________________
(૧૦૦)
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરા. જાણતા નથી. રાજસેવકે મુનિની શોધ કરતા કરતા ઉદ્યાન પ્રત્યે ગયા. ત્યાં તેઓ મુનિને જોઈ વિસ્મય પામતા છતા વિચાર કરવા લાગ્યા. “વિશ્વમાં ઉત્તમ એવા આજ સાગરચંદ્ર રાજર્ષિ છે કે જેમણે ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી છે.” પછી તે સર્વે સુભટેએ ગુણચંદ્ર રાજા પાસે આવીને ઉદ્યાનમાં સાગરચંદ્ર મુનિના આગમનની ખબર આપી. ગુણચંદ્ર ભૂપતિ પણ વિચાર કરવા લાગ્યો. “નિચે આ પુત્રોનું ધર્મ દ્વેષીપણું જાણું સાગરચંદ્ર મુનિએજ તેમને આવી શિક્ષા કરી છે. કારણ તેમના વિના બીજે કયો પુરૂષ એ દુષ્ટ પુત્રોને સરલ કરવા સમર્થ થાય? પૃથ્વી ઉપરથી ખસી પડેલાને પૃથ્વી એજ અવલંબન છે માટે ચાલ વિનયયુક્ત વચનથી એ રાજર્ષિને શાંત કરી એ બન્ને કુમારને જીવાડું. અન્યથા તેઓને જીવવાનો ઉપાય નથી.” આ પ્રમાણે વિચાર કરીને ગુણચંદ્ર ભૂપતિ તુરત ઉદ્યાનમાં આવી મુનિના ચરણમાં પડી પુત્રના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. સાગરચંદ્ર મુનિએ કહ્યું. “અરે અધમ નૃપ ! જે ધર્મધ્વંસ કરતા એવા તે દુર કુમારને તું મેહને લીધે નથી નિવારી શકો તો મહારે તને આવી શિક્ષા કરવી ઘટે છે. કારણ કે પુરૂષ ધર્મને નાશ કરનારની ઉપેક્ષા કરે છે તે પાપી કહેવાય છે.” સાગરચંદ્ર મુનિ આ પ્રમાણે કહીને વિરામ પામ્યા, એટલે ભયથી વિવલ એવો ભૂપતિ મુનિને કહેવા લાગ્યો કે, “હે ક્ષમાવંત! એ બન્ને કુમારના અપરાધને ક્ષમા કરે. હવે પછી તેઓ આ અપરાધ નહિ કરે માટે દયા કરી તેઓને સારા કરે. કારણ સંત પુરૂષ તે દયાવંતજ હોય છે.” મુનિએ ફરીથી કહ્યું. “હે રાજન્ ! જે એ બન્ને કુમારે દીક્ષા લે તો હું તેઓને સારા કરૂં અન્યથા નહીં. ” મુનિના આવા આગ્રહને જાણ શણચંદ્ર ભૂપતિએ તે વાત બને કુમારને પૂછી. બન્ને કુમારેએ તે અંગીકાર કરી એટલે સાગરચંદ્ર મુનિએ તેઓના શરીરને એવાં મર્દિત કર્યો કે જેથી તેઓના શરીરના સાંધા જેમ હતા તેમ મલી ગયા. પછી દુષ્કર્મને ભેદ કરનાર સાગરચંદ્ર મુનિએ તેજ વખતે તે બન્ને કુમારેને લોચ કરી, દીક્ષા દઈ અને તે બન્નેને સાથે લઈ વિહાર કર્યો.
પછી તે દિવસથી રાજાને પુત્ર એમ વિચાર કરવા લાગ્યું કે “આ શ્રેષ્ઠ મહામુનિએ મારે સંસારથી ઉદ્ધાર કર્યો છે.” પુરોહિત પુત્ર પણ તેથી વિપરીત એટલે એમ ધારવા લાગ્યો કે “આ મુનિએ કપટ કરીને મને શા માટે દીક્ષા દીધી? માટે તેને ધિક્કાર છે.” રાજપુત્ર મુનિએ નિષ્કપટપણે વ્રતનું આરાધન કર્યું અને બીજા પુરોહિત પુત્રે યતિધર્મની દુર્ગધ કરી આરાધન કર્યું. પછી આયુને ક્ષય થયે તે બન્ને જણ મૃત્યુ પામીને સ્વર્ગને વિષે સુખના સ્થાનક એવા એકજ વિમાનમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા. શાશ્વતા અરિહંત પ્રભુના ચિત્યને વિષે નિરંતર ઓચ્છવથી જતા અને વર્તમાન એવા જૈન મુનિઓની ભક્તિ કરતા એવા તે બન્ને દેવાઓએ પિતાનું સમુકિત અતિ નિર્મળ કર્યું પછી તે બન્ને જણાએ પરસ્પર એવો સંકેત કર્યો કે