________________
૫૦
શ્રાદ્દગુણ વિવરણ,
વખતે જિનેશ્વરે ધમ દેશનાના પ્રારભ કર્યાં. પછી તે એ વણિકના પુત્રામાંથી એક ને જિનેશ્વરની વાણી શ્રદ્ધા રૂપ થાય છે, અને તેના મનને રૂચે છે, તેથી વિશાળ નેત્ર વાળા, મસ્તક ધુણાવતા અને રામાંચિત શરીર વાળેા તે વણિક પુત્ર કર્ણરૂપ પત્રના પાત્રમાં અર્પણ કરાએલા જિનેશ્વરના વાકયને અમૃતની પેઠે પાન કરે છે. બીજાને તે તે જિનવચન રેતીના કાળીઆ સઢશ વિરૂધ્ધ લાગતુ હતું. આથી તે મને મિત્રા એક બીજાના આશય સારી રીતે સમજી ગયા હતા. પછી તે અન્ન મિત્રા સમેસરણમાંથી ઉઠી પેાતાને ઘેર ગયા. ત્યાં બેમાંથી એક એવી રીતે ખેલ્યા કે “ હું ભાઈ ?, તુ' જિનવાણીથી ખરેખર ભાવિત થયા છે અને હું ! મિત્ર હ' ભાવિત ન થયે તેનુ શું કારણ હશે ? વળી લેાકમાં આટલા કાળ સુધી આપણે એ એક ચિત્તવાળા પ્રસિદ્ધ થયા છીએ પણ હમણા આ માખતમાં આપણા અન્નેનું ચિત્ત જુદા વિચાર વાળું થયું છે. તેનુ શું કારણ હશે ! ” આ વાત સાંભળી ચક્તિ થયેલા ખીજા મિત્ર કહ્યું કે “ હે ભાઈ ?, હારૂ કહેવુ સત્ય છે મને પણ આ બાબતમાં સ’લ્પ વિકલ્પ થયા કરે છે. પરંતુ આ વિષયમાં આપણા બન્નેને નિર્ણય ફકત પ્રશ્ન કરવાથી તેજ કેવળજ્ઞાની કરશે ” તે હેતુથી ‘આવતી કાલે તેમની પાસેજઈશું' એવી રીતે નિશ્ચય કરી તે બન્ને મિત્રા પ્રભાત થતાં મહાવીરસ્વામી પાસે ગયા. ત્યાં વિનય પૂર્વક તેમનુ આરાધન કરી તેમણે પેાતાના સંદેહ પુછ્યા. તેથી ભગવાન મહાવીરસ્વામીએ ઉત્તર આપ્યા કે “ પૂર્વે તમારા બેમાંથી એક જણે મુનિની પ્રશંસા કરી હતી. તે વૃતાંત આ પ્રમાણે છે—
કાઇ ગામમાં તમે અને કોઇ ગરીબ મનુષ્યના પુત્ર હતા. અનુક્રમે સુ‘દરતાના સ્થાનરૂપયેવન વય પ્રાપ્ત થવાથી તમેાતે વયના વિકારને પ્રાપ્ત થયા.પરતુ સ‘પત્તિના અભાવથી લેશ માત્ર તમારા મનારથ કઈરીતે પૂર્ણ થતા નહેાતા, તેથી તમે ચારી રૂપ અનાર્ય કર્મ કરવાને આર’ભ કર્યાં. પછી કેાઈ વખતે રાત્રિમાં ખીજા ગામની અંદર જઈ અતિ શીવ્રતાથી તમે ગાયેાનું હરણ કર્યું.તેથી તમને ફ્રાંસી દેવાનુ` કામ કરનાર પુરૂષોએ ત્રાસ પસાડયા,એટલે તમે નાસવાની તૈયારી કરી. પછી ત્યાંથી નાસતાં પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન તથા માનની ક્રિયામાં તત્પર એવા એક મુનિ તમારા જોવામાં આવ્યા. તે અવસરે ધર્મપાલના જીવે આ પ્રમાણે વિચાર કયા કે, · અહા ! શ્રેષ્ઠ આંચારના મંદિર રૂપ આ મુનિના જન્મ સુલબ્ધ છે, જે આવી રીતે નિર્ભય, શાંત અને સ`ગ રહિત આ ગુફામાં રહે છે. વળી અમે તે અધન્યમાં પણ અન્ય છીએ, કારણકે દ્રવ્યની ઇચ્છાથી વિરૂદ્ધ કાર્ય કરનારા અમે પાલવને પ્રાપ્ત થયા છીએ. અરે !