________________
શ્રીધર્મચિ તથા સ્ત્રી નિનાદવ મુનિવરની કથા. (૧૫) હેટા ઉત્સવથી રાજ્યાભિષેક કરી દીક્ષા લીધી. છેવટ બે માસની સંલેખનાથી નિર્મળ થએલા તેઓ સર્વ કર્મને ક્ષય કરી પુંડરીકાચળને વિષે સિદ્ધ થયા. દ્રૌપદી પણ વ્રત અંગીકાર કરી મૃત્યુ પામી બ્રહ્મલોકમાં દેવતા થઈ. ત્યાંથી ચવી તે વિદેહ ક્ષેત્રને વિષે નિચે સિદ્ધિ પામશે.
નાગશ્રી બ્રાહ્મણએ આપેલા અશુભ વિષમય કડવા તુંબડાને જેના ઉપર દયાના વશથી ભક્ષણ કરી તથા સુત્રત ગુરૂની પાસે અનશન અંગીકાર કરી જે ધર્મરૂચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ દેવલેકે ગયા તે ધર્મરૂચિ મહર્ષિને હું ભક્તિથી નિરંતર સ્તવું છું.
श्री धर्मरुचि नामना मुनिवरनी कथा संपूर्ण
पालिअ मंसनियम, विजेहि पणिआवि गेलने ॥
पव्वइ सिद्धिपुरं, संपत्तो जयउ जिणदेवो ॥१०॥ માંદગીમાં વૈદ્યોએ માંસ ખાવાનું કહ્યાા છતાં પણ માંસ ન ખાવાના પોતે લીધેલા નિયમને પાળી તથા દીક્ષા લઈ મેક્ષસિદ્ધિ પામેલ જિનદેવ શ્રાવક જયતે વતે છે. ૧૦ છે
श्री जिनदेव नामना मुनीवरनी कथा * દ્વારિકા નગરીમાં પોતાના ગુણેએ કરીને સંપત્તિના સ્થાન રૂપ તથા પૃથ્વીમા વિખ્યાત એવા અહેમિત્ર નામે શ્રેષ્ઠી વસતું હતું, તેને ઉત્તમ ગુણોવાળી અશુદ્ધરી નામે સ્ત્રી હતી. તે બંને જણાએ ઉત્તમ શ્રાવક ધર્મને પાળતા હતા. કાળક્રમે તેઓને એક પુત્ર થયો. માતા પિતાએ વિનયવંત, ન્યાયવંત તથા શુદ્ધ બુદ્ધિથી પ્રેમવાળા તે પુત્રનું જિનદેવ નામ પાડયું અને તેને કલાચાર્ય પાસે મોકલી સર્વ કલાઓને અભ્યાસ કરા. પુત્ર અનુક્રમે પૂર્વના પુણ્યથી પૈવનાવસ્થા પામ્યું.
એકદા શુદ્ધ બુદ્ધિવાળા તે પુત્રે સુગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળવાથી માંસભક્ષણમાં દેષ જાણું તેનું પચ્ચખાણ લીધું. પૂર્વ કર્મના ભેગથી તે પુત્રને શરીરે રોગ ઉત્પન્ન થયે. વૈદ્યો આષધ કરવા અસમર્થ થયા. તેથી તેઓએ તે શ્રેષ્ઠી પુત્રને કહ્યું. “ હે જિનદેવ ! જે તું માંસ ભક્ષણ કરે તો હારા રોગને નાશ થાય. એ વિના હવે રેગના ક્ષયને બીજો કોઈ ઉપાય નથી. જિનદેવે કહ્યું. “હે વૈદ્યો ! સાંભળે, પૂર્વકર્મના ભેગથી ઉત્પન્ન થએલા રોગ નાશ પામો અથવા ન પામે પરંતુ હું પ્રાણુતે પણ માંસભક્ષણ કરીશ નહીં. ' માતા પિતાએ પણ બહુ આગ્રહ કર્યો છતાં તેણે તે માંસભક્ષણની વાત અંગીકાર કરી નહીં. પછી ઉત્પન્ન થએલા વેરાગ્યથી ભાવિત આત્માવાળા અને ઉદાર મનવાળા તે જિનદેવે સર્વ સાવદ્ય ચોગનું પચ્ચખાણ કરી શુદ્ધ બુદ્ધિથી પ્રવજ્યા લીધી. છેવટ કેવળજ્ઞાન પામી કૃતાર્થ થએલા તે જિનદેવ મુનિ મેક્ષ પામ્યા.
'श्रीजिनदेव' नामना मुनिवरनी कथा संपूर्ण