________________
(૧૮)
શ્રી ગહષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. પાસે ગઈ. ત્યાં સાધ્વીએ પૂછ્યું “હે સુશ્રાવિકા તું કયાંથી આવી છે?” રાણીએ પિતાને સર્વ વૃત્તાંત કહ્યો એટલે ફરી સાધ્વીએ કહ્યું. “બહુ દુઃખના મંદિરરૂપ આ સંસારમાં જે કાંઈ સુખને આભાસ દેખાય છે તે ખરેખર મહા સ્વમામાં રાજ્યની પેઠે જમરૂપજ જાણ. હે શુભે! વધારે શું કર્યું પરંતુ ચતુર્વિધ સંઘ,શ્રીજિનમત અને જિનેશ્વર વિના બાકીને સર્વ સંસારને વિસ્તાર સત્પરૂએ ત્યજી દેવા છે.” સાધ્વીનાં આવાં વચન સાંભળી વૈરાગ્યવાસિત થએલી રાણીએ તુરત ચારિત્ર અંગીકાર કર્યું. કહ્યું છે કે ધર્મના કાર્યને વિષે કયો પુરૂષ વિલંબ કરે ! પદ્માવતીએ પિતાના ચારિત્રમાં વિદ્ધના ભયથી વિદ્યમાન એવા ગર્ભની વાત જણાવી નહિ પરંતુ જ્યારે તે સ્વાભાવિકપણાથી પુષ્ટ થઈ ત્યારે સાધ્વીઓએ તેના ગર્ભની વાત જાણું. ઉદરવૃદ્ધિના પ્રશ્નથી સર્વ વૃત્તાંત જાણે છતે સાધ્વીઓએ, પોતાના ધર્મના ઉડ્ડાહના ભયથી તેણીને એકાન્ત સ્થાનમાં ગુપ્ત રીતે રાખી. પછી અવસરે પદ્માવતીએ પુત્રને જન્મ આપે. તેને તેણીએ રત્નકંબળમાં વીંટાળી નામ મુદ્રા સહિત તુરત સ્મશાનમાં મુ. આ પ્રકારના બાળકને જે અત્યંત પ્રસન્ન થએલા રમશાનપતિ જનંગમે તેને લઈ લીધો અને પોતાની સંતાનરહિત સ્ત્રીને સેં. આ સર્વ વૃત્તાંત પડ્યાવતીએ ગુપ્ત રીતે રહીને જે. તેથી તે બહુ હર્ષ પામી અને પછી પિતે સાધ્વીઆની આગળ “હારે પુત્ર જન્મ પામ્યા પછી તુરત મૃત્યુ પામે.”
હવે અહિં જનંગમ ચાંડાલના ઘરને વિષે પોતાના શરીરે લકત્તર તેજને ધારણ કરતો તથા પાડયું છે અપકર્ણિત નામ જેનું એવો તે પદ્માવતીને પુત્ર વૃદ્ધિ પામવા લાગ્યનિરતર બહાર જતી એવી પદ્માવતી સાધ્વી પુત્રના સ્નેહથી તે ચાંડાલણને સંગાથ તેમજ તેની સાથે મધુર વાતો કરતી. અનુક્રમે વૃદ્ધિ પામતે એ તે કુમાર બીજા બાલકોની સાથે કીડા કરતો છતે રાજતેજથી કાચના કડામાં પડેલા મણિની પેઠે શોભતે હતે. ગર્ભથી જ માંડીને બહુ શાકાદિકના દોષથી એ અપતિ નામના બાળકને શરીરે કંડુલતા ( ખરજ ) નામને રોગ થયો તેથી ભૂપતિની પેઠે સામન રૂપ બનેલ તે અપકણિત, પોતાના શરીરે જ્યાં ખરજ આવતી ત્યાં સર્વ બાલકે પાસે ખજવલાવતા તેથી લેકમાં તેનું કરકંડુ નામ પડયું. જો કે કરકંડુ, પિતાની માતાને ઓળખતા ન હતા, તે પણ તે, પદ્માવતી સાધ્વીને દેખી બહુ હર્ષ પામતે, તેણીના આગળ વિનય કરતો અને તેને વિષે બહુ પ્રીતિ રાખતે. ઠીક જ છે માતા વિના બીજાને વિષે એવો અંતરને પ્રેમ કયાંથી હોય? અર્થાત નજ હોય. પદ્માવતી સાધ્વી પણ નિરંતર ભિક્ષામાં મળેલ મોદકાદિ સરસ આહાર તે કુમાર કરઠંડુને આપતી. અહો ! નિશ્ચય સાધુપણુમાં પુત્રનેહ દુઃસહાજ હોય છે. ચક્રવતિના ચિન્ડથી મનહર અંગવાળો તે છ વર્ષને કુમાર કરકંડ, પિતાના પિતાની આજ્ઞાથી કર્મના ષવડે સ્મશાન ભૂમિનું રક્ષણ કરતો હતો.
એકદા કરકંડુ સ્મશાનમાં ઉભે હતે એવામાં ત્યાં થઈને જતા એવા કઈ