________________
શ્રી રષિમહલવૃત્તિ ઉત્તરાદ્ધ. સંયમમાં, નિયમમાં અને તપમાં આત્માને લઈ ગયા છે તેમને સામાયિક હોય. એવું એવું કેવળી ભગવાને કહ્યું છે ત્રણ સ્થાવર રૂ૫ સર્વ જીવમાં જે સામાન છે તેને સામાયિક હેય એવું કેવળી ભગવતે કહ્યું છે.” હમેશાં ગુણવાન જીવને સામાયિક હોય છે. વાસ્તે કથંચિત્ આત્માથી સામાયિક ભિન્ન છે. ઈત્યાદિ સ્થવિરેની ઘણી યુક્તિ આ સાંભળીને કાલાસવેસિક પુત્ર પ્રતિબંધ પામ્યો અને સ્થવિરોની પાસે પાંચ મહાવ્રતારૂક ધર્મ અંગીકાર કરી સમ્યક પ્રકારે આરાધીને મેક્ષમાં ગયે એનું વિશેષ સ્વરૂપ ભગવતી સૂત્રથી જોઈ લેવું.
इतिश्री ऋषिमण्डलवृत्तौ द्वितियखण्डे कालासवेसिक सुतसंबंधः । धम्मो दढसन्नाहो, जो निचं मदरो इव अकंपो ॥ इह लोग निप्पिवासो, परलोग गवेसउ धोरो ॥ ५१ ॥ जो सोमेण जमेण य वेसमणेणे वरुणेण य महप्या ॥
मुग्गिलसेल सिहरे नमंसिउ तं नमसामि ॥ ५२॥ જે મહાત્મા કાલાસવેસર્ષિ, ધર્મને વિષે દઢ પરિણામવાળા, શિયાળના ઉપસર્ગ છતાં મેરૂ પર્વતની પેઠે ધર્મધ્યાનથી નિષ્પકંપ એવા છે તેમજ આ લોકમાં અથવા આ ભવમાં એટલે રાયશ અને માનાદિકની ઈચ્છા રહિત તથા પરભવની ગષણના કરનાર અને મહા ધીરવંત છે. વળી જેમને મુદગળ પર્વત ઉપર ચંદ્ર, યમ વૈષ્ણવ, અને વરૂણ વિગેરે લક્ષાળોએ તેમના અસમ ગુણોથી હર્ષ પામીને નમસ્કાર કર્યા છે. તે કાલાસશર્ષિને હું નમસ્કાર કરું છું. ૫૧ . પર છે
कालासवेसिअ सुओ आया सामाइयंति थेराण ॥
वयणं सोउ पडिवनपंचजामो गओ सिद्धि ॥ ५३ ॥ ' સ્થવિરેનાં સામાયિક એવા વચનને સાંભળી પંચ મહાવ્રતને અંગીકાર કરનાર, કાલાશિકનો પુત્ર આત્મા સિદ્ધિ પામે છે. આ પ૩ છે
पुखलवईइ विजये सामी पुंडरगिणीइ नयरीए ॥ दछण कंडरीअस्स कम्मदुच्चिलसिअं घोरं ॥५४॥ सिरि पुंडरीय राया निखतो काउ निम्मलं चरणं ॥
थेवेणवि कालेणं सपत्तो जयउ सबठे ॥ ५५ ॥ પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણ નગરીના રાજા પુંડરિક, પિતાના ભાઈ કુંડરિકને માઠા કર્મના ઉદયથી ભગ્ન ચારિત્રના પરિણામવાલે જઈ પોતે વૈરાગ્યથી રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. પછી થોડા કાલે નિર્મલ એવા ચારિત્રને પાલી સર્વાર્થસિદ્ધ વિમાન પ્રત્યે ગયા, તે પુંડરિક મુનિ સર્વ પ્રકારે વિયવંતા વર્તો. ૫૪-૧૫