________________
()
શ્રી હરિમંડલવૃત્તિ હરહે. જયવંતા વર્તો. ત્રણ જગમાં તમારું અભિમાન સત્ય કર્યું છે કે જેને માટે તમે પિતાનું વિસ્તરેલું રાજ્ય પણું શીશ ત્યજી દીધું. તમે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી મને પણ જીત્યા તો પછી બીજે સંસારી જીવ તમને જીતવા કેમ સમર્થ થાય તે હે સાધુ ! સંસારને હરણ કરતા એવા તમે જેવી રીતે મને જીત્યા છે તેવીજ રીતે ચેડા કાલમાં કર્મરૂપ શત્રુઓને જીતી તમે કેવલી થાઓ.” આ પ્રકારે દશાણુભદ્ર રાજર્ષને સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરી તેમજ અરિહંતપ્રભુની ધર્મ દેશના સાંભલી ગુણવંત એ ઈદ્ધિ, સ્વર્ગ પ્રત્યે ગયે. દશાર્ણભદ્ર રાજર્ષિ પણ ઘરે તપ કરી કર્મરૂપ શત્રુને નાશ કરવાથી કેવલજ્ઞાન પામ્યા. ત્રણે લોકમાં દશાર્ણ ભૂપતિ સમાન બીજે કયે અભિમાની પુરુષ થયો છે અથવા શિવાને છે કે જે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે સર્વ પૃથ્વીના સામ્રાજયપદને ત્યજી દઈ, શ્રજિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લઈ, ઈંદ્રની પ્રશંસા પામી મેલ લક્ષ્મીને પામ્યું.
'श्री दशार्णभद्र' नामना राजर्षिनी कथा संपूर्ण.
रायगिहमि पुरवरे, समुआणहा कयाइं हिंडतो ॥ पत्तो अ तस्स भवणं, सुवनगारस्स पावस्स ॥ ८५॥ निप्फेडिआणि दुन्निवि, सिसावेढेण जस्स अच्छीणि ॥ नय संजमाओ चलिओ, मेअज्जो मंदरगिरिव्व ॥ ८६ ॥ नवपुवी जो कुंचग-मवराहिणमवि दयाइ नाइरके ॥
तं निअजिअनिरविरकं, नमामि मेअअमंतगडं ॥ ८७॥ સર્વ પુરમાં શ્રેષ્ઠ એવા રાજગૃહ નગરને વિષે કયારેક ગોચરી માટે ભમતા એવા જે મેતાયે મુનિ, ઋષિઘાત કરવાથી પ્રસિદ્ધ થએલા સુવર્ણકારના ઘરને વિષે પ્રાપ્ત થયા. તેમજ તે સુવર્ણકારે લીલી વાધરવડે મસ્તક બાંધવાથી જેનાં નેત્રો પૃથ્વી ઉપર નકલી પડયાં. આવી રીતે પીડા કરી તો પણ દયાને લીધે જેનું મન સંયમથી મેરૂ પર્વતની પેઠે જરાપણ ચલાયમાન થયું નહીં એટલું જ નહીં પણ જેમણે જવ ચરી જતા એવા ક્રેચ પક્ષીને દીઠા છતાં પણ દયાથી તે વાત કહી નહીં. અને જેમણે નવ પૂર્વને અભ્યાસ કર્યો હતો એવા તે પિતાના જીવિતને વિષે પણ નિરપેક્ષ એવા મેતાર્ય મુનિને હું નમસ્કાર કરું છું. જે ૮૫-૮૬-૮૭ છે
“શ્રીમેતા” નામના નિવેરની વથા.
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નગરને વિષે ચંદ્રાવત સ ના રાજા રાજ્ય કરતે હતે તે રાજાને સુદર્શન અને પ્રિયદર્શન નામની બે સ્ત્રીઓ હતી. તેમાં સુદર્શનાએ ઉત્તમ ગુણવંત એવા સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્ર