________________
“શ્રીહલ અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા ૨૫૨) કોણ છે?” મંત્રીઓએ કહ્યું. “મહારાજ ! અમે કુલવાલક મુનિને તે જાણતા નથી પણ આપણું નગરમાં ઉત્તમ બુદ્ધિવાલી માગધિકા વેશ્યા તે રહે છે ખરી.” કણિકે કહ્યું. “ત્યારે તે માગધિકા વેશ્યાને ઝટ અહિં તેડાવે.” પ્રધાનેએ ભૂપતિની આજ્ઞાથી પોતાના નગરે માણસ મેકવી માગધિકાને તુરત રાજાની આગલ બેલાવી આણી. માગધિકાને જે પ્રસન્ન થએલા કણિકે તેણીને કહ્યું. “હે સુંદરિ ! કાર્યની જાણ એવી તું કુલવાલક મુનિને પિતાને પતિ બનાવી અહિં લાવ. હે ભદ્રે ! તેને લાવવાથી તને હોટે લાભ થશે. ” રાજાનાં આવાં વચન સાંભળી હર્ષિત થએલી માગધિકાએ કહ્યું “ હે પ્રભે ! તે કુલવાલક મુનિ ગમે ત્યાં રહ્યા હશે ત્યાંથી હું તેને હારે પિતાને પતિ બનાવી ઝટ આપની પાસે લાવીશ.” આવી પ્રતિજ્ઞાથી ભૂપતિને સંતેષ પમાડી માગધિકા પિતાના ઘેર આવી મનમાં વિચાર કરવા લાગી કે “કુલવાલક દંભ વિના મહારા પાસમાં આવશે નહીં, માટે હું સુશ્રાવિકા બની દંભથી તેને હારા વશ કરું. ” આમ વિચાર ધારી તે વેશ્યા દેવપૂજામાં અતિ તત્પર એવી શ્રાવિકા થઈ ત્યાર પછી મીષથી પંડિતા એવી તે વેશ્યાએ કે એક સુગુરૂ પાસે જઈ તેમને પૂછયું. “ હે મહામુનિ ! કુલવાલક મુનિરાજ , પૃથ્વીમાં વિખ્યાત સંભળાય છે, તે તે મુનિરાજ કયાં હશે? વળી તેમનું જેવું સ્વરૂપ હોય તે પણ મને કહો. કારણ કે તેમને વંદન કરવાની મને બહુ પૃહા છે.” ગુરૂએ કહ્યું:આ પાંચ આચાર પાળવામાં તત્પર અને ઉપશમધારી કેઇ એક ગુરૂને દુષ્ટ બુદ્ધિવાળે અને વાંદરાના સરખો ચપળ બાલ શિષ્ય હતે. સૂરીશ્વર તે પોતાના બાલ શિષ્યને આદર સહિત આચારશિક્ષા શિખવાડતા. કારણ કે સુગુરૂઓ જે જે હિતકારી હોય તેને તેનો ઉપદેશ આપે છે. બાલશિષ્ય બહુ દુવિનિત હતો તેથી તેને ગુરૂ જે જે હિતકારી શિખામણ આપતા તે તે અહિતકારી થતી. કહ્યું છે કે સર્પને પાયેલું દુધ વિષ રૂપ થાય છે. એકદા પિતાના બાલશિષ્ય સહિત તે સુગુરૂ ઉજજયંત ( ગિરનાર ) પર્વત ઉપર શ્રીને મનાથ પ્રભુને વંદન કરવા માટે ગયા. રેવતાચલ ઉપર જઈ અનુક્રમે ત્યાંના જિનેશ્વરના પ્રતિબિંબને નમસ્કાર કરી શ્રીમાન અને ઉત્તમ પુણ્યવંત એવા તે સુગુરૂ જેટલામાં પાછા ઉતરતા હતા તેટલામાં પાછલ ચાલ્યા આવતા એવા દુરાત્મા બાળશિષ્ય પોતાના દુષ્ટ સ્વભાવને લીધે ગુરૂને વધ કરવાના વિચારથી એક હેટે પથ્થર રેડો. જાણે વજને દંડ હેયની ? એમ દડી આવતા એવા પથ્થરને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ તુરત પિતાના પગ પહોળા કર્યા જેથી તે પથ્થર બન્ને પગ વચ્ચે થઈ ચાલ્યો ગયે.
ગ્ય છે, ઘણું કરીને આપત્તિઓ ધર્મવંત પુરૂષને વિષે પિતાનું બલ ફેરવી શકતી નથી. પછી મહાખેઘ પામેલા ગુરૂએ તે ક્ષુલ્લકને તેના તુચ્છ કાર્યથી શ્રાપ આપે કે “ અરે પાપી ! સ્ત્રીઓના સંગથી હારું વ્રત ભંગ થશે.” ક્ષુલ્લકે કહ્યું. “હે ગુરે ! હું તમારે શ્રાપ નિષ્ફલ કરીશ. કેમકે હું અરણ્યમાં નિવાસ કરીશ જેથી