________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિઓની કથા. (૭).
अज्जवि अठनिवेसा, जेसिं अच्छेरयं व दीसंति ॥ वेभारपव्वयवरे, जमलसिलाख्वसंथारे ॥१४९॥ ते धनसालिभद्दा, अणगारा दोवि लवमहडिआ ॥
मासं पाउवया, पत्ता सव्वट्ठसिद्धिमि ॥ १५०॥ વૈભાર પર્વતને વિષે યમલ શીલારૂપ સંથારા ઉપર જેમનાં આજ પર્યત અર્થ નિવેશ (દિવ્યભેગ, , સુખવિલાસ તપ તપવાના પ્રયજન) આશ્ચર્ય કરનારાં દેખાય છે તે ધન્યકુમાર અને શાલિભદ્ર અને સાધુઓ તપથી મહાસમૃદ્ધિવંત થઈ એક માસનું પાપગમ અનશન લઈ સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ગયા. ૧૪૯-૧૫૦
# “
શ્રીમા ” તથા “શ્રી મિત્રે નામના મર્ષની વય. ૪ આ ભરતક્ષેત્રને વિષે લક્ષમીના નિવાસ સ્થાનરૂપ પ્રતિષ્ઠાન નામે નગર છે. ત્યાં ક્ષત્રિયના ગુણરૂપ, સંપત્તિના પાત્ર રૂ૫ જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતે. હવે પ્રથમ ધનવંત અવસ્થામાં છતાં પાછળથી નિધન અવસ્થા પામેલું કેઈ કુળ બીજા કેઈ નગરથી આવીને તે નગરમાં રહ્યું. તેમાં એક વિનયવંત, ઉદાર અને ભદ્રક પ્રકૃતિવાળો બાલક હતો. તે હમેશાં પિતાની આજીવિકા માટે લોકોના વાછરડાં ચારતો હતે.
એકદા કાંઈ ઉત્સવને વિષે તે બાલકે ઉદ્યાનમાં નગરવાસી લેકેને ઉત્તમ વસ્ત્રલંકારથી સુશોભિત બનેલા તથા સરસ આહારનું ભજન કરતા દીઠા. તુરત તે બાલક વાછરડાંને ત્યાં જ રહેવા દઈ પોતે ઘરે આવી માતાને કહેવા લાગ્યો કે “ હે અંબા! મને તેવું જ ભેજન આપ.” માતાએ કહ્યું. “ આપણને ધનરહિતને એવું ભોજન કયાંથી હોય? માતાએ આ ઉત્તર આપ્યા છતાં પણ પુત્રે તે હઠ કરીને કહ્યું કે “ જેમ તેમ કરીને પણ મને તેવું ભેજન કરી આપ.” પુત્રે આવી રીતે બહુ આગ્રહ કર્યો એટલે સર્વ પ્રકારે નિધન એવી તેની માતા ઉત્પન્ન થએલા શેકથી પૂર્વની સધન અવસ્થાનું સ્મરણ કરી રેવા લાગી. તેણનું રૂદન સાંભલી પાડોશણે તુરત ત્યાં દેડી આવી અને તેણીના દુઃખથી દુઃખિત થએલી તે પાડોશણે તેને દુઃખનું કારણ પૂછવા લાગી. દુ:ખી સ્ત્રીએ દીન વાણીથી પાડોશણેની પાસે યથાર્થ વાત કહી તેથી દયાવંત એવી તે પાડોશણીઓએ તેણીને દુધ વિગેરે આણું આપ્યું. પછી માતાએ ઘી અને સાકરથી યુક્ત ખીર બનાવી પુત્રને ખાવા માટે થાલીમાં પીરસી. ત્યાર પછી તે માતા કાંઈ કારણથી ઘરની અંદર ગઈ. - હવે તે વખતે જાણે તે બાલકના પૂર્વ પુણ્યનાપૂરથી ખેંચાઈને જ આવ્યા હાયની ? એમ કઈ એક ગુણવંત સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. વાદલાં વિનાની વૃષ્ટિની પેઠે મુનિને જોઈ જેને રોમાંચ થયો હતો એવો તે બાલક સંભ્રમ સહિત હર્ષથી ઉભે થયે, એટલું જ નહિ પણ હર્ષનાં આંસુથી તેનાં નેત્રો ભરાઈ