________________
દ્વિતીય ગુણ વર્ણન.
૫૧ ધિક્કારથી આત્માને નાશ કરનારા અને મૃત્યુ પામ્યા પછી કઈ ગતિમાં જવાના ? અને દુખી હાલતને લીધે અમે ઉભય લોક વિરૂદ્ધ કર્મ કરનારા થયા છીએ. જેવી રીતે આ મુનિનું આચરણ પાપરહિત અને નિર્મળ છે. તેવી જ રીતે અમારું આચરણ આ મહાત્માથી વિપરીત છે તે આવા વિરૂદ્ધ આચરણથી અમારું કલ્યાણ શી રીતે થશે? આ પ્રમાણે ધમંપાળે સાધુની પ્રશંસા કરી અને બીજે વસુપાલ તે તે મુનિ તરફ ઉદાસીન વૃત્તિવાળો થયે. તે બેમાંથી એક ગુણના રાગથી ધિબીજ પાયે,
અને બીજાને તે પ્રાપ્ત થયું નહીં. પછી કષાયની મંદતાને લીધે દાન દેવામાં તત્પર . થએલા તમે બંને મિત્રોએ મનુષ્ય ભવને પ્રશસ્ય કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે
ત્યાંથી કાળ કરી શ્રેષ્ઠ આચારવાળા અને વણિક ધર્મમાં પરાયણ તમે બન્ને આ કિશબી નગરીમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયા છે. ઉપરક્ત કારણથી આ ભવમાં એકલા આ ધર્મપાલને શ્રેષ્ઠ બેધ રૂપ બેધિબીજનું ફળ પ્રાપ્ત થયું છે, અને બીજાને બેષિબીજના અભાવથી ધરૂપ ફળ પ્રાપ્ત થયું નથી. એવી રીતે પૂર્વભવનું વૃતાંત શ્રવણ કરવાથી ધર્મપાલ જાતિ સમરણ પામે, અને દ્રઢ નિશ્ચય થવાથી ભાવ- પૂર્વક જિનેશ્વરના કથન કરેલા ધર્મમાં તત્પર થયેલે ધર્મપાળ મેક્ષમાં જશે. અને બીજે વસુપાલ તે બેધિબીજના હેતુભૂત શિષ્ટાચારમાં ઉદાસીનતાને લીધે સંસારમાંજ પરિભ્રમણ કરશે. આ ઇતિ ચેર દ્રષ્ટાંત સમાસઃ છે
ઉપરોક્ત ફળાફળને સારી રીતે વિચાર કરી સુશ્રાવકે શિષ્ટાચાર અને તેમના ગુણાદિકની પ્રશંસા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે – . " अकुर्वन्नपि सत्पुण्यं, शिष्टाचारप्रशंसया ।
दम्नसंरन्ममुक्तात्मा,प्राणी प्राप्नोति तत्फलं ॥"
શબ્દાર્થ–“પુ કાર્યને નહીં કરનાર પણ ક્યુટ અને કેપથી મુકત થએલો પ્રાણ શિષ્ટાચાર પ્રશંસાથી ધિબીજના ફળને પ્રાપ્ત કરે છે. ૭”
ભાવાર્થ—કોઈ પુરૂષ અંતરાય કર્મના ઉદયથી પુન્ય કાર્ય ન કરી શકતું હોય તે પણ તેને શિષ્ટાચારની પ્રશંસા કરવી એગ્ય છે. કારણકે તે પ્રશંસાના બળથી શિષ્ટાચારમાં પ્રવૃત્તિ કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટે છે, અને તેથી બેલિબીજની પ્રાપ્તિ થાય છે. બેલિબીજની પ્રાપ્તિ થતાં અનુક્રમે અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીય કર્મને ક્ષય થવાથી, તત્ત્વ ધરૂપ શુદ્ધ સમ્યકત્વ આત્મામાં પ્રગટ થાય છે, અને અનુક્રમે અવશેષ રહેલા કષાયની મંદતા થતી જાય છે, તેથી જિન કથિત ધર્મનું