________________
( ૨૩૪ )
શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ લઈ ગયા. ભાયલે ત્યાં શાશ્વતી પ્રતિમાને હર્ષથી વંદન કર્યું એટલે ધરણે તેને કહ્યું કે “ વરદાન માગ વરદાન માગ.” ભાયલે કહ્યું. “ નાથ ! જેવી રીતે લોકમાં હારું નામ પ્રસિદ્ધ થાય તેમ કરે. કારણ મનસ્વી પુરૂષને એજ સાર રૂપ છે.” નાગરાજે કહ્યું. “ ચંડપ્રદ્યોતન રાજા અહીં હારા નામથી દૈવિક નગર વસાવસે. પણ તું શ્રી જિનેશ્વરની અડધી પૂજા કરીને અહિં આવ્યો છું. માટે કાલે કરીને મિથ્યાદ્રષ્ટિ અને તે પ્રતિમાનું ગુપ્ત રીતે પૂજન કરશે. એટલું જ નહિં પણ તે મિથ્યાદ્રષ્ટિએ તે પ્રતિમાને બહાર સ્થાપન કરીને આ ભાયલ નામના આદિત્ય (સૂર્ય) છે. એમ કહેશે અને ભાયલસ્વામી સૂર્ય એવા નામની તે મૂર્તિને પૂજશે. કારણકે સર્વ માણસેએ ઉદ્દષણ કરેલી યુક્તિ પણ નિષ્ફળ નથી થતી ” ભાયલે કહ્યું.
હા હા! હું પાપી ઠર્યો. હે મહેંદ્ર! મને ધિક્કાર છે ધિક્કાર છે. આ એક હારું ન નિવારી શકાય તેવું અમંગલ થયું. કારણકે દેવાધિદેવની પ્રતિમાને પ્રતિનિધિ બનાવી આદિત્ય એવા મહારા નામથી અન્યને પૂજશે.” ઇન્ટે કહ્યું. “હે ભાયલ! તું શેક ન કર. એમાં આપણે શું કરીએ, કારણકે દૂષમ કાળનું આ ચેષ્ટિત બહુ પ્રબલ છે.” પછી નાગકુમાર દેવતાઓએ તેજ માર્ગ વડે ભાયલને સ્વમના દર્શનની પેઠે તેના પૂર્વ સ્થાનકે પહોંચાડે.
હવે અહિં વીતભય નગરમાં કૃતાર્થ એ ઉદાયન ભૂપતિ સવારે જિનેશ્વરની પૂજા કરવા જિનપ્રાસાદ પ્રત્યે આવ્યા. ત્યાં તેણે પોતાની આગલ કરમાઈ ગએલી પુષ્પમાલાવાળી પ્રતિમા જોઈ વિચાર્યું જે “આ પ્રતિમા કઈ બીજી છે. પ્રથમની નથી. કારણ કે તે પ્રતિમા ઉપર સવારે ચડાવેલા પુષ્પો સાંજે પણ જાણે તુરતના ચડાવેલા હોયની? એવાં દેખાય છે. વલી જાણે સ્તંભ ઉપર કરેલી પુતળી હોય ની? એમ અહિં નિરંતર રહેતી એવી દેવદત્તા દાસી પણ જાણે મરી ગઈ હોયની? એમ દેખાતી નથી. ઉનાળામાં જેમ મારવાડમાં પાણુ સુકાઈ જાય તેમ હાથીઓને મદ ગળી ગયું છે માટે અહીં નિચે અનિલગ નામનો ગંધહસ્તિ આવ્યો હોય એમ મને લાગે છે. રાત્રીએ ચેરની પેઠે અવંતીને રાજા ચંડપ્રદ્યતન અનિલવેગ નામના હસ્તિની સહાયથી અહીં આવી પ્રતિમાને તથા દેવદત્તાને હરણ કરી ગયો છે.” પછી ક્રોધથી કંપતા અંગવાલા ઉદાયન રાજાએ ચંડપ્રદ્યતન ઉપર ચડાઈ કરવા માટે જયપહ વગડાવ્યો. સર્વ સૈન્ય સજજ કરી ઉદાયન ભૂપતિએ શુભ દિવસે અતિપ્રચંડ તેજવાલા ચંડપ્રદ્યતન તરફ પ્રયાણ કર્યું. જેમ રૂદ્રની સામે ચંદ્ર પ્રયાણ કરે તેમ ચંડપ્રદ્યતન તરફ પ્રયાણ કરતા એવા ઉદાયન રાજાની પાછલ બીજા મહા તેજવાલા મુકુટબદ્ધ દશ રાજાઓ ચાલ્યા પછી જાંગલ દેશની ભૂમિ પ્રત્યે ગએલા ઉદાયન રાજાના સૈન્યને પ્રાણુને નાશ કરનારી મહા તરસ્યા ઉત્પન્ન થઈ. તરસ્યાથી પરસ્પર અથડાઈ પડતા અને પૃથ્વી ઉપર આલોટતા એવા સુભટો દિવસ છતાં પણ ઘુડની પેઠે માને વિષે કાંઈ પણ દેખતા નહોતા. આ વખતે