________________
શ્રી પુંડરીકકુંડરીકની કથા.
(૯) કથા, વિદેહ ભૂમિમાં રહેલા પુષ્કલાવતી નામના વિજયમાં સ્વર્ગપુરીથી પણ અધિક સુશોભિત પુંડરીકિણ નામે નગરી છે. ત્યાં જગને વખાણવા યોગ્ય અને નિમલ પ્રતાપવાળો કુંડરિક નામે રાજા, પિતાના બંધુ પુંડરિક સહિત રાજ્ય કરતો હતો. .
એકદા સુગુરૂનો ઉપદેશ સાંભળવાથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવ કુંડરીકે, નહિ ઈચ્છતા એવાય પણ પોતાના બંધુ પુંડરિકને રાજ્યભાર સેંપી પોતે દિક્ષા લીધી. પછી નિરંતર નિરતિચારપણે ચારિત્ર પાલતા એવા તે કુંડરિકને કઈ એક દિવસ પૂર્વ કર્મને યેગથી બહુ રેગ થયે. બંધુરૂપ પુંડરિક ભૂપતિએ તેને નિર્દોષ આહાર અને ઉત્તમ વૈદ્યોએ કહેલા બહુ પ્રકારના આહારથી રોગરહિત કર્યો. પછી કુંડરિક સાધુએ ગુરૂ પાસે આલોચના લઈ શુદ્ધ ચારિત્ર પાળવા પૂર્વક પુંડરિકની રજા લઈ વિહાર કર્યો. નિરંતર આઠ પ્રવચન માતાનું પરિપાલન કરતા તેમજ સંસારની ઉત્પત્તિ કરનારા એવા કષાયરૂપ સ્તંભોને દૂર કરતા વળી પોતાના ઉત્તમ પ્રકારે દશ પ્રકારના સાધુ ધર્મને સહતા નાના પ્રકારના ઉપસર્ગોને તથા પરીષહોને સહન કરતા હતા.
આ પ્રકારે એ મહામુનિએ એક હજાર વર્ષ પર્યત નિર્મલ ચારિત્ર પાડ્યું. એવામાં તેમને કર્મના યોગથી ચારિત્ર પાળવામાં પ્રતિબંધ કરનારું કમનું આવરણ ઉદય પામ્યું. જેથી ભાગી ગયું છે અને જેમનું એવા તે કંડરિક મુનિ પર્વતના ભારની પેઠે સત્તર પ્રકારના સંયમભારને ઉપાડવા સમર્થ થયા નહીં. છેવટ કંડરિક મુનિ રાજ્ય લેવાની ઈચ્છાથી બંધુ પુંડરિકની નગરીના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે પોતાનાં પાત્રો એક વૃક્ષની ડાલે વળગાડી નિવાસ કર્યો. પછી વનપાલના મુખથી પોતાના બંધુ કંડરિક મુનિનું આવાગમન સાંભળી પુંડરીક રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં તે પોતાના બંધુને આકાર, ચેષ્ટા, ગતિ, ભાવણ, નેત્રના વિકારાદિ મુખ્ય ભાવો વડે ચારિવથી ખેદ પામેલા ચિત્તવાળા જાણું બહુ ખેદ કરતાં હતાં કહ્યું કે “હે બંધુ! તમે સિંહની પેઠે પોતાનું ચક્રવર્તિ સરખું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી છે તો હવે તેને પાલવામાં શિયાલના સરખા ન થાઓ. તમે આ લેકમાં બહુ કાળપર્યત અતિ નિર્મળ ચારિત્ર પાવ્યું છે તે હમણું થોડા દિવસ માટે દુઃખરૂપ સંસારમાં શા કારણે પડે છે? બહુ કાલપર્યત ભેગવેલા અસંખ્ય ભેગોથી પણ આત્મા તૃપ્તિ પામતો નથી માટે આ ચરિત્રને વિષે આનંદ અને સુખદાયક એવો સંતોષ રાખે.” આ પ્રમાણે બહુ કહ્યું છતાં એ મહામુનિ ચારિત્રને વિષે સ્થિરતા ન પામ્યા ત્યારે પુંડરિક ભૂપતિએ કહ્યું કે “જે તે રાજ્યની ઈચ્છા કરતે હોય તે તે લે અને ત્યારે વેષ મને આપ.” કંડરિકે તે વાત કબુલ કરી એટલે રાજાએ તેને તેજ વખતે રાજા આપી પોતે તેને વેષ લઈને સંયમરૂપ સામ્રાજ્ય અંગીકાર કર્યું.