________________
શ્રીમતી રહિણીને સંબધ,
(૧૮૯) અને પાંચજ્ઞાન પામે. આ પાંચમને ઉપવાસ કર્મની શાંતિ કરનાર છે. એટલું જ નહિ પણ તે સ્વર્ગ તથા અપવર્ગની સુખસંપત્તિનું કારણ છે. ” મુનિનાં આવાં વચન સાંભળી તે ચારે કન્યાઓ પંચમી વ્રત લઈ પિતાના મનુષ્ય જન્મને સફળ માનતી છતી ઘર પ્રત્યે આવયો. પછી વિજળીના પડવાથી મૃત્યુ પામીને તે ચારે કન્યાઓ સ્વર્ગ પ્રત્યે ગઈ
રૂપકુંભ મુનિ અશચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ત્યાંથી ચવીને તે ચારે કન્યાઓ આ હારી પુત્રીઓ થઈ છે અને શિવશર્માદિ બ્રાહ્મણના પુત્રો પણ સ્વર્ગથી ચવીને હારા પુત્ર થયા છે. પવિત્ર આત્માવાળો પેલે વિદ્યાધર પણ સ્વર્ગથી ચવી ત્યારે આ છેલે પુત્ર થયો છે.”
આ પ્રમાણે પોતાના પૂર્વ ભવ સાંભલી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા તે અશકચંદ્ર ભૂપતિ વિગેરે સર્વે માણસ, શ્રાવકધર્મ અંગીકાર કરી પોતાના ઘર પ્રત્યે ગયા.
એકદા અશોકચંદ્ર ભૂપતિ સભામાં બેઠો હતે, એવામાં વનપાલે આવીને વધામણ આપી કે “હે વિભે ! ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્ય અરિહંત પ્રભુ સમવસર્યા છે. શ્રી તીર્થનાથનું આગમન સાંભલી અત્યંત હર્ષ પામેલા અને કૃતાર્થ થયેલા અશોકચંદ્ર ભૂપતિએ પોતાના અંગનાં સર્વ આભૂષણે વનપાલને આપ્યાં. પછી સર્વ નાગપુર નગરને શણગારી પ્રિયા પુત્રાદિ પરિવાર સહિત અશોકચંદ્ર ઉદ્યાનમાં ગયો. ત્યાં જિનેશ્વર પાસે ધર્મોપદેશ સાંભળી પ્રતિબોધ પામેલા ભૂપતિએ ન્હાના પુત્રને રાજ્યાસને સ્થાપી પિતે પ્રિયા પુત્ર સહિત શ્રી જિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લીધી. શિક્ષા સહિત દીક્ષા અંગીકાર કરી પ્રભુની સાથે વિહાર કરતા એવા તે રાજર્ષિએ થોડા દિવસમાં સર્વ શાસ્ત્રને અભ્યાસ કર્યો. પુત્ર અને સ્ત્રી સહિત દીર્ધકાલ પર્યત તપ કરી તે અશોકચંદ્ર મુનિ મોક્ષસુખ પામ્યા.
પૂર્વ ભવે રેહિણીએ આપેલા કડવા તુંબડાને જેમણે જીવદયાથી પકવાનની પેઠે ભક્ષણ કર્યું, ત્રણ લોકને ચરણથી પવિત્ર કરનારા, કામદેવના ગર્વને નાશ કરનારા તેમજ મેક્ષ ગતિ પામેલા તે ધર્મરૂચિ મુનિરાજને હું ભક્તિથી નમસ્કાર કરું છું.
श्रीमती 'रोहिणी' नो संबंध संपूर्ण.
उज्झुअवंगे पन्नेअ, बुद्धरुदेअ कोसिअजे अ॥
उमा एतप्भज्जा, जयंति चउरोवि सद्धाई ॥ १२३ ॥ સરલ સ્વભાવવાલા અંગમુનિ, વસ્વભાવવાલા પ્રત્યેકબુધ રૂદ્રમુનિ, કૌશિકાર્ય ઉપાધ્યાય અને તે ઉપાધ્યાયની સ્ત્રી એ ચારે જણા સિદ્ધિપદને પામ્યા છતા જયવંતા વતે છે. ૫ ૧૨૩ છે