________________
‘શ્રીઅભયકુમાર કથાનતર્ગત શ્રીઉદાયન રાજર્ષિની થા. (૨૩૩) તે હારી નગરી પ્રત્યે ચાલ.” સુવર્ણલિકાએ કહ્યું “હું આ દેવાધિદેવની પ્રતિમાને મૂકી દઈ ક્ષણમાત્ર પણ જીવી શકું તેમ નથી માટે હે રાજન ! તમારે આ મૂર્તિના સમાન બીજી મૂર્તિ લાવીને ત્યાં સ્થાપન કરવી અથવા તે આ મૂર્તિને જ ત્યાં લઈ જઈને સ્થાપવી.” પછી ચંડપ્રદ્યતન ભૂપતિ, દેવાધિદેવની પ્રતિમાસમાન રૂપ આલેખી લઈ અને તે રાત્રી પ્રીતિથી તેણીની સાથે ક્રીડા કરવામાં નિગમન કરી સવારે પોતાની ઉજયિની નગરી પ્રત્યે ચાલ્યા ગયા. ત્યાં ચંડપ્રદ્યોતન ભૂપતિએ જેવી જેઈ હતી તેવી જાતિવંત ચંદનના કાષ્ટની શ્રી વિરપ્રભુની પ્રતિમા કરાવી. પછી તેણે પોતાના પ્રધાનને પૂછયું કે “ મેં આ દેવાધિદેવની નવીન પ્રતિમા કરાવી છે તેની પ્રતિષ્ઠા કેણ કરશે?” પ્રધાને કહ્યું. “હે પૃથ્વીનાથ! અનંત ભવના સંદેહને નાશ કરનારા તથા કેવલજ્ઞાની એવા કપિલ મુનિ એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરશે. પછી ચંડપ્રદ્યતન રાજાની વિનંતિ ઉપરથી ઉપશમધારી કપિલ મુનિએ વાસક્ષેપ નાખવા પૂર્વક તે નવીન મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પછી ચંડપ્રદ્યોતન રાજાએ તે પ્રતિમા વાયુના સરખા વેગવાલા હસ્તિની પીઠ ઉપર મૂકી અને પોતે પણ હર્ષથી તે પ્રતિમાની સેવા કરતે છતે હસ્તિ ઉપર ચઢ. હસ્તિના દિવ્ય વાહનથી પણ અધિક વેગથી વિતભય નગરને વિષે જઈ તેણે તે પ્રતિમા કુજા (સુવર્ણગુલિકા)ને આપી. કુજાએ પણ તે પ્રતિમાને મંદીરમાં સ્થાપન કરી તથા પૂર્વની પ્રતિમા લઈ ચંડપ્રદ્યતન રાજા પાસે આવી ચંડઅદ્યતન ભૂપતિ પણ પ્રતિમાન સહિત કુબ્બાને હસ્તિ ઉપર બેસારી તુરત પોતાની નગરી પ્રત્યે ગયે. આ વખતે તેની ઉજજયિની નગરી જાણે પિતાની સામે આવી હાયની? એમ તેને માલમ પડયું.
એકદા કુન્શાએ તથા ચંડપ્રદ્યતન રાજાએ વિદિશા નગરીના ભાયલ છીને તે વિદ્યુમ્માલી દેવતાએ બનાવેલી ગોશિષ ચંદનની મૂર્તિ પૂજા કરવા સેંપી. કારણ તેઓ બહુ વિષયાસક્ત હોવાથી મૂર્તિની પૂજા કરી શક્યાં નહોતાં. એક દિવસ ભાયલે જાણે મૂર્તિમંત તેજનો સમૂહ હાયની ? એવા અને પિતાના હાથથીજ ચંદનાદિ વડે તેજ જિનપ્રતિમાને પૂજન કરતા બે ઉત્તમ પુરૂષને દીઠા. દૃષ્ટિને સુખ આપનારા અને ઉત્તમ કાંતિથી દેદીપ્યમાન એવા તે બને પુરૂષને જોઈ ભાયલે તેમને પૂછયું કે “તમે કેણુ છે ?” તેઓએ કહ્યું. “અમે પાતાળમાં રહેનારા કંબલ શંબલ નામના નાગકુમાર છીએ. ધરણેની આજ્ઞાથી અમે નિરંતર વિદ્ય”ાલી દેવતાએ બનાવેલી દેવાધિદેવની આ પ્રતિમાને ચંદનાદિ પૂજા સામગ્રીથી પૂજા કરવા માટે અહીં આવીએ છીએ, આ હૃદયની અંદર રહેલી વિદિસા નદીના માર્ગે થઈ અમે મરાલ પક્ષીની પેઠે આવ જા કરીએ છીએ,” ભાયાલે કહ્યું. “ તમે કૃપા કરી પાતાલના તમારા ભુવને મને દેખાડે. વલી મને ત્યાંની શાશ્વતી પ્રતિમાને જોવાનો મનોરથ છે તે હારો મને રથ પૂર્ણ કરે. કારણ દેવતાનું દર્શન નિષ્ફળ થતું નથી.” પછી તે બન્ને દેવતાઓ નદીમા અધું પૂજન કરેલા ભાયલને તુરત પાતાલ પ્રત્યે