________________
શ્રાદ્ધગુણ વિવરણ
૪૧ ચાને પ્રિય થાય છે તેથી આ ગુણની શ્રાવકપણામાં આવશ્યકતા છે. ઉપર જણાવેલા ચાર ગુણેને સદાચાર કહે છે. ૧ વળી કહ્યું છે કે –
"सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु ।
आपद्यदैन्यमत्यन्तं, तत्सम्पदि नम्रता ॥२॥" શબ્દાર્થ–સર્વ ડેકાણે નિંદાને સર્વથા ત્યાગ, સપુરૂષની પ્રશંસા, અત્યંત કણમાં અદીનપણું અને તેવી જ રીતે સંપત્તિમાં નમ્રતા રાખવી ૨”
ભાવાર્થ–સર્વત્ર નિા સત્યા –કોઈ પણ માણસે કઈ પણ વ્યતિની નિંદા કરવી નહીં. પરંતુ વિપરીત આચરણ કરનારને જઈ તેના ઉપર કરૂણ લાવી તેને પિતે બનતા ઉપાયે વિપરીતકાર્ય કરતાં અટકાવે, અને સન્માર્ગે ચલાવવા પ્રેરણું કરે, અને જો તેમ કરતાં અસત પ્રવૃત્તિને તે ત્યાગ ન કરે તે તેના ઉપર ઉદાસીનતા ધારણ કરે, પણ તેના ઉપર દ્વેષ ધારણ કરી નિંદા ન કરે નિંદા કરવાથી નિંદા કરનાર પુરૂષના આત્માને કઈ પણ પ્રકારને લાભ થતું નથી. પરંતુ જે પુરૂષની નિદા કરવામાં પ્રવર્તમાન થયું હોય તેના અવગુણમાં ચિત્તની રમણતા થવાને લીધે આત્મામાં તે અવગુણનું પ્રતિબિંબ પડવાથી આત્મા મલીનતાને પામે છે જેમ જિનેશ્વર કે મહર્ષિઓના ગુણોત્કીર્તન કરવાથી ગુણકીર્તન કરનારને આત્મા નિમંળતાને પ્રાપ્ત થાય છે, તેમ તે ન્યાય આ ઠેકાણે લાગુ કરી કોઈ પણ વ્યક્તિની નિંદા કરી આત્માને કલુષિત કરે નહીં. તેમાં રાજા, મંત્રી, દેવ, ગુરુ, સંઘ અને પુરૂષની નિંદાને ત્યાગ તે અવશ્ય કરવું જોઇએ. નહીં તે રેહિણીની પેઠે નરક અને તિર્યંચનાં અતિ તીવ્ર દુઃખને અનુભવ કરવો પડશે. એમ જાણી નિદાથી નિવર્તવું એજ ઉચિત છે.
“વાલા સાધુ–સપુરૂની પ્રશંસા કરવી તેમના શાંતતા, ગભીસ્તા, શૌર્યતા, નસ્તા, સહનશીલતા, વિષયવિમુખતા, વચનમાધુર્યતા, નિરભિમાનતા, ગુણતા, નિપુણતા, સરળતા, સૈ.મ્યતા, દાક્ષિણ્યતા, અદીનતા, સર્વજનવલ્લભતા, પ્રમાણિકતા, નિઃસંગિતા, નિડ તા, નિર્લોભતા, પરોપકારિતા, દીર્ધદર્શિતા, ધર્મચુસ્તતા, સંસારવિમુખતા તથા દાય, ધર્ય, સાજન્ય, ઔચિત્ય, વિનય, વિવેક, અનુભવ, સદાચાર અને પાપભીરુત્વ વિગેરે અનેક ગુણનું નિરંતર સ્મરણ કરવું, અને તેમને