________________
શ્રી મિડલ વૃત્તિ ઉત્તરાર્ધ ત્યાં રીઓ ખાસ જોવામાં પણ આવશે નહીં. ” પછી દુષ્ટ બુદ્ધિવાળો ક્ષુલ્લક એની પ તુરત ગુરૂને ત્યજી દઈ સિંહની પેઠે નિર્જન અરણ્યમાં ગયે. ત્યાં તે પર્વતની પાસેના ભાગમાં નદીને કાંઠે નિરંતર કાયોત્સર્ગ રહે છે. અને માસે અથવા આ માસે વટેમાર્ગ પાસેથી ભેજન મેળવી પારણું કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક પર્વતની પાસે નદીના કાંઠા ઉપર તપ કરતે હતે એવામાં મેઘના સમૂહથી સુશેલિત એવી વસ્તુ આવી. જલથી તે નદી ચારે બાજુથી સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે શ્રુતલકના તીવ્ર તપથી પ્રસન્ન થએલી પર્વત અને નદીની અધિષ્ઠાયક દેવીએ વિચાર્યું જે નદીને કાંઠે બેઠેલા આ મુનિરાજને જલને સમૂહ પલાળી દેશે, તેમાં જે હું તેમની ઉપેક્ષા કરું તે હારી શક્તિ નિષ્ફલ ગણાય.” આમ ધારી નદીની અધિષ્ઠાયક દેવીએ નદીને પ્રવાહ બીજી દિશામાં પ્રવર્તાવ્યું. કહ્યું છે કે તપસ્વી પુરૂની મહાટી આપત્તિ નાશ પામે છે. - સુગુરૂ માગધિકા વેશ્યાને કહે છે કે, તે દિવસથી તે ભુલક મુનિરાજનું કુલવાલક એવું નામ પડયું છે. હમણું તે તનિધિ નદીના પ્રવેશને વિષે નિવાસ કરી રહ્યા છે.”
- માગધિકા વેશ્યા સુગુરૂનાં આવાં વચન સાંભળીને પછી તુરત બીજી સ્ત્રીને સાથે લઈ તીર્થયાત્રાના મીષથી કુલવાલક મુનિ તરફ જવા નિકળી. ત્યાં તે દંભીશ્રાવિકાએ મુનીશ્વરને વંદના કરી “તમને વંદન કરવાથી મેં ગિરનાર વિગેરે સર્વ તીર્થને વાંધાં.” એમ કહ્યું. મુનિરાજ કુલવાલકે પણ કાયોત્સર્ગ પારી અને ધર્મલાભની આશિષ આપી “હે ભદ્રે ! તમે કયાંથી આવ્યાં છે?” એમ પૂછયું. માગધિકાએ કહ્યું. “હું ચંપા નગરીથી તીર્થયાત્રા કરવા નિકળી છું અને અહિં આવી છું કારણ તમે સર્વ તીર્થથી ઉત્તમ તીર્થ રૂપ ગણાઓ છે. હે મુનીશ્વર ! હારી પાસે નિર્દોષ એવું ભાથું છે, તે સ્વીકારી પાપનો નાશ કરનારું પારણું કરો કે જેથી મને હર્ષ થાય.” કેમળ મનવાળા મુનિ, તેની પૂર્ણ ભક્તિને લીધે તેના અનર્થકારી આશ્રમમાં ભિક્ષા લેવા ગયા ત્યાં તેણીએ પિતે કપટ દાસી પાસે મુનિને રચના પદાર્થ મિશ્રિત ઉત્તમ માદક વહેરાવ્યા. મુનિ કુળવાલકે તે માદકેને ભક્ષણ કર્યા જેથી તેમને બહુ અતિસાર (ઝાડે) થયો, તેથી મુનિરાજ એવી ગ્લાનિ પામ્યા કે તે ઉઠી શકવાને પણ સમર્થ થયા નહીં. પછી અવસર અને કાર્યની જાણ એવી માધિકાએ કુલવાલક મુનિને કહ્યું. “હે મહાનુભાગ! તમે હારી ઉપર દયા કરી પારાણું કર્યું છે તમને હારું ભાથું ખાવાથી આ આવી દુર્દશા પ્રાપ્ત થઈ છે માટે ઘાઢ પાપથી મલીન એવી મને ધિક્કાર થાઓ, આવી દશા પામેલા તમને એકલાને ત્યજી દઈ સંયમિનીની પેઠે મહારા પગ અહીંથી આગળ ચાલવા ઉત્સાહ પામતા નથી.” આ પ્રમાણે કહીને મહા દંભવાળી તે માગધિકા વેશ્યા, મુનિના શરીરને છે, ઉત્તમ ઔષધ આપવાં ઈત્યાદિ સેવામાં તત્પર થઈને ત્યાં મુનિ પાસે રહી.