએ કહ્યું કે “મ્હારી વાડીમાં ઉત્પન્ન થયેલેા એ વંશ હું તેને નહીં આપું.” અધિકારીઓએ “ત્યારે એ વંશનું શું કામ છે. અર્થાત્ એ વંશ હારૂં શું કામ કરશે. ?” એમ પૂછ્યું એટલે તે બાળકે કહ્યુ કે “એ અમને મ્હાટું રાજ્ય આપશે.” અધિકારીઓએ હાસ્યપૂર્વક કહ્યું કે “જ્યારે તને રાજ્ય મળે ત્યારે તું હથી એ બ્રાહ્મણને એક ગામ આપજે. કુમાર તે વાત અંગીકાર કરી પેાતાના વાંસના કકડા લઈને ઝટ ઘેર આવ્યેા. ધ્રાાળુ પણ બીજાએની સાથે મળી કરકડુને મારી નાખવાને વિચાર કરવા લાગ્યા. અહા ! લેાભથી વ્યાપ્ત થએલે મૂઢમતિ જીવ કર્યું અકૃત્ય નથી કરતા ? જે બ્રાહ્મણુ પણ રાજ્યને અર્થે તે કરકડુ ખાળકને મારી નાખવાની ઇચ્છા કરવા લાગ્યા. ચતુર એવા કરક ુના પિતા જનગમ બ્રાહ્મણુના અભિપ્રાયને સમજી ગયા, તેથી તે પાતાની સ્ત્રી અને પુત્રને સાથે લઇ તુરત ખીજા દેશ પ્રત્યે નાસી ગયા. અનુક્રમે કુટુંબ સહિત પૃથ્વીનું ઉલ્લંધન કરતા એવા તે જનગમ, શુભ શ્રેણિ અને લક્ષ્મીના ધામરૂપ કાંચનપુર પ્રત્યે આન્યા.
હવે એમ બન્યું કે તે વખતે તે કાંચનપુરના રાજા અપુત્રિયા મરણ પામ્યા તેથી પ્રધાનાએ તૈયાર કરેલા એક અશ્વ નગરમાં ફેરવવા માંડયા હતા. અશ્વ, કરકંડુને ત્રણ પ્રદક્ષિણા કરી ઉભા રહ્યો. પછી મનુષ્યાએ કરક ુને રાજ્ય ચિન્હવાળા જાણી તે વખતે જય જય શબ્દ કરવા લાગ્યા. કરકડુ પણ પાતાનું અનાહત એવું નાંદી નામે વાજીંત્ર વગાડવા લાગ્યા. પછી મહા પ્રધાનાએ આણેલાં વસ્ત્રોને ધારણ કરી જાણે પ્રથમથીજ શીખેલા હાયની ? એમ કરકડુ તે અશ્વ રત્ન ઉપર બેઠે. જેટલામાં ઉદાર એવા નાગરીક લેાકેાની સાથે તે હપૂર્વક નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. તેટલામાં બ્રાહ્મણેાએ “ આ ચાંડાળ છે” એમ કહીને અટકાવ્યેા. વિપ્રેએ રોકી રાખેલા કુમારે ક્રોધથી જેટલામાં પેાતાનું વાંસના કકડારૂપ ઈડરની હાથમાં લીધું તેટલામાં તે વિજળીની પેઠે અત્યંત દેદીપ્યમાન બની ગયા. આ વખતે ભાગ્યાધિષ્ઠાયક દેવતાએ પુષ્પવૃષ્ટિ પૂર્વક એવી ઉદ્ઘાષણા કરી કે “જે આ કુમારની અવગણના કરશે તેના મસ્તક ઉપર આ દડપ્રહાર થશે.” અત્યંત ભય પામેલા બ્રાહ્મણા હાથ જોઢીને કહેવા લાગ્યા કે નિશ્ચય વર્ણાશ્રમને પેાત પેાતાના નિયમમાં રાખનારા ગુરૂ અને રાજા તમેજ છે, તમે શંકર, ઇંદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા છે. વળી સાક્ષાત્ પવિત્ર એવું ક્ષત્રિય તેજ પણ તમારે વિષે ઉદ્યોત પામે છે. વણું (બ્રાહ્મ