________________
૫૨
શ્રાદ્ધગુણ વિવરણ વિશેષ આરાધન અને ઉત્તરોત્તર આત્મ શુદ્ધિ થવાથી દેશવિરતિ અને સર્વ વિરતિ પ્રાપ્ત થાય છે, અને તેનાથી વર્ગ અને મેક્ષના સુખને મેળવી શકાય છે. તેથી કઈ પણ પ્રકારે શિષ્ટાચારની પ્રશંસા કરવા ચુકવું નહીં. વળી કહ્યું છે કે –
“વિઝાપોડનિ ગુણી – ૬ જુન મત્સર
निमजत्येव संसारे, मुग्धो छःखाकुलाशयः॥" શબ્દાર્થ–બગુણની શ્રેણિને ધારણ કરતા હોય તો પણ બીજાના ગુણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી આકુળ હૃદયવાળે તે મુધ પુરૂષ સંસારમાં જ નિમગ્ન થાય છે.
ભાવાર્થ–ગુણની શ્રેણિને ધારણ કરનાર હોય તે પણ ઈર્ષને લીધે બીજા ગુણું પુરૂષના ગુણને ઉત્કર્ષ સહન ન થઈ શકવાથી ગુણની અંદર મસર ધારણું કરી તે મુગ્ધ જન સંસારમાંરિભ્રમણ કરે છે. કારણકે પિતામાં રહેલા ગુણને ગર્વ અને બીજાના ગુણમાં ઈર્ષા થવાથી આત્મગુણની વૃદ્ધિને બદલે હાનિ થતાં આત્મા મલિનતાને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણ કરવું પડે છે. તે આ બે મુનિના દષ્ટાંતથી સિદ્ધ થાય છે. એક ઉપાશ્રયમાં નીચે ઉપર ઊતરેલા બે મુનિઓમાંથી એક તપવી અને બીજા હંમેશાં ભજન કરનાર હતા. એક વખતે તપસ્વી મુનિ કોઈ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થ ગયા, ત્યાં ભિક્ષા આપનાર બાઈ પાસે નિત્ય ભેજન કરનાર મુનિની નિંદા અને પિતાના ગુણની સ્લાઘા કરી ચાલ્યા ગયા. પછી બીજા મુનિ તેજ ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થે આવ્યા. તેમને તે બાઈએ પૂછયું કે “ઉપાશ્રયમાં બીજા મુનિ આવ્યા છે? તેમણે કહ્યું કે, “હા, એક મહાન તપસ્વી અને ગુણવાન મુનિ પધાર્યા છે. તેમના ગુણ આગળ મહારામાં તે લેશ માત્ર પણ ગુણ નથી.” ઈત્યાદિ તેમના ગુણની પ્રશંસા અને આત્મનિંદા કરી તેથી તે બાઈ શંકાશીલ થઈ. કોઈ વખતે કેવળજ્ઞાનીને જેગ મળતાં તે બાઈએ પ્રશ્ન કર્યો કે, તે બે મુનિમાંથી કયા મુનિને આત્મા ઉચ્ચ દશામાં વે છે?” કેવળજ્ઞાનીએ ઉત્તર આપે કે, “નિત્ય ભજન કરનાર મુનિને આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થએલે છે, તેથી અલ્પ સમયમાં મેક્ષ સુખ મેળવશે. ” આ ઉદાહરણને વિવેકી પુરૂષે વિચાર કરી ગુણ કે ગુણી ઉપર મત્સર ધારણ કરી આત્માને મલીન કરે નહીં. આ ગ્રંથ કર્તા આ બીજા ગુણને ઉપસંહાર કરતાં શિષ્ટાચારની પ્રશંસા કરવાને ઉપદેશ દ્વારા આગ્રહ કરે છે,