________________
શ્રીઇલાચી પુત્રની કથા.
(૧૭) પિતાનાં વચન સાંભલી પૂર્વ જન્મના અનુરાગથી બંધાયેલા ઈલાપુત્રે કહ્યું. હેતાત! મ્હારે પ્રતિબંધ એવો છે કે હું નિશ્ચ સંખપુત્રી વિના જીવવાનેજ નથી. માટે હું તેના ઘરે જઈ તેના ઘરજમાઈ તરીકે ત્યાંજ રહીશ. નહિ તે નિશ્ચ હારું મૃત્યુ જ છે.
પુત્રનાં આવાં વચન સાંભલી શ્રેણી વિચારવા લાગ્યો. “ નિચે ભાવિ અન્યથા થતું નથી. ” પછી રાગથી વ્યાકુલિત મનવાલા માતા પિતાને તજી દઈ ઈલાપુત્ર, પોતાના દુષ્ટ કર્મના યોગથી મંખને ઘરજમાઈ થઈને રહ્યો.
એકદા તે મને પોતાના કુટુંબસહિત બેનાતટ નગરે જઈ રાજાની આગલ લકને આશ્ચર્યકારી નાટક આરંહ્યું. નાટકની અંદર નૃત્ય કરતી એવી ઈલાપુત્રની સ્ત્રી કે જે મંખની પુત્રી થતી હતી તેને જોઈ તુરત ભૂપતિ કામથી બહુ વ્યાકુલ થવા લાગ્યો. પછી તેણે વિચાર્યું જે “ આ (ઈલાપુત્ર ) કેઈ ઉપાયથી મૃત્યુ પામે તો આ નટી હારા મંદીર પ્રત્યે આવે. અન્યથા નહીં.” આમ વિચારીને તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાલા ભૂપતિએ ઈલપુત્રને કહ્યું. “ જે તે સર્વ નાટક ક્રીયામાં કુશલ હોય તે વંશના ઉપર પાટલે મૂકી તેના ઉપર સ્થિર ઉભું રહી ઉંચા હાથ રાખી ત્રણવાર નાટક કરે તો હું તને પ્રમાણુરહિત સુવર્ણ, રત્ન, હસ્તિ અને અશ્વાદિકનું દાન આપું. ” ભૂપતિનાં આવાં વચન સાંભળી તે ઈલાપુત્ર નટે જે જેવા માત્રથીજ લોકે આકુલ વ્યાકુલ થઈ જાય એવું તે સર્વ નૃત્ય કરી રાજાને કહ્યું કે “હે નૃપ ! આપે કહેલું દાન મને આપે. ” શુદ્ધાત્મા ભૂપાલે કહ્યું “ હે ભદ્ર ! વ્યગ્રપણુથી હું હારું નાટક જોઈ શકયો નથી, માટે ફરીથી કર, જેથી હું તને દાન આપું. ” ઈલાપુત્રે ફરીથી તેવું નાટક કરી તુષ્ટિદાન માગ્યું. એટલે ભૂપતિએ ફરીથી પણ તે જ ઉત્તર આપ્યો. તેથી ઈલાપુત્ર વિચારવા લાગ્યો કે, “ ભૂપતિ કામથી આકુલ વ્યાકુલ થવાને લીધે હારી પ્રિયાને ગ્રહણ કરવાની ઈચ્છાથી જ મને વારંવાર આવે ક્ષુદ્ર આદેશ કરે છે. હાય હાય હવે હું ક્યાં જાઉં અને શું કરું? હિત દેવ એવો આ ભૂપતિ નિચે મને હારીને તુરત મારી પ્રિયાને અંગીકાર કરશે. ” આવા વિચારથી આતુર ચિત્તવાલો અને વંશ ઉપર બેસી પુરશોભા જોતા એવા તે ઈલાપુત્રે પોતાના દુષ્ટ કર્મને અંતરાય ક્ષય થવાથી કોઈ એક શ્રેષ્ઠીના ઘરને વિષે અલંકારવડે દિવ્ય રૂપ ધારણ કરતી એવી કોઈ સ્ત્રી સાધુને ભિક્ષા વહેરાવતી પણ તે મહા સાધુ તેણીના સામે પોતાની દ્રષ્ટિ જરાપણ કરતા નહિ હતા તે જોયું. તે ઉપરથી વિવેક બુદ્ધિવાળે ઇલાપુત્ર મનમાં વિચારવા લાગ્યું કે મોટા પુરૂષમાં આજ અંતર છે. જુઓ આ એલા એવા મુનિ પોતાને ભિક્ષા વહોરાવતી એવી આ ઉત્તમ રૂપવતી સ્ત્રીને નિરાગપણાથી જોતા પણ નથી. હુંજ એક પાપી ઠર્યો કે જે મેં અધમ એવી નટપુત્રી જોઈ અને તેને વિષે આસક્ત થઈ માતા પિતાને તજી દઈ આ દુષ્ટ એવું નટકર્મ આરંહ્યું. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હાર આ નટેની સાથે ઠેકાણે ઠેકાણે નૃત્ય કરવું પડે છે. જે એથી હમણાં જ મહારે મૃત્યુ