________________
તે ૧૯૮),
શ્રીરષિમહલ વૃત્તિ ઉત્તર મોતી ધારણું ક્યાં છે તેટલા ધાન્યના દાણા પણ આપણા ઘરમાં નથી. વળી તેઓએ પહેરેલા વસ્ત્રોમાંના એક વસ્ત્રનું જેટલું મૂલ્ય છે તેટલાં મૂલ્યનાં તે આપણે જીવિત પર્યત વસ્ત્ર પહેરનારા નથી. આ પુરૂએ વિધિને શું આપ્યું હશે કે જેથી વિધિઓ તેમને આવું સુખ આપ્યું છે અને આપણને કાંઈ ન આપ્યું.” ન્હાના ભાઈઓનાં આવાં વચન સાંભળી મોટાએ કહ્યું. “ તમે વિધિને કેમ ઠપકો આપે છે? ઠપકે આપવા યોગ્ય તમારે આત્મા જ છે કે જેણે પૂર્વે ધર્મ કર્યો નહિ. આપણે પૂર્વ ભવે પુણ્ય કર્યું નથી તેથી આપણને જરા પણ લક્ષ્મી મલી નહિ માટે આપણે આ ભવમાં ધર્મ કરીએ કે જેથી આપણને આગલા ભવમાં લક્ષમી મળે.”
મહેટા ભાઈના વચનથી શાંત ચિત્તવાળા ન્હાના ભાઈઓ કહેવા લાગ્યા. “તે આપણે પણ એ ધર્મ કરવો જોઈએ. તેનું જે કાર્ય હોય તે કહો?” શિવશર્મા
મ્હોટા ભાઈએ નિષ્કપટપણે ફરીથી કહ્યું. “તે અનંત સુખ આપનારો ધર્મ આપણે કેઈ સાધુ પાસેથી જાણવો જોઈએ માટે આપણે કોઈ મોટા ઉદ્યાન કે પર્વતાદિ ભૂમિ પ્રત્યે જઈએ. કારણ સુગુરૂને વેગ સર્વ સ્થાનકે મળતું નથી.” - આ પ્રમાણે વિચાર કરી તે સાતે ભાઈઓ નગરીની બહાર નિકલ્યા ને મુનિની શોધ કરવા લાગ્યા એટલામાં તેઓએ ઉદ્યાનમાં એક મુનિ દીઠા. કહ્યું છે કે ઉદ્યમ નિષ્ફલ થતું નથી. ' મુનિને જોઈ અત્યંત હર્ષ પામેલા તે ભક્તિવંત સાતે ભાઈઓએ તેમને નમસ્કાર કર્યો. મુનિરાજે પણ તે સર્વેને એગ્ય જાણી ઉત્તમ ધર્મોપદેશ આપે પછી શિવશર્માદિ સાતે દ્વિજ બંધુઓ દીક્ષા લઈ તપ કરી સુખના સ્થાનક રૂપ સાધર્મ દેવલેક પ્રત્યે ગયા.
- આ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર જિનધર્મને વિષે પ્રીતિવાળો અને ધર્મનિષ ભલક્ષુલ્લક નામે વિદ્યાધર રહેતે હતે. લઘુકમિ એ તે વિદ્યાધર, નિરંતર પંદર કર્મભૂમિમાં નવા નવા તીર્થને વિષે જિનયાત્રાને ઉત્સવ કરતો હતે. શુદ્ધ ભાવથી ઉત્તમ એવા શ્રાવક ધર્મનું આરાધન કરી તે વિદ્યાધર પણ મૃત્યુ પામીને સાધર્મ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે. - હવે જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરને અધિપતિ શ્રી ગરૂડવેગ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કમલની શોભા સરખી સુશોભિત મુખવાલી કમલશ્રી નામે સ્ત્રી હતી. તેઓને પદ્મશ્રી વિગેરે ચાર પુત્રીઓ હતી. એક દિવસ તે ચારે પુત્રીએ ઉદ્યાનમાં કીડા કરવા ગઈ. ત્યાં તેઓએ સમાધિગુપ્ત નામના મુનિને દીઠા. મુનિને જેવાથી અતિ હર્ષ પામેલી તે કન્યાઓ, તેમને વંદના કરી આગલ બેઠી. મુનિએ તે ચારે કન્યાઓને અ૫ આયુષ્યવાલી જાણે તેણીઓના હિતને અર્થે તે દિવસ પાંચમને દિવસ હોવાથી આ પ્રમાણે કહ્યું. “જે માણસ જ્ઞાનવૃદ્ધિ માટે પાંચમને ઉપવાસ કરે તે બીજા ભવમાં બહુ સુખપૂર્વક