________________
तृतीय गुण वर्णन
- at 1
હતું કે સમાન કુળ તથા શીલવાળા પણ અન્ય ગેત્રી સાથે વિવાહ કર
વારૂપ ત્રીજા ગુણનું વિવરણ કરે છે,
+
+
LH =
- “લાલ સાશતો ફોડવોત્રજૈઃ '—પિતા અને પિતામહ (દાદા) વિગેરે પૂર્વ પુરૂષના વંશને કુળ કહે છે. અને મદિરા, માંસ, રાત્રિભેજન અને અનંતકાયાદિકના ઉપગને ત્યાગ કરવા રૂપ આચાર,અથવા તે સમાન દેવ, ગુરૂ અને ક્રિયા કલાપ (ધર્મનુષ્ઠાન) ના આસેવનરૂપ આચારને શીળ કહે છે. તેવું કુળ તથા શીળ જેમનું એક સરખું હોય તેઓ સમાન કુળ શીળવાળા કહેવાયછે. કુળ અને શીળના કહેવાવડે ઉપલક્ષણથી સંપત્તિ, વેષ અને ભાષાદિકનું પણ ગ્રહણ કરવું. તેજ અહીં દર્શાવે છે. જે સંપત્તિ વિગેરેમાં વિષમતા હોય તે કન્યા પિતાના પિતાના મહાનું વૈભવથી અલ્પ વૈભવવાળા પિતાના સ્વામીની અવગણના કરે છે, અને પિતાના પિતાના પ્રચુર વૈભવને આધીન થઈ અહંકારને પ્રાપ્ત થએલે વર પણ કન્યાના પિતાની નિર્ધનતાને લીધે પિતૃ પક્ષના દુર્બળ ટેકાવાળી કન્યાની અવગણના કરે છે. અમુક પુરૂષથી ચાલી આવેલી વંશ પરંપરા તે ગોત્ર, અને તેમાં ઉત્પન્ન થએલા તે શેત્રી કહેવાય છે. તેમનાથી જે અન્ય ત્રવાળા હોય તેમની સાથે વિવાહ કર ચોગ્ય છે. અહીં નીતિ આ પ્રમાણે છે –
બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને પુરૂષ તે બન્ને વિવાહગ્ય ગણાય છે. તેવા વિવાહ પૂર્વક કરેલે સંતતિ ઉત્પન્ન કરવા અને પાલન કરવા રૂપ વ્યવહાર ચાર પ્રકારના વર્ણને કુલીન બનાવે છે. અગ્નિ અને દેવાદિકની સાક્ષી પૂર્વક પાણિગ્રહણ કરવું તે વિવાહ કહેવાય છે, અને તે વિવાહ લેકને વિષે આઠ પ્રકારને કહેલ છે. તેમાં ૧ કન્યાને શણગારીને આપવી તેને બ્રહ્મ વિવાહ, ૨ વૈભવ આપીને કન્યા આપવી તેને પ્રાજાપત્ય વિવાહ, ૩ બે ગાયના દાનપૂર્વક કન્યા આપવી તેને આર્ષ