________________
શ્રીષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ અકામનિર્જરાના રોગથી દેવતા થયા ત્યાંથી ચવી પૃથ્વી ઉપર આવ્યું ત્યાં પણ મૃત્યુ પામી સાતમી નરકે ગયે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિને વિષે ભમતે એવો તે ગોશાલા રૂપે ઉત્પન્ન થયે. પૂર્વભવના અભ્યાસ અને વાસનાના આવેશથી ગોશાલે તીર્થકરના ધર્મને બહુ પ્રત્યેનીક (શત્રુરૂપ) થયો.”
શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભળી પ્રતિબધ પામેલા કેટલાક માણસેએ વૈરાગ્યથી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. હવે ગોશાલાએ પ્રભુ ઉપર તેલેસ્યા મૂકી હતી તેથી ભગવાનને રાતો અતિસાર (ઝાડા) અને પિત્તને અતિજ્વર આવતો હતો તેથી તેમનું શરીર બહુ દુબલું થઈ ગયું હતું તે પણ પ્રભુ કાંઈ ઔષધ કરતા નહોતા. પ્રભુના શરીરને વિષે આ મહાવ્યાધિ દેખાવા લાગે તેથી લોકોમાં એવી વાત ચાલી કે “ગશાલાની એલેશ્યાથી પ્રભુ છ માસની અંદર મૃત્યુ પામશે.” આ વાત પ્રભુના એક સિંહ નામના શિષ્ય સાંભલી, તેથી તે પિતાના ગુરૂના વિગ થવાના કારણથી આકુલ વ્યાકુલ થયો છતે એકાંતને વિષે જઈ રેવા લાગ્યો. પ્રભુએ તેની આવી ચેષ્ટા જ્ઞાનથી જાણું તેથી તેમણે સિંહને પિતાની પાસે બેલાવીને કહ્યું કે “હે સાધ! તું લેકોની વાતથી ભય પામી મનમાં કેમ ખેદ કરે છે? વિપત્તિથી કયારે પણ જિનેશ્વર મૃત્યુ પામતા નથી તે સંગમાદિકથી ઉત્પન્ન થએલા ઉપસર્ગોથી પણ મૃત્યુ પામ્યા નથી. ” સિંહ મુનિએ કહ્યું. “હે વિભે! જો કે એમ છે તો પણ નિચે તમારી આવી આપત્તિ જોઈ લોક પિતાના હૃદયમાં બહુ ખેદ પામે છે માટે આપ અમારા વિગેરે લકની સુખશાંતિને માટે આષધ ભક્ષણ કરે. કારણ કે નાથ ! અમે પીડા પામતા એવા તમને જોવા માટે એક ક્ષણ પણ સમર્થ થતા નથી.” પછી પ્રભુએ તે સિંહ મુનિને હર્ષ પમાડવાના હેતુથી કહ્યું. “હે મુનીશ્વર ! રેવતી શ્રાવિકાએ હારા માટે કલાપાક કરી રાખ્યો છે તે નહિ લેતાં પોતાના ઘરને માટે બનાવી રાખેલા બીજે પાકને લઈ આવ કે જેથી હું તને જેમ ધીરજ થાય તેમ કરીશ.” પછી શ્રેષ્ઠીની પ્રિયા રેવતીના નિવાસ ઘરથી સિંહમુનિએ વસુવૃષ્ટિ પૂર્વક આણેલા નિર્દોષ તે ઔષધને ભક્ષણ કરી જિનરાજ નિરોગી થયા.
શ્રી વીરપ્રભુના શૈશાલાએ કરેલા પરાભવને નહિ સહન કરતા એવા સુનક્ષત્ર મુનિ તેમજ સર્વાનુભૂતિ મુનિ મૃત્યુ પામી સ્વર્ગે ગયા. તેવીજ રીતે શ્રી જિને. શ્વર માટે રવતી શ્રાવિકાના ઘરથી ઉત્તમ ઔષધ લાવ્યા. તે સિંહમુનિ પણ આઠમા કલ્પને પામ્યા. તે ત્રણે મુનીશ્વરોની અમે સ્તુતિ કરીએ છીએ. 'श्रीसर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा संपूर्ण. –––
–––